Nobel Prize 2022: આ ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો કેમેસિટ્રી માટેનો નોબેલ પુરસ્કાર
Nobel Prize 2022: કૈરોલિન આર બેર્ટોઝઝી, મોર્ટન મેલ્ડન અને કે બૈરી શાર્પલેસને કેમેસ્ટ્રી માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
Trending Photos
નોર્વેઃ Nobel Prize For Chemistry: નોબેલ પુરસ્કારોની જાહેરાતની શરૂઆત થઈ ગઈ છે. આ ક્રમમાં બુધવાર (5 ઓક્ટોબર) એ રસાયણ શાસ્ત્ર (Chemistry) માટે નોબલે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે કૈરોલિન આર બર્ટોઝઝી (Carolyn R. Bertozzi), માર્ટન મેલ્ડન (Morten Meldal) અને કે. બૈરી શાર્પલેસ (K. Barry Sharpless) ને 'ક્લિક કેમિસ્ટ્રી અને બાયોઓર્થોગોનલ કેમિસ્ટ્રીના વિકાસ માટે' રસાયણ શાસ્ત્રમાં 2022ના નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોબેલ પુરસ્કારની જાહેરાત સોમવાર (3 ઓક્ટોબર) એ થઈ હતી. સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વંતે પાબોને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને નિએંડરથલ ડીએનએ પર તેમના રિસર્ચ માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
BREAKING NEWS:
The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Chemistry to Carolyn R. Bertozzi, Morten Meldal and K. Barry Sharpless “for the development of click chemistry and bioorthogonal chemistry.” pic.twitter.com/5tu6aOedy4
— The Nobel Prize (@NobelPrize) October 5, 2022
ભૌતિક વિજ્ઞાન માટે પણ ત્રણ વૈજ્ઞાનિકોને મળ્યો પુરસ્કાર
ત્યારબાદ મંગળવાર (4 ઓક્ટોબર) એ ભૌતિક વિજ્ઞાન માટે નોબેલ પ્રાઇઝની જાહેરાત થઈ હતી. ભૌતિક શાસ્ત્ર માટે આ વર્ષનો પુરસ્કાર ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો હતો. એલેન એસ્પેક્ટ, જોન એફ ક્લોઝર અને એન્ટોન જિલિંગરનું ભૌતિક વિજ્ઞાનમાં યોગદાન આપવા માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ક્વાન્ટમ મેકેનિક્સના ક્ષેત્રમાં કાર્ય માટે આ ત્રણેય વૈજ્ઞાનિકોને સન્માનિત કરવામાં આવ્યા છે.
શુક્રવારે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત થશે
હવે ગુરૂવારે સાહિત્ય માટે નોબેલ પુરસ્કારની જાહેરાત થશે. શુક્રવારે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે તો 10 ઓક્ટોબરે અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે 2021માં રસાયણ વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર બેંઝામિન લિસ્ટ અને ડેવિડ ડબ્લ્યૂ સી મૈકમિલનને આપવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે