Omicron: બાળકોમાં આ 5 લક્ષણોને ન કરો નજરઅંદાજ, તત્કાલ કરાવો ટેસ્ટ
માતા-પિતા ફ્લૂ જેવા લક્ષણોને હળવાશમાં ન લે અને બાળકનો કોરોના ટેસ્ટ કરાવે. જાણકાર આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે ઓમિક્રોન બાળકોને પણ સંક્રમિત કરી શકે છે.
Trending Photos
લંડનઃ દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલા કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને (Omicron) વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે. આ વચ્ચે ઓમિક્રોનને લઈને ડરામણી જાણકારી સામે આવી રહી છે. ઓમિક્રોન નાના બાળકોને પણ નિશાન બનાવી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાના એક ડોક્ટર બાદ બ્રિટનના વૈજ્ઞાનિકે પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં પણ આ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.
બ્રિટિશ નિષ્ણાંતોએ વ્યક્ત કરી ચિંતા
બ્રિટનના વૈજ્ઞાનિક સુપર સ્ટ્રેન ઓમિક્રોન પર ડેટા ભેગો કરી રહ્યાં છે. આ ડેટાની સ્ટડી બાદ તેમણે કહ્યું કે, એક ચિંતાજનક સંકેત તે છે કે વેરિએન્ટ પહેલાની તુલનામાં બાળકોને ઝડપથી સંક્રમિત કરી શકે છે. બ્રિટિશ નિષ્ણાંતોએ કહ્યું કે, બાળકો અત્યાર સુધી વાયરસની અસરથી દૂર રહ્યાં છે. રાહતની વાત છે કે મોટા ભાગના કેસમાં હળવા લક્ષણ જોવા મળ્યો છે. જે ડોક્ટરે સૌથી પહેલા ઓમિક્રોન વેરિએન્ટ વિશે જાણકારી આપી હતી, તેણે દાવો કર્યો હતો કે તે અલગ-અલગ લક્ષણ પેદા કરી શકે છે. દક્ષિણ આફ્રિકી મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડો. એંજેલિક કોએત્જીએ કહ્યું કે, ઓમિક્રોનના મુખ્ય લક્ષણોમાં થાક, શરીદમાં દુખાવો અને માથાનો દુખાવો સામેલ છે.
છ વર્ષની બાળકીમાં જોવા મળ્યા આ લક્ષણ
ડો કોએત્જીએ છ વર્ષની બાળકીના લક્ષણો વિશે જાણકારી આપી હતી. બાળકીને તાપની સાથે તેના પલ્સ રેટ વધુ હતા. આ લક્ષણ મોટા વ્યક્તિમાં પણ જોવા મળે છે. પરંતુ હવે નવી જાણકારીમાં બાળકોમાં આવી રહેલા લક્ષણોને લઈને એલર્ટ કરવામાં આવ્યા છે. ગૌતેંગ પ્રાંતના એક જાહેર સ્વાસ્થ્ય નિષ્ણાંત નત્સાકિસી માલુલેકે રોયટર્સને જણાવ્યુ કે ઘણા દર્દીના ગળામાં ખારાશ અને ફ્લૂ જેવા લક્ષણો વિશે પણ જાણકારી મળી રહી છે.
બાળકોમાં આ લક્ષણોને ન કરો નજરઅંદાજ
ડો. માલુલેકેનું કહેવું છે કે માતા-પિતા ફ્લૂ જેવા લક્ષણને ગંભીરતાથી લે અને બાળકનો કોરોના ટેસ્ટ કરાવે. સોવેટોના ક્રિસ હાની બરગવનાથ એકેડમિક હોસ્પિટલના ડો. રૂડો મથિવાનું કહેવું છે કે પહેલાંની તુલનામાં બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યાં છે. તેમણે દાવો કર્યો- હવે બાળકોમાં પણ ગંભીર લક્ષણ જોવા મળી રહ્યાં છે. આવા કેસમાં ઓક્સીજનની જરૂર પડી રહી છે. નિષ્ણાંતોએ માતા-પિતાને આ પાંચ લક્ષણોને લઈને ચેતવ્યા છે.
1. થાક
2. માથાનો દુખાવો
3. તાવ
4. ગળામાં ખારાશ
5. ભૂખ ઘટી જવી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે