ત્રીજી લહેરના અણસાર! કોરોનાનો મળ્યો નવો વેરિએન્ટ, ચપેટમાં આવ્યા આટલા લોકો
ત્રીજી લહેર (Corona Third Wave) ની આશંકા વચ્ચે કોરોનાનો નવો વેરિએન્ટ મળ્યો છે. દક્ષિણ આફ્રીકાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે મલ્ટીપલ મ્યુટેશન સાથે નવા કોરોના વેરિએન્ટ (COVID19 Variant) મળ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ત્રીજી લહેર (Corona Third Wave) ની આશંકા વચ્ચે કોરોનાનો નવો વેરિએન્ટ મળ્યો છે. દક્ષિણ આફ્રીકાના વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે મલ્ટીપલ મ્યુટેશન સાથે નવા કોરોના વેરિએન્ટ (COVID19 Variant) મળ્યો છે. આ પહેલાં ડબ્લ્યૂએચઓ (WHO) ના યૂરોપ ઓફિસ દ્રારા આગામી થોડા દિવસોમાં કોવિડ 19 થી મોતના કેસ વધવાની આશંકા વ્યક્ત કરી હતી.
અત્યાર સુધી મળ્યા આટલા કેસ
નેશનલ ઇંસ્ટીટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિજીજ દ્રારા આપવામાં આવેલી જાણકારી અનુસાર વૈજ્ઞાનિક આ નવા કોરોના વેરિએન્ટના સંભવિત પ્રભાવોને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જીનોમિક સીકેંસિંગ બાદ ખબર પડે છે કે વેરિએન્ટ બી 1.1.529 અત્યાર સુધી 22 કેસ આવી ચૂક્યા છે. આ પહેલાં પણ દક્ષિણ આફ્રિકીમાં કોરોના વેરિએન્ટ મળી આવ્યા છે. ગત વર્ષે દક્ષિણ આફ્રીકામાં સૌથી પહેલાં કોરોનાના બીટા વેરિએન્ટની ખબર પડી હતે. આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રીકામાં કોરોના વેરિએન્ટ સી.1.2 શોધી કાઢવામાં આવ્યો હતો.
53 દેશોમાં ખતરાની ઘંટી
બીજી તરફ તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના યૂરોપ ઓફિસે કહ્યું હતું કે પૂર્વાનુમાનો અનુસાર 53 દેશોમાં આગામી વસંત સુધી કોરોના વાયરસ મહામારી (Coronavirus) થી સાત લાખ અને લોકોના મોત થઇ શકે છે. ડબ્લ્યૂએચઓ યૂરોપનું યૂરોપ ઓફિસ ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં છે. કોરોનાના કેસ વધવાની આશંકા વચ્ચે WHO એ કહ્યું કે નબળી ઇમ્યુનિટીવાળા, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને સ્વાસ્થ્યકર્મીઓ સહિત સૌથી વધુ સંવેદનશીલ વસ્તીને રસીનો બૂસ્ટર ડોઝ આપવાની પ્રાથમિકતા આપવી જોઇએ.
સ્થિતિ ખૂબ જ ગંભીર
ડબ્લ્યૂએચઓએ લોકોને રસી લગાવવા અને યોગ્ય સાફ સફાઇનું ધ્યાન રાખવાની અપીલ કરતાં પરસ્પર એક નિશ્વિત અંતર બનાવી રાખવા માટે કહ્યું છે, જેથી વાયરસને ફેલાતો અટકાવી શકાય. ડબ્લ્યૂએચઓ યૂરોપના ક્ષેત્રીય નિર્દેશક ડો ક્લૂઝેએ એક નિવેદનમાં કહ્યું કે 'આજે આખા યૂરોપ અને મધ્ય એશિયામાં કોવિડ 19ની સ્થિતિ ખૂબ ગંભીર છે. અમારી સામે આવનાર ઠંડીનો પડકાર છે, પરંતુ અમે આશા છોડી નથી કારણ કે અમે બધા સરકરો, સ્વાસ્થ્ય અધિકારી અને સામાન્ય લોકો મહામારી પર કાબૂ મેળવવામાં નિર્ણાયક કાર્યવાહી કરી શકીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે