ઉત્તર કોરિયાની જનતા સામે રોવા લાગ્યા તાનાશાહ Kim Jong Un, માગી માફી


Kim Jong Un Wipes Away Tears:ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉન શુક્રવારની રાત્રે જનતાની સામે રોવા લાગ્યા. તેમણે કહ્યું કે, તે દેશની માફી માગે છે. કોરોના સંકટના સમયમાં તેઓ જનતા સાથે ઉભા ન રહી શક્યા. 

ઉત્તર કોરિયાની જનતા સામે રોવા લાગ્યા તાનાશાહ Kim Jong Un, માગી માફી

પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના તરફથી દુર્લભ ઘટનામાં દેશની જનતાની માફી માગી છે. આ દરમિયાન તેમની આંખમાં આંસુ આવી ગયા. તાનાશાહ કિમે જનતાને કહ્યુ કે, તે કોરોના વાયરસ મહામારી દરમિયાન પોતાની જનતા સાથે ઉભા ન રહી શક્યા, તેના માટે માફી માગે છે. પોતાની પાર્ટીના 75 વર્ષ પૂરા થવા પર આયોજીત કાર્યક્રમને સંબોધિત કરતા કિમ જોંગ ઉન ભાવુક થઈ ગયા હતા. 

કિમ જોંગ ઉને પોતાના ભાષણ દરમિયાન સ્વીકાર્યું કે તે ઉત્તર કોરિયાના લોકોના વિશ્વાસ પર ખરા ઉતરી શક્યા નથી અને તેના માટે તે માફી માગે છે. એટલું જ નહીં કિમ જોંગ ઉને પોતાના ચશ્મા કાઢ્યા અને પોતાના આંસુઓને લૂછ્યા હતા. તેમણે પોતાના પૂર્વજોના મહાન કામને યાદ કરતા કિમે કહ્યુ કે, તેમ છતાં મને આ દેશને ચલાવવાની જવાબદારી આપવામાં આવી હતી પરંતુ મારા પ્રયાસ અને ઈમાનદારી મારા લોકોની સમસ્યાઓને ઓછી કરવા માટે પૂરતા રહ્યાં નથી. 

દૈત્યાકાર મિસાઇલ  Hwasong-15 ને દુનિયાની સામે રજૂ કરી
ભાવુકતાથી ભરેલા ભાષણમાં કિમ જોંગ ઉને કહ્યુ કે, વિશ્વભરની જનતા કોરોનાને કારણે પરેશાન છે. તેમણે દક્ષિણ કોરિયાની સાથે સંબંધોને સારા કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયારોથી લેસ 22 પૈડા વાળી ગાડી પર સવાર દૈત્યાકાર મિસાઇલ  Hwasong-15ને દુનિયાની સામે રજૂ કરી હતી. નિષ્ણાંતોએ ચેતવણી આપી કે આ મિસાઇલ અમેરિકાના કોઈપણ ખુણામાં હુમલો કરવામાં સક્ષમ છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને આ મિસાઇલને પાછલા દિવસોમાં પોતાની સૈન્ય પરેડમાં દેખાડી હતી. નિષ્ણાંતોએ કહ્યું કે, આ મિસાઇલ વિશ્વની સૌથી લાંબી મિસાઇલોમાંથી એક છે. 

પોલ આર મિલ્ગ્રોમ અને રોબર્ટ બી વિલ્સનને નવા હરાજીના બંધારણો માટે મળ્યો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર  

કિમ જોંગ ઉને આ વિશાળ કિલર મિસાઇલનું પ્રદર્શન એવા સમયે કર્યુ છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા વર્ષો સુધી તેને પરમાણુ હથિયાર કાર્યક્રમ છોડવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો છે. ઓપન ન્યૂક્લિયર નેટવર્કના ડેપ્યુટી ડાયરેક્ટર મેલિસ્સા હનહમે કહ્યુ, આ મિસાઇલ એક રાક્ષસની જેમ છે. તો અમેરિકી વહીવટી તંત્રના અધિકારીઓએ કહ્યું કે, મિસાઇલનું પ્રદર્શન નિરાશ કરનારુ છે અને તેણે સરકારને આહ્વાન કર્યું કે, સંપૂર્ણ રીતે પરમાણુ હથિયારોના ખાતમા માટે વાતચીત કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news