Nobel Prize 2020: મેડિસિન ક્ષેત્રના નોબલ પુરસ્કારની જાહેરાત, જાણો કોને મળ્યો એવોર્ડ
Nobel Prize 2020: મેડિસિનના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે હેપટાઇટિસ સી વાયરસની શોધ કરનાર વૈજ્ઞાનિકોને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવામાં આવ્યો છે.
Trending Photos
સ્ટોકહોમઃ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં મેડિસિનના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષનો નોબલ પુરસ્કાર હાર્વે અલ્ટર (Harvey Alter), માઇકલ હોફટન (Michael Houghton) અને ચાર્લ્સ રાઇસ ( Charles Rice)ને આપવામાં આવ્યો છે. આ વૈજ્ઞાનિકોને હેપટાઇટિસ સી વાયરસની શોધ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. અલ્ટર અને ચાર્લ્સ અમેરિકાથી છે તો માઇકલ હોફટન બ્રિટનના નિવાસી છે.
આ વૈજ્ઞાનિકોને આશરે 11 લાખ 20 હજાર ડોલરની ધનરાશિ આપવામાં આવી છે. નોબલ પુરસ્કાર આપનારી સંસ્થાએ કહ્યું કે, આ વર્ષે પુરસ્કાર લોહીમાં પેદા થતા હેપટાઇટિસની લડાઈમાં યોગદાન આપવા માટે ત્રણેય વૈજ્ઞાનિકોને આપવામાં આવ્યો છે. સંસ્થાએ કહ્યું કે, આ હેપટાઇટિસથી વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોને સિરોસિસ અને લીવર કેન્સર થાય છે. ત્રણેય વૈજ્ઞાનિકોએ એક નોવલ વાયરસની શોધમાં મૂળભૂત શોધ કરી જેમાં હેપટાઇટિસ સીની ઓળખ થઈ શકી.
કોરોના પોઝિટિવ ટ્રમ્પ અચાનક કારમાં બેસીને નીકળી પડ્યા, બધાના શ્વાસ અધ્ધર
આ સપ્તાહે અન્ય નોબલ પુરસ્કારોની જાહેરાત
આ ધનરાશિ ત્રણેયને સમાન રૂપથી વિતરિત કરવામાં આવશે. આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં કરવામાં આવી. આ સપ્તાહે અન્ય નોબલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે. માઇકલ હોઉગટન યુનિવર્સિટી ઓફ અલ્બાર્ટા અને ચાર્લ્સ રાઇસ રોકફેલર યુનિવર્સિટીના છે.
નોબલ પુરસ્કાર આપનારી સંસ્થા આ સપ્તાહે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, સાહિત્ય અને શાંતિના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવશે. તો અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કારોની જાહેરાત આગામી સોમવારે કરવામાં આવશે. મહત્વનું છે કે આ વખતે શાંતિના નોબેલ પુરસ્કારોની રેસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ છે. તેમને ઇઝરાયલ અને યૂએઈ વચ્ચે શાંતિ ડીલ કરાવવા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે