કોરોનાની રસી પર જલદી મળશે સારા સમાચાર? અમેરિકી કંપનીએ કરી મહત્વની જાહેરાત 

અમેરિકા (America)ની એક બાયોટેક્નોલોજી કંપનીએ ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના ચેપની દવામાં મનુષ્યો પર પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે આ મહામારીની દવા આ વર્ષે જ આવી જશે. 
કોરોનાની રસી પર જલદી મળશે સારા સમાચાર? અમેરિકી કંપનીએ કરી મહત્વની જાહેરાત 

કેનબરા: અમેરિકા (America)ની એક બાયોટેક્નોલોજી કંપનીએ ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના ચેપની દવામાં મનુષ્યો પર પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે આ મહામારીની દવા આ વર્ષે જ આવી જશે. 

બાયોટેક્નોલોજી કંપની નોવાવેક્સ (Novavax)ના પ્રમુખ રિસર્ચર ડો.ગ્રિગોરી ગ્લેને જણાવ્યું કે કંપનીએ પહેલા તબક્કાનું પરીક્ષણ શરૂ કરી દીધુ છે. જેમાં મેલબર્ન અને બ્રિસ્બન જેવા શહેરોમાં 131 સ્વયંસેવકો પર દવાનું પરીક્ષણ કરાશે. 

ગ્લેને નોવાવેક્સના મેરીલેન્ડ સ્થિત હેડક્વાર્ટરથી ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'અમે દવા અને રસીને એક સાથે એમ વિચારને નિર્માણ કરી રહ્યા છીએ કે અમે દેખાડી શકીશુ કે તે કારગર છે અને વર્ષના અંત સુધીમાં તે લોકો માટે ઉપલબ્ધ કરાવી શકીશું.'

જુઓ LIVE TV

નોંધનીય છે કે ચીન, અમેરિકા અને યુરોપમાં લગભગ ડઝન જેટલી પ્રાયોગિક દવાઓ પરીક્ષણના પ્રારંભિક તબક્કામાં છે અથવા તો તેનુ પરીક્ષણ શરૂ થવાનું છે. હજુ એ સ્પષ્ટ નથી કે તેમાંથી કોઈ દવા સુરક્ષિત કે કારગર સાબિત થશે કે નહીં પરંતુ અનેક દવાઓ અલગ અલગ રીતે કામ કરે છે અને અલગ અલગ ટેક્નોલોજીથી બનાવવામાં આવી છે. જેનાથી એ આશા ઊભી થઈ છે કે તેમાથી કોઈ દવા સફળ થઈ શકે છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news