ઈમરાને લાખ પ્રયત્નો કર્યાં પરંતુ આ દેશે જરાય મચક ન આપી, કાશ્મીરનો ઉલ્લેખ સુદ્ધા ન કર્યો
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાન પીએમએ કાશ્મીર મુદ્દે સમર્થન બદલ ઈરાનનો આભાર વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે મુલાકાત કરી અને આ મુલાકાતમાં પણ તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઈમરાન ખાને ફરી એકવાર મુસ્લિમ એક્તાની વાત કરી. તેમણે કહ્યું કે મુસ્લિમ ઉમ્માન સામે આંતરિક અને બહારના તમામ પડકારો સામે છે. મુસ્લિમ દેશો વચ્ચે એક્તા અને એકજૂથતાનો સંદેશ આપવો ખુબ જરૂરી છે. ઈમરાન ખાને વધુમાં કહ્યું કે કાશ્મીરમાં બે મહિનાથી 80 લાખ મુસ્લિમો કરફ્યુના કારણે નજરકેદ છે. રાષ્ટ્રપતિ રૂહાનીએ કાશ્મીરમાં માનવાધિકારીઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હું કાશ્મીર મુદ્દે તેમના સમર્થન બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અને ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી પરંતુ પાકિસ્તાનના તમામ દાવાઓથી ઉલટું જ્યારે રૂહાનીએ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું તો તેમાં કાશ્મીરનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નહતો. હસન રૂહાની યમન, સાઉદી અરબ અને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોની વાત કરતા રહ્યાં હતાં.
રૂહાનીએ કહ્યું કે હું વડાપ્રધાન ઈમરાન ખાનના ક્ષેત્રમાં શાંતિના દરેક પ્રયત્નનું સ્વાગત કરું છું ને તેમના ઈરાનના પ્રવાસને બિરદાવું છું. રૂહાનીએ કહ્યું કે બંને દેશો વચ્ચે યમનમાં યુદ્ધ અને અમેરિકી પ્રતિબંધોને લઈને વાતચીત થઈ. તેમણે કહ્યું કે ક્ષેત્રીય મુદ્દાઓનું સમાધાન ક્ષેત્રીય સાધનો અને વાતચીતથી જ થવું જોઈએ. અમારી વચ્ચે પરમાણુ સંધિને ફરીથી અસ્તિત્વમાં લાવવા અંગે પણ વાતચીત થઈ.
રૂહાનીએ ભારતે ચેતવણીના સૂરમાં કહ્યું કે કોઈ પણ પ્રકારના જોખમનો ઈરાન જડબાતોડ જવાબ આપશે અને ઈરાન કઈં નહીં કરે તે વિચારવું ખરેખર ભૂલભૂર્યું રહેશે. આ બાજુ ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન ઈરાન અને સાઉદી અરબ વચ્ચે સંઘર્ષ ઈચ્છતું નથી. તહેરાન અને રિયાધ વચ્ચે વાર્તા આગળ વધારવામાં સહયોગને લઈને હું ખુશ છું. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની સાથે વાતચીત બાદ ખુબ આશાવાદી છું.
જુઓ LIVE TV
ઈમરાન ખાને કહ્યું કે મારા આ પ્રવાસનું મુખ્ય કારણ એ છે કે હું આ વિસ્તારમાં સંઘર્ષ ન થવા દઉ. પાકિસ્તાને આતંક વિરુદ્ધની લડાઈમાં છેલ્લા 15 વર્ષોમાં 70,000 લોકોના જીવ ગુમાવ્યાં છે અને અફઘાનિસ્તાન હજુ પણ તેનો પ્રકોપ ઝીલી રહ્યો છે. સીરિયામાં પણ તબાહી મચેલી છે. આપણે દુનિયાના આ હિસ્સામાં એક અન્ય સંઘર્ષ છેડાય તે જોવા માંગતા નથી. ઈરાનના પાડોશી હોવાના નાતે અમારા સંબંધ ખુબ જૂના છે. સાઉદી અરબ પણ અમારા નીકટના મિત્રોમાંથી એક છે. જ્યારે પણ અમને જરૂર પડી ત્યારે સાઉદીએ અમારી મદદ કરી, આથી આ પ્રવાસનો હેતુ એ છે કે સાઉદી અને ઈરાન વચ્ચે સંઘર્ષ ન થાય. તેમણે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં સાઉદી અને ઈરાન વચ્ચે યુદ્ધ ન થવું જોઈએ કારણ કે તેનાથી આ ક્ષેત્ર જ નહીં પરંતુ બંને મિત્રો પણ પ્રભાવિત થશે. ક્રુડ ઓઈલના ભાવમાં ભડકો થશે.
અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદથી પાકિસ્તાન આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના ભરપૂર પ્રયત્નો કરી રહ્યું છે. પરંતુ કોઈ તેને મચક આપતું નથી. પોતાના સ્વાર્થ માટે થઈને તુર્કી, મલેશિયા અને ચીન તેને થોડો ઘણો સપોર્ટ કરે છે. ઈમરાન ખાન મંગળવારે સાઉદી અરબ પણ જવાના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે