NASA Moon Mission 2022: ધરતીથી 58 હજાર માઇલ દૂરથી કેવી દેખાઇ છે પૃથ્વી? NASA ના મિશન મૂન પરથી મોકલી મનોહર તસવીર
Artemis 1 Moon Mission: અંતરિક્ષ વિજ્ઞાનમાં પોતાની બાદશાહત યથાવત રાખવા માટે અમેરિકાએ ફરે મૂન મિશન રવાના કર્યું છે. આ મિશને ધરતી પરથી 58 હજાર માઇલથી મનોહારી તસવીર મોકલી છે.
Trending Photos
NASA Latest Mission Moon: અમેરિકાના ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી 16 નવેમ્બરના રોજ લોન્ચ થયેલા ચંદ્રમા મિશન આર્ટેમિસ-1 (Artemis 1) એ શાનદાર તસવીરો મોકલવાનું શરૂ કર્યું છે. આ મિશન લોન્ચિંગ દરમિયાન નાસાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે નાસાના શક્તિશાળી રોકેટ ઓરિયન (Orion) આ સ્પેસક્રાપ્ટને અંતરિક્ષ લઇ જવામાં આવ્યું, ત્યારબાદ આર્ટેમિસ-1 એ પોતાને ક્રાયોજેનિક પ્રોપલ્શન સ્ટેજ (ICPS) થી અલગ કરી લીધું અને હવે તે ચંદ્રમાની કક્ષા તરફ જઇ રહ્યું છે. પૃથ્વીથી ચંદ્રમાની યાત્રા દરમિયાન આર્ટેમિસ-1 એ પૃથ્વી ગ્રહની તસવીરો મોકલી છે.
આર્ટેમિસ-1 (Artemis 1) મોકલવામાં આવેલી પૃથ્વીની આ તસવીર્રો ધરથીથી 58,000 માઇલ દૂરથી ખેંચવામાં આવી છે. આ ફોટોને ખેંચવા માટે ઓરિયને વિશેષ કેમેરાનો ઉપયોગ કર્યો છે. આ સાથે જ આ ચંદ્રમા મિશનની એકમાત્ર કમાન્ડર Moonikin Campos ની તસવીર પણ જાહેર કરી છે. તે Orion Capsule માં બેઠી છે. Moonikin Campos નાસાના ચંદ્રમા મિશન પર જનાર પ્રથમ મહિલા છે. ફોટામાં સર્વાઇવલ સૂટ પહેરેલી જોવા મળે છે.
ઓરિયનના ઓનબોર્ડ કેમેરાએ પૃથ્વીના ઘણા અનોખા દ્રશ્ય ફોટા દ્વારા મોકલ્યા છે. આ મિશનમાં સાથે જઇ સાથે જઇ રહેલા રોકેટ અને સ્પેસક્રાફ્ટ બંને હાઇટેક મલ્ટી-કેમેરાઝથી સજ્જ છે. જેના દ્વારા આ મિશનના મહમત્વપૂર્ણ ડેટા અને ફોટા એકઠા કરવામાં આવી રહ્યા છે. નાસા અનુસાર ઓરિયન સ્પેસક્રાફ્ટ લગભગ 1.3 મિલિયન માઇલનું અંતર કાપીને ચંદ્રમા પર પહોંચશે.
વિજળી માટે સતત લગાવવામાં આવ્યા 4 સોલાર વિંગ
ઓરિયન સ્પેસક્રાફ્ટને એનર્જી આપવા માટે તેમાં 4 સોલાર વિંગ અને 3 પેનલ લગાવવામાં આવી છે. જેથી 25 દિવસ સુધી ચાલનાર મિશન માટે વિજળી સપ્લાય કરવામાં આવશે. આટલા સોલાર પેનલથી 3 રૂમવાળા ઘરને પણ સરળતાથી પ્રકાશિત કરી શકે છે.
New views of planet Earth from @NASA_Orion as #Artemis I journeys to the Moon. Orion is 9.5 hours into a 25.5-day test flight. pic.twitter.com/CBaA4ZOK4X
— NASA (@NASA) November 16, 2022
દુનિયાનું અત્યાર સુધી શક્તિશાળી રોકેટ
નાસાના આર્ટેમિસ 1 સ્પેસ લોન્ચ સિસ્ટમ રોકેટ ચંદ્રમા મિશન પર જનાર દુનિયાનું અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ છે. આ Saturn V રોકેટની તુલનામાં 15 ટકા વધુ ફાસ્ટ ગતિથી ઉડે છે. અમેરિકાએ Saturn V રોકેટ ગત સદીમાં ચંદ્રમા પર મોકલ્યું હતું.
આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે