કોરોનાની સારવારમાં આ એન્ટિવાયરલ દવાઓએ દાખવી કમાલ, સંક્રમણને ઘટાડવામાં યોગ્ય: સ્ટડી
ત્રણ દવાઓને ભેગી કરીને કરવામાં આવેલા પ્રથમ પરીક્ષણના તારણો અનુસાર, કોવિડ-19 (Covid-19)ના લક્ષણ દેખાવાના સાત દિવસની અંદર શરૂ કરવામાં આવેલા બે સપ્તાહના આ એન્ટિવાયરલ સારવારથી દર્દીઓના સ્વસ્થ થવાની પ્રક્રિયામાં સુધારો આવી શકે છે અને હોસ્પિટલમાં રહી સારવાર કરવાની અવધિ ઘટાડી શકાય છે.
Trending Photos
બેઇજિંગ: ત્રણ દવાઓને ભેગી કરીને કરવામાં આવેલા પ્રથમ પરીક્ષણના તારણો અનુસાર, કોવિડ-19 (Covid-19)ના લક્ષણ દેખાવાના સાત દિવસની અંદર શરૂ કરવામાં આવેલા બે સપ્તાહના આ એન્ટિવાયરલ સારવારથી દર્દીઓના સ્વસ્થ થવાની પ્રક્રિયામાં સુધારો આવી શકે છે અને હોસ્પિટલમાં રહી સારવાર કરવાની અવધિ ઘટાડી શકાય છે.
ધ લાંસેટ પત્રિકામાં પ્રકાશિત થયેલા આ સંસોધનમાં હોંગકોંગની 6 સરકારી હોસ્પિટલના 127 પુખ્ત વયના લોકોનો સમાવેશ થયા છે અને કોરોના વાયરસના સંક્રમણને ઘટાડવા એન્ટિવાયરલ ડ્ર્ગની અસરકારકતાની તપાસ કરવામાં આવી છે.
સંશોધનકારોના જણાવ્યા મુજબ, સારવારમાં ઇંટરફેરોન બીટા -1 બી, એન્ટિવાયરલ દવાઓ લોપીનાવીર-રીટોનાવીર અને રીબાવિરિનનું મિશ્રણ હતું. આ સંયોજન લોપીનાવીર-રીથોનાવીર કરતા સંક્રમણ ઘટાડવામાં વધુ સારું સાબિત થયું.
તેમણે ત્રીજા ચરણમાં વિસ્તૃત પરીક્ષણની જરૂરીયાત પર ભાર મૂક્યો જેથી ગંભીર રીતથી બિમાર દર્દીઓની સારવારમાં આ ત્રણ દવાઓના સંયોજનના પ્રભાવની તપાસ કરી શકે. તેમણે કહ્યું કે, આ પ્રારંભિક તારણો માત્ર હળવા બિમાર વ્યક્તિની સારવારથી લેવામાં આવ્યા છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે લોપીનાવીર-રિટોનવીરની સરખામણીએ આ દવાઓ સાથેની સારવારમાં સુધારો થયો છે અને લોકો ઓછા સમય માટે હોસ્પિટલોમાં રહી શકે છે. (ઇનપુટ: ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે