નાસાએ 2024 માટે જાહેર કરી ડરામણી ચેતવણી, કહ્યું- અત્યારથી થઈ જાવ સાવધાન

નાસા પ્રમાણે આ વર્ષે જુલાઈ મહિનામાં વર્ષ 1880 બાદ સૌથી ભયાનક ગરમી જોવા મળી છે. તેનું મુખ્ય કારણ કાર્બન ઉત્સર્જનને કારણે થઈ રહેલ જળવાયુ પરિવર્તન ગણાવવામાં આવ્યું છે. 
 

નાસાએ 2024 માટે જાહેર કરી ડરામણી ચેતવણી, કહ્યું- અત્યારથી થઈ જાવ સાવધાન

ન્યૂયોર્કઃ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ આગામી વર્ષ 2024ને લઈને ડરામણી ચેતવણી જાહેર કરી છે. નાસા અનુસાર આગામી વર્ષે દુનિયાભરમાં ભયાનક ગરમી પડવાની છે. ભારે ગરમીને કારણે મોટી સંખ્યામાં લોકોના જીવ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નાસાએ કહ્યું કે લોકોએ આ ગરમીથી બચવાની તૈયારી અત્યારથી શરૂ કરી દેવી જોઈએ. વિલંબ થવા પર ખતરો વધી શકે છે. 

જુલાઈ સૌથી ગરમ મહિનો
નાસા પ્રમાણે 1880 બાદ આ વર્ષે જુલાઈ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો હતો. તેના કારણે આગામી વર્ષે વધુ ગરમીની સંભાવના છે. આ વર્ષે 3 જુલાઈથી લઈને 7 ઓગસ્ટ એટલે કે સતત 36 દિવસ સુધી ભયાનક તાપમાન નોંધાયું છે. નાસા પ્રમુખ બિલ નેલ્સન પ્રમાણે આ વર્ષે અબજો લોકોએ અતિ ગરમી સહન કરી છે. 

જળવાયુ પરિવર્તનનું સંકટ
બિલે કહ્યુ કે અમેરિકા હોય કે કોઈ અન્ય દેશ બધા આ સમયે જળવાયુ પરિવર્તનના સંકટનો સામનો કરી રહ્યાં છે. બધાએ આ વાત સમજવી પડશે, બાકી ધરતી રહેવા લાયક બચશે નહીં. દુનિયાભરમાં જળવાયુ પરિવર્તનને કારણે ક્યાંક આગ તો ક્યાંક પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. અનેક પ્રકારની આપદાઓ સામે આવી રહી છે. 

શું છે સંકટનું કારણ?
દુનિયાભરમાં વધી રહેલા પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન અને અલ-નીનોના પ્રભાવે જળવાયુ પરિવર્તનના સંકટને વધારી દીધુ છે. અમેરિલાથી લઈને ચીન સુધી ભયાનક ગરમી પડી રહી છે. સામાન્યથી વધી ગરમીને કારણે કેનેડા, અમેરિકા અને યુરોપના જંગલોમાં આગ લાગી રહી છે. તો ઘણી જગ્યાએ મોનસૂની તોફાને સ્થિતિ ખરાબ કરી છે. રિપોર્ટ પ્રમાણે ચીનમાં ગરમીને કારણે ઘણા લોકોના જીવ ગયા છે. બર્કલેના પર્યાવરણવિગ જેકે હોસફાધર અનુસાર, આગળ ચાલી વધુ ભયાનક આપદાઓ આવવાની છે. દાયકાઓની ચેતવણી છતાં અશ્મિભૂત ઇંધણનો પ્રયોગ બંધ થઈ રહ્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news