આ નાનકડા દેશમાં બોલાય છે સૌથી વધુ ભાષાઓ! ચોથા નંબરે ભારત; જુઓ સંપૂર્ણ યાદી

Most Languages Spoken In The World: બહુ ઓછા લોકો જાણે છે કે ભારતમાં લોકો કેટલી ભાષાઓમાં બોલે છે. ચાલો આજે તમને જણાવીએ કે દુનિયાનો કયો દેશ છે જ્યાં સૌથી વધુ ભાષાઓ બોલાય છે.

આ નાનકડા દેશમાં બોલાય છે સૌથી વધુ ભાષાઓ! ચોથા નંબરે ભારત; જુઓ સંપૂર્ણ યાદી

Number of languages by country: આપણે બધા જાણીએ છીએ કે ભારતના વિવિધ રાજ્યોમાં લોકો એકબીજા સાથે વિવિધ ભાષાઓમાં વાત કરે છે. એટલું જ નહીં, ઘણા રાજ્યોમાં અમુક કિલોમીટરના અંતરે ભાષાઓ બદલાય છે. હિન્દી ભારતમાં સૌથી વધુ પ્રચલિત અને મુખ્ય ભાષા છે, પરંતુ આ સિવાય પંજાબી, તેલુગુ, તમિલ, કન્નડ, ઉડિયા, મલયાલમ, બંગાળી જેવી ઘણી ભાષાઓ છે. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે ભારતમાં લોકો કેટલી ભાષાઓમાં વાત કરે છે. ચાલો આજે તમને જણાવીએ કે દુનિયાનો કયો દેશ છે જ્યાં સૌથી વધુ ભાષાઓ બોલાય છે.

🇵🇬 Papua New Guinea: 840
🇮🇩 Indonesia: 710
🇳🇬 Nigeria: 524
🇮🇳 India: 453
🇺🇸 USA: 335
🇦🇺 Australia: 319
🇨🇳 China: 305
🇲🇽 Mexico: 292
🇨🇲 Cameroon: 275
🇧🇷 Brazil: 228
🇨🇦 Canada: 195
🇵🇭 Philippines: 191
🇷🇺 Russia: 159
🇩🇪 Germany: 95
🇵🇰 Pakistan: 85
🇬🇧…

— World of Statistics (@stats_feed) June 24, 2023

ભારતમાં નહીં પણ પાપુઆ ન્યુ ગિનીમાં સૌથી વધુ ભાષા બોલાય છે
ટ્વીટર પર વારંવાર આંકડાઓને લઈને પોતાનો ડેટા આપતા એક ઓફિશિયલ એકાઉન્ટે આ અંગે માહિતી આપી છે, જેના 20 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ માહિતી અનુસાર, ભારત આ યાદીમાં ટોપ-10માં છે પરંતુ પ્રથમ સ્થાન પર નથી. તમે પહેલા નંબર પર રહેલા દેશનો અંદાજ પણ નહી લગાવી શકો કારણ કે તે ખૂબ જ નાનો દેશ છે, જ્યાં સૌથી વધુ ભાષાઓ બોલાય છે. પહેલા નંબર પર ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાની નજીકનો દેશ છે જેનું નામ છે પપુઆ ન્યુ ગિની. આ દેશમાં સૌથી વધુ ભાષાઓ બોલાય છે.

પુરુ લિસ્ટ જોઈ તમારા હોંશ ઉડી જશે
વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ (@stats_feed) નામના ટ્વિટર પર આ એકાઉન્ટ શેરિંગ ડેટા અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીમાં 840 ભાષાઓ બોલાય છે. જ્યારે ઈન્ડોનેશિયા બીજા નંબર પર છે. અહીં 710 ભાષાઓ બોલાય છે, જ્યારે ત્રીજો આફ્રિકન દેશ નાઈજીરિયા છે. અહીં 524 ભાષાઓ છે. આ પછી ભારતનો નંબર આવે છે. ભારતમાં 453 ભાષાઓ બોલાય છે, જ્યારે અમેરિકા પાંચમા (335 ભાષાઓ) પર છે. છઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા (319), સાતમા ક્રમે ચીન (305), આઠમા ક્રમે મેક્સિકો (292), નવમા ક્રમે કેમરૂન (275) અને દસમા ક્રમે બ્રાઝિલ (228) છે.

આ પણ વાંચો:
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
ખબર છે... કયા સમયે પાણી પીવું યોગ્ય અને કયા સમયે ઝેર સમાન? વાંચી લો
મહિલાઓ માટે ખાસ કામની આ છે ટિપ્સ, હેરફોલથી બચવું હોય કરો આ ઉપાય, દૂર થશે સમસ્યા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news