Nobel Prize 2019 : જેમ્સ પીબલ્સ, મિશેલ મેયર અને દેદિયર ક્વેલોઝને ફિઝિક્સનો નોબેલ

રોયલ સ્વિડીશ એકેડમી ઓફ સાયન્સિસે ફિઝિક્સના નોબેલ વિજેતાઓના નામની જાહેરાત કરતા જણાવ્યું કે, નોબેલ ઈનામની 9 મિલિયન સ્વીડીશ ક્રોનોર (7,40,000 પાઉન્ડ)ની રકમમાંથી અડધી રકમ કેનેડાના વૈજ્ઞાનિક પીબલ્સને આપવામાં આવશે. જ્યારે બાકીની અડધી રકમ સંયુક્ત રીતે મેયર અને ક્વેલોઝને આપવામાં આવશે.
 

Nobel Prize 2019 : જેમ્સ પીબલ્સ, મિશેલ મેયર અને દેદિયર ક્વેલોઝને ફિઝિક્સનો નોબેલ

સ્ટોકહોમઃ સ્વિડનની રાજધાની સ્ટોકહોમમાં મંગળવારે ભૌતિક શાસ્ત્ર(Physics)ના વર્ષ 2019ના નોબેલ વિજેતાઓના નામની જાહેરાત કરાઈ હતી. આ વખતે ફિઝિક્સનો નોબેલ(Physics Nobel) ત્રણ વૈજ્ઞાનિકો જેમ્સ પીબલ્સ (James Peebels), મિશેલ મેયર (Michel Mayor) અને દિદિયર ક્વેલોઝને(Didier Queloz) આપવામાં આવ્યો છે. જેમ્સ પીબલ્સને 'ભૌતિક બ્રહ્માંડ વિજ્ઞાનમાં સૈદ્ધાંતિક શોધો માટે' એનાયત કરાયો છે. જ્યારે મિશેલ મેયર અને દેદિયર ક્વેલોઝને સંયુક્ત રીતે "એક સૂર્ય પ્રકારના તારાની પરિક્રમા કરતા અક્ઝોપ્લેનેટની શોધ માટે" નોબેલ પ્રાઈઝ અપાયો છે. 

રોયલ સ્વિડીશ એકેડમી ઓફ સાયન્સિસે(Royal Swidish Acadamy of Sciences) ફિઝિક્સના નોબેલ વિજેતાઓના નામની જાહેરાત કરતા જણાવ્યું કે, નોબેલ ઈનામની 9 મિલિયન સ્વીડીશ ક્રોનોર (7,40,000 પાઉન્ડ)ની રકમમાંથી અડધી રકમ કેનેડાના વૈજ્ઞાનિક પીબલ્સને આપવામાં આવશે. જ્યારે બાકીની અડધી રકમ સંયુક્ત રીતે મેયર અને ક્વેલોઝને આપવામાં આવશે.

— The Nobel Prize (@NobelPrize) October 8, 2019

જેમ્સ પીબલ્સનું યોગદાન
ફિઝિક્સનો નોબેલ જીતનારા કેનેડાના વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સે બ્રહ્માંડ વિજ્ઞાન()માં વિસ્તૃત સંશોધન કરીને સંશોધનના સમગ્ર ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપ્યું છે. તેમણે બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ ક્ષેત્રમાં વિશેષ સંશોધન કર્યું છે અને છેલ્લા 50 વર્ષથી બ્રહ્માંડ વિજ્ઞાન ક્ષેત્રે સંશોધનનો પાયો નાખ્યો છે. 

He is Albert Einstein Professor of Science at Princeton University @Princeton.https://t.co/CXR97A2roc pic.twitter.com/AtTHYM8q2m

— The Nobel Prize (@NobelPrize) October 8, 2019

મિશેલ મેયર અને દેદિયર ક્વેલોઝનું યોગદાન 
મિશેલ મેયર અને દેદિયર ક્વેલોઝે ઓક્ટોબર, 1995માં સૌ પ્રથમ એ શોધ કરી હતી કે સૌર મંડળથી બહાર પણ એક તારો છે, જેનું પોતાનું એક સૌર મંડળ છે, જેનું નામ મિલ્કી વે(Milky Way) છે. દક્ષિણ ફ્રાન્સમાં હોટે-પ્રોવેન્સ ઓબ્ઝર્વેટરીમાં તેમણે હાથે બનાવેલા સાધનોની મદદથી 51 Pegasi b નામનો એક તારો શોધી કાઢ્યો હતો, જે અપણા સૌર મંડળના તારા ગુરૂ કરતાં પણ મોટો છે અને ગેસથી ભરેલો ગોળો છે. 

He is a professor at the University of Geneva @UNIGEnews and the University of Cambridge @cambridge_unihttps://t.co/2veh6D86hk#NobelPrize pic.twitter.com/N1ZvW2HBwF

— The Nobel Prize (@NobelPrize) October 8, 2019

આ સંશોધને ખગોળશાસ્ત્રમાં એક નવી ક્રાંતિ લાવી દીધી હતી અને ત્યાર પછી મિલ્કી વે(Milky Way)માં 4,000થી પણ વધુ તારાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. એક નવી જ દુનિયાની હજુ પણ શોધ ચાલી રહી છે, જેમાં અક્લપનીય ગ્રહો અને તારાઓ છે. તેમણે આપણા ઉપગ્રહ વ્યવસ્થા અંગેના વિચારોનો પડકાર્યા હતા અને વૈજ્ઞાનિકોને ઉપગ્રહો અંગેની પોતાની થિયરીઓમાં નવેસરથી ફેરફાર કરવા માટે મજબુર કર્યા હતા. તેમની આ શોધના કારણે હવે નવા સૌર મંડળ અને નવા ઉપગ્રહો-તારાઓ શોધવાની દિશામાં કામ ચાલી રહ્યું છે, જેનાથી પૃથ્વીથી બહાર પણ જીવન શક્ય છે એ સવાલનો જવાબ પણ મળશે. 

He is a professor at the University of Geneva @UNIGEnews. pic.twitter.com/y7EhuUZs4r

— The Nobel Prize (@NobelPrize) October 8, 2019

મેડિસિનનો નોબેલ 
સોમવારે ફિઝિયોલોજી અથવા મેડિસિન(ચિકિત્સા)ના ક્ષેત્રનો વર્ષ 2019નો નોબેલ પુરસ્કાર બે અમેરિકન અને એક બ્રિટિશરને સંયુક્ત રીતે એનાયત કરાયો છે. અમેરિકાના બે સંશોધક વિલિયમ જે કેલિન જુનિયર અને સર પીટર જે. રેટક્લીફ તથા બ્રિટિશર સંશોધક ગ્રેગ એલ. સેમેન્ઝાને સોમવારે 'કોશિકાઓની કામ કરવાની પદ્ધતિ અને ઓક્સિજનને ગ્રહણ કરવાની પદ્ધતિ'ની શોધ કરવા બદલ નોબેલ એવોર્ડ માટે પસંદ કરાયા છે. ચિકિત્સાનો નોબેલ પારિતોષિક જાહેર કરતા જ્યુરીએ ટાંક્યું છે કે, "તેમણે પોતાના સંશોધન દ્વારા એ સાબિત કર્યું છે કે ઓક્સિજનનું પ્રમાણ કેવી રીતે આપણી કોશિકાઓ અને શારીરિક ક્રિયાઓને પ્રભાવિત કરે છે. સાથે જ એનિમિયા, કેન્સર અને અન્ય રોગોના ઈલાજની નવી પદ્ધતિ માટે નવો માર્ગ પ્રશસ્ત કર્યો છે."

નોબેલ પ્રાઈઝ 
દર વર્ષે નોબેલ પારિતોષિક વિજેતાઓના નામની જાહેરાત ઓક્ટોબરના બીજા સપ્તાહમાં કરવામાં આવતી હોય છે. આ વર્ષે 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન મેડિસિન, રસાયણ, ભૌતિક, અર્થશાસ્ત્રી, સાહિત્ય અને વિશ્વ શાંતિના નોબેલ પારિતોષિક વિજેતાઓની જાહેરાત કરાશે. આ વર્ષે સ્વીડિશ એકેડમી સાહિત્યના પુરસ્કાર માટે વર્ષ 2018 અને 2019ના વિજેતાની જાહેરાત કરશે. 2018માં યૌન શોષણના આરોપો બાદ સાહિત્યના નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઈ ન હતી. નોબેલ વિજેતાઓનું દર વર્ષે સ્કોટહોમ(સ્વીડન)માં 10 ડિસેમ્બરના રોજ એક ભવ્ય સમારોહમાં સન્માન કરવામાં આવે છે. નોબેલ પુરસ્કારની સ્થાપના વર્ષ 1901માં થઈ હતી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news