Signal App ની કમાન હવે WhatsApp ના સહ સંસ્થાપકના હાથમાં, જાણો હવે શું ફેરફાર થશે

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ સિગ્નલ(Signal)ના સ્થાપક અને CEO મોક્સી માર્લિન્સપાઈકે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક બ્લોગ પોસ્ટમાં આ વિશે જણાવ્યું. રસપ્રદ વાત એ છે કે, WhatsAppના સહ-સ્થાપક બ્રાયન એક્ટન(Brian Acton) સિગ્નલના વચગાળાના CEO બનશે.

Signal App ની કમાન હવે WhatsApp ના સહ સંસ્થાપકના હાથમાં, જાણો હવે શું ફેરફાર થશે

નવી દિલ્લીઃ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ સિગ્નલ(Signal)ના સ્થાપક અને CEO મોક્સી માર્લિન્સપાઈકે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક બ્લોગ પોસ્ટમાં આ વિશે જણાવ્યું. રસપ્રદ વાત એ છે કે, WhatsAppના સહ-સ્થાપક બ્રાયન એક્ટન(Brian Acton) સિગ્નલના વચગાળાના CEO બનશે. Moxie Marlinspike એક બ્લોગ પોસ્ટમાં આ વિશે લખ્યું છે. બ્લોગ પોસ્ટમાં તેમણે કહ્યું છે કે આ નવું વર્ષ છે અને સિગ્નલના CEO તરીકે તેમને બદલવાનો આ યોગ્ય સમય છે. તેમણે કહ્યું કે તેઓ હાલમાં સિગ્નલ બોર્ડનો હિસ્સો બનીને રહેશે.

Moxie Marlinspikeએ વધુમાં કહ્યું કે તેઓ કાયમી CEO માટે ઉમેદવારની શોધમાં છે. તમને જણાવી દઈએ કે બ્રાયન એક્ટને 2009માં વોટ્સએપ બનાવ્યું હતું. તે પછીથી વર્ષ 2014માં મેટા પ્લેટફોર્મ્સ (ત્યારે ફેસબુક) દ્વારા ખરીદવામાં આવ્યું હતું.

સિગ્નલની વેબસાઈટ અનુસાર, બ્રાયન એક્ટને 2017માં ગ્રાહકોના ડેટા અને લક્ષ્યાંકિત જાહેરાતો પરના મતભેદોને કારણે WhatsAppને છોડી દીધું હતું. ફેબ્રુઆરી 2018માં, તેમણે મોક્સી સાથે નોન-પ્રોફિટ સિગ્નલ ફાઉન્ડેશનની શરૂઆત કરી.

તમને જણાવી દઈએ કે WhatsAppની જેમ સિગ્નલ પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મ છે. Twitter Incના સહ-સ્થાપક જેક અને વ્હીસલ બ્લોઅર પ્રાઈવસી એડવોકેટ એડવર્ડ સ્નોડેન દ્વારા પણ તેનો પ્રચાર કરવામાં આવ્યો છે. વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી બાદ યુઝર્સ સિગ્નલ અને ટેલિગ્રામનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. આ બંને ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપને WhatsAppની નવી ગોપનીયતા નીતિથી સૌથી વધુ ફાયદો થયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news