Pak Army ના સેફ હાઉસમાંથી ભાગ્યો તાલિબાનનો આતંકી, મદદ અથવા બેદરકારીની થશે તપાસ
પાકિસ્તાન (Pakistan) તાલિબાનની મદદ કરે છે, તે ફરી એકવાર સાબિત થયું છે. પાકિસ્તાની સેનાના તે કારનામાથી, જેમાં તેમના સેફ હાઉસમાં રાખવામાં આવેલો તાલિબાનનો (Taliban) મોટો નેતા ત્યાંથી ફરાર થઈ ગયો છે. ખાસ વાત એ છે કે, હવે પાકિસ્તાની સેના તેના તે અધિકારીઓ પર કેસ કરશે
Trending Photos
રાવલપિંડી/ ઇસ્લામાબાદ: પાકિસ્તાન (Pakistan) તાલિબાનની મદદ કરે છે, તે ફરી એકવાર સાબિત થયું છે. પાકિસ્તાની સેનાના તે કારનામાથી, જેમાં તેમના સેફ હાઉસમાં રાખવામાં આવેલો તાલિબાનનો (Taliban) મોટો નેતા ત્યાંથી ફરાર થઈ ગયો છે. ખાસ વાત એ છે કે, હવે પાકિસ્તાની સેના તેના તે અધિકારીઓ પર કેસ કરશે, જેમના રહેતા તાલિબાની નેતા ભાગી છૂટ્યો. પરંતુ આ કેસ તેને ભાગવામાં મદદ માટે નહીં, પરંતુ બેદરકારી માટે કરવામાં આવશે. પાકિસ્તાની સેનાના (Pakistan Army) પ્રવક્તાએ આ વિશે જાણકારી આપી છે.
શું છે આ કેસ?
આ કેસ વર્ષ 2020 નો છે. જ્યારે ગત ત્રણ વર્ષથી પાકિસ્તાની સેનાના (Pakistan Army) સેફ હાઉસમાં આરામ કરી રહેલો તાલિબાનનો નેતા લિયાકત અલી (Liaquat Ali) ઉર્ફ એહસાનુલ્લાહ એહસાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તેણે જાતે ત્રણ વર્ષ પહેલા પાકિસ્તાની સેનાની સામે સમર્પણ કર્યું હતું અને તાલિબાનની (Taliban) સામે કાર્યવાહીમાં મદદ કરવાનો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ ગત વર્ષ જાન્યુઆરીમાં જ્યારે તેને સેફ હાઉસના (Safe House) મોટાભાગની સેના અને અધિકારી તાલિબાનની સામે અભિયાનમાં ભાગ લેવા માટે નીકળ્યા, તો તે ચૂપચાપ તે સેફ હાઉસમાંથી ફરાર થઈ ગયો. એહસાનુલ્લાહ એહસાન (Ehsanullah Ehsan) પાકિસ્તાન બેઝ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો (TTP) પ્રવક્તા છે. TTP પાકિસ્તાનમાં હાજર સૌથી મજબૂત તાલિબાન ગ્રુપ માનવામાં આવે છે. તે અફઘાનિસ્તાનમાં (Afghanistan) પણ સક્રિયા છે. વર્ષ 2018 સુધી તેન ફઝલુલ્લા ગ્રુપ પણ કહેવામાં આવતું હતું. કેમ કે, ત્યાં સુધી તેનો નેતા મોલાના ફઝલુલ્લાહ હતો. અત્યારે આ ગ્રુપનો લીડર નૂર વલી મહસૂદ છે અને તે તાલિબાન ગ્રુપ પાકિસ્તાનના ખેબર પખ્તૂન્ખ્વા પ્રાંતમાં ઘણો પ્રભાવી માનવામાં આવે છે.
પાકિસ્તાની સેનાનું નિવેદન
પાકિસ્તાની સેનાના (Pakistan Army) પ્રવક્તા મેજર જનરલ બાબર ઇફ્તિખારે રાવલપિંડીમાં કહ્યું કે, એહસાનુલ્લાહ એહસાન ભાગવાના મામલે દોષી સેનાના અધિકારીઓ અને જવાનોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, તે તમામ પર બેદરકારીનો કેસ ચાલશે. હજુ સુધી એહસાનુલ્લાની સાથે ભાગીદારીની કોઈ જાણકારી સામે આવી નથી. રાવલપિંડી શહેરમાં પાકિસ્તાની સેનાનું હેડ ક્વોર્ટર છે. બાબર ઇફ્તિખારે કહ્યું કે, એહસાનુલ્લાહ એહસાનની તપાસ સતત કરી રહ્યા છીએ અને તે અત્યારે વિદેશમાં છૂપાયેલો હોઈ શકે છે.
શું હોય છે સેફ હાઉસ?
સેફ હાઉસ મોટાભાગે આબાદી વાળા વિસ્તારમાં સ્થિત હોય છે. સેફ હાઉસને સમાન્ય ઓફિસની જેમ ઉપયોગ કરવામાં આવે છે અને સામાન્ય લોકોને તેના વિશે જાણકારી હોતી નથી. આ કામ મોટાભાગે જાસૂસી એજન્સિઓ કરે છે. પરંતુ હેરાન કરનારી વાત એ છે કે, પાકિસ્તાની સેના સામે હાર્ડ-કોર આતંકીએ આત્મસમર્પણ કર્યું હતું અને તેને જેલ મોકલવાની જગ્યાએ ઉચ્ચ સુરક્ષા હેઠળ સેફ હાઉસમાં રાખવામાં આવ્યો હતો. ત્યાંથી પણ તે આરામથી ફરાર થઈ ગયો.
ઘણા મોટા હુમલાઓની જવાબદારી લઈ ચૂક્યો છે એહસાન
એહસાનુલ્લાહ એહસાન હાડકોર આતંકવાદી રહ્યો છે. તેણે પાકિસ્તાનમાં ઘણા મોટા હુમલાઓની જવાબદારી લીધી છે. જેમાં મલાલા યૂસૂફઝઈ અને પેશાવર સ્કૂલ પર હુમલા જેવા કુકૃત્ય સામેલ છે. પાકિસ્તાની સેનાની પહોંચથી દૂર ગયા બાદ ફરી તે સક્રિય થઈ ગયો છે અને સતત ધમીકીઓ આપી રહ્યો છે. મલાલાએ હાલમાં જ એક એહસાનુલ્લાહની તરફથી મળેલી ધમકીનો ઉલ્લેખ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે