ભારતની કાર્યવાહીથી ડરેલા પાકિસ્તાને આતંકીઓને કહ્યું- PAK સેનાનો યુનિફોર્મ પહેરો

ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ પાકિસ્તાન ભારતીય વાયુસેનાની કાર્યવાહીથી એટલું ડરેલુ છે કે તેણે તમામ આતંકી જૂથોને સ્પષ્ટપણે કહ્યું છે કે તેમના આતંકી પીઓકેમાં કેમ્પોમાંથી બહાર નીકળે ત્યારે પાકિસ્તાની સેનાનો યુનિફોર્મ પહેરીને જ નીકળે.

ભારતની કાર્યવાહીથી ડરેલા પાકિસ્તાને આતંકીઓને કહ્યું- PAK સેનાનો યુનિફોર્મ પહેરો

નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ પાકિસ્તાન ભારતીય વાયુસેનાની કાર્યવાહીથી એટલું ડરેલુ છે કે તેણે તમામ આતંકી જૂથોને સ્પષ્ટપણે કહ્યું છે કે તેમના આતંકી પીઓકેમાં કેમ્પોમાંથી બહાર નીકળે ત્યારે પાકિસ્તાની સેનાનો યુનિફોર્મ પહેરીને જ નીકળે જેથી કરીને તેઓ ભારતીય એજન્સીઓના રડારમાં આવતા બચી શકે. પાકિસ્તાની સેના, આઈએસઆઈએ આ મહિનાની 16 માર્ચના રોજ આતંકીઓના ટોપ કમાન્ડર્સ સાથે બેઠક કરીને આ નિર્દેશ આપ્યા છે. 

પાકિસ્તાન બાલાકોટમાં જૈશના કેમ્પ પર ભારતની કાર્યવાહી બાદ પીઓકેના 4 ટેરર કેમ્પોને પણ દૂર શિફ્ટ કરવામાં લાગ્યું છે. જેથી કરીને આ કેમ્પોની સિક્યોરિટી વધુ સારી રીતે કરી શકાય. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ પાકિસ્તાને નિકયાલ અને કોટલી વિસ્તારમાં હાજર લશ્કર અને જૈશ એ મોહમ્મદના આતંકીઓને કહ્યું છે કે તેઓ પોતાના કેમ્પોને લાઈન ઓફ કંટ્રોલથી દૂર રાખે. આ વિસ્તારમાં આતંકીઓના ચાર કેમ્પ છે. 

ગૃહ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યાં મુજબ પાકિસ્તાનને એવું લાગે છે કે ભારતીય સેટેલાઈટ પળેપળ તેમના કેમ્પોનું મોનિટરિંગ કરી રહ્યો છે અને જેવા આતંકીઓ કેમ્પોની બહાર નીકળે છે કે ભારતીય સેનાને તેમની જાણકારી મળી જાય છે અને તેઓ જલદી માર્યા જાય છે. જો તેઓ પાકિસ્તાની સેનાના યુનિફોર્મમાં હશે તો ઓળખ કરવી મુશ્કેલ બનશે કે કોણ આતંકી છે અને કોણ પાકિસ્તાની સેનાના જવાન. 

અત્રે જણાવવાનું કે 16 માર્ચના રોજ નિકયાલ વિસ્તારમાં આતંકીઓ અને પાકિસ્તાની આર્મીની એક હાઈલેવલ મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં પાકિસ્તાની ગુપ્તચર  એજન્સી આઈએસઆઈ, આર્મીની ત્રણ પીઓકે બ્રિગેડના બે મોટા અધિકારીઓ, લશ્કરના આતંકી, અને પાકિસ્તાની આતંકીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવતો અશફાક સામેલ હતો. 

આઈએસઆઈએ એવો નિર્ણય લીધો છે કે તેઓ જૈશ એ મોહમ્મદને વધુ ફંડ આપશે જેનાથી ઘાટીની અંદર જૈશ સતત મોટી ઘટનાઓને અંજામ આપી શકે. સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા એક અધિકારીના જણાવ્યાં મુજબ આતંકીઓના અનેક કેમ્પ પાકિસ્તાની સેનાના કેમ્પમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ કેમ્પોની બહાર પાકિસ્તાની સેનાનો કડક ચોકીપહેરો રાખવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news