માયાવતી નહીં લડે વિધાનસભા ચૂંટણી, BSP એ કરી જાહેરાત

UP Election 2022: સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજવાદી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. બીએસપી કોઈ સાથે ગઠબંધન કરશે નહીં.

માયાવતી નહીં લડે વિધાનસભા ચૂંટણી, BSP એ કરી જાહેરાત

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (UP Assembly Election) પહેલા બીએસપી (BSP) એ મોટી જાહેરાત કરી છે. બીએસપી સુપ્રીમો માયાવતીએ (Mayawati) ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે. માયાવતી સિવાય બીએસપીના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા (Satish Chandra Mishra) પણ ચૂંટણી લડશે નહીં. 

મારા પરિવારમાંથી કોઈ ચૂંટણી લડશે નહીંઃ સતીશ ચંદ્ર મિશ્રા
બહુજન સમાજવાદી પાર્ટીના (Bahujan Samaj Party) નેતા સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યુ કે, બીએસપી સુપ્રીમો માવાયતી ચૂંટણી લડવાનું નહીં પરંતુ લડાવવાનું કામ કરશે. હું યૂપી વિધાનસભાની ચૂંટણી લડીશ નહીં. મારી પત્ની કલ્પના મિશ્રા અને મારો પુત્ર કપિલ મિશ્રા પણ ચૂંટણી લડશે નહીં. માયાવતીનો ભત્રીજો આકાશ આનંદ પણ ચૂંટણી નહીં લડે. 

યૂપીમાં બનશે બીએસપીની સરકાર
સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યુ કે, ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજવાદી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ભાજપ અને સમાજવાદી પાર્ટી બીજા અને ત્રીજા નંબરની લડાઈ લડી રહ્યાં છે. ચૂંટણી પહેલા અને બાદમાં કોઈ સાથે બીએસપી ગઠબંધન કરશે નહીં. 

બીએસપીને મળશે બ્રાહ્મણોનો સાથઃ મિશ્રા
તેમણે આગળ કહ્યું કે, યૂપીના બ્રાહ્મણ અમારી સાથે છે. ભાજપની સાથે તો બ્રાહ્મણ ન જઈ શકે. તો સમાજવાદી પાર્ટી સાથે બ્રાહ્મણ ક્યારેય રહ્યાં નથી. ભાજપ સરકારમાં બ્રાહ્મણ સમાજના 500થી વધુ લોકોની હત્યા થઈ છે. 100થી વધુ એનકાઉન્ટર થયા. બ્રાહ્મણ સમાજ પહેલા જોઈ ચુક્યો છે કે બીએસપીએ કઈ રીતે તેનું સન્માન વધાર્યું હતું. ભલે તે અધિકારીઓની વાત હોય કે 15 એમએલસી બનાવવાની વાત હોય, કે કેબિનેટ મંત્રીનો દરજ્જો આપીને ચેરમેન બનાવવાની વાત હોય કે ઉત્તર પ્રદેશમાં 4 હજારથી વધુ સરકારી વકીલ બનાવવાની વાત હોય, બધી જગ્યાએ બ્રાહ્મણોને સન્માન આપવામાં આવ્યું હતું. 

સતીશ ચંદ્ર મિશ્રાએ કહ્યુ કે, યૂપીમાં બ્રાહ્મણ 12 નહીં પરંતુ 16 ટકા છે. 1-2 ટકાને છોડીને બ્રાહ્મણ સમાજ અમારી સાથે છે. 1-2 ટકા માત્ર વ્યક્તિગત કારણને લીધે બીજી તરફ જઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news