દિગ્ગજ દવા કંપનીનો દાવો, તેમની કોરોના વેક્સીનનું અંતિમ ટ્રાયલ સફળ, 94% અસરકારક છે

દિગ્ગજ દવા કંપનીનો દાવો, તેમની કોરોના વેક્સીનનું અંતિમ ટ્રાયલ સફળ, 94% અસરકારક છે
  • મોર્ડનના જણાવ્યા અનુસાર, તેમની વેક્સીન અંતિમ તબક્કામાં 94.5 ટકા પ્રભાવી રહી છે.
  • ભારતમાં તેજીથી કોરોના વેક્સીન બનાવવા પર કામ ચાલી રહ્યું છે.

ઝી મીડિયા/બ્યૂરો :દુનિયાભરમાં કોરોના કેસના મામલે ફરી એકવાર તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ રાહતના સમાચાર પણ એ છે કે, અનેક કંપનીઓએ કોરોના વેક્સીન (Corona Vaccine) બનાવવાનો દાવો કર્યો છે. આ સંદર્ભમાં દુનિયાની દિગ્ગજ દવા બનાવતી કંપનીઓ સ્પૂતનિક અને ફાઈઝર બાદ વધુ એક કંપનીએ કોરોનાથી બચવા માટે કારગત દવા બનાવવામાં સફળતા મેળવી છે. અમેરિકન કંપની મોર્ડના (Moderna)  એ કહ્યું કે, કોરોનાથી બચવા માટે તેમની વેક્સીન પોતાની ટ્રાયલમાં 94 ટકા પ્રભાવી રહી છે. 

આ પણ વાંચો : દુકાનદારો સાવધાન, Covid-19 ને રોકવા તમારા માટે જાહેર ખાઈ ખાસ SOP

અમેરિકન વિભાગમાંથી મંજૂરીની રાહ
અમેરિકન કંપની મોર્ડના હવે ઈમરજન્સી લાઈસન્સ માટે અમેરિકા (USA), યુરોપ અને યુકે (UK) ના સરકારી માપદંડ પાસે પોતાની રસીના અંતિમ ટ્રાયલના પરિણામોનું રિપોર્ટ મોકવાના અંતિમ તબક્કામાં છે. કંપનીએ કહ્યું કે, તેઓને આશા છે કે, અમેરિકા ખાદ્ય અને ઔષધ વિભાગ 17 ડિસમ્બરે પોતાની બેઠકમાં તેમની વેક્સીનના ઉપયોગ માટે મંજૂરી આપી શકે છે.  

બ્રિટનમાં માર્ચ બાદ વેક્સીનની શક્યતા
મોર્ડનના જણાવ્યા અનુસાર, તેમની વેક્સીન અંતિમ તબક્કામાં 94.5 ટકા પ્રભાવી રહી છે. ગત સપ્તાહ આવેલી પરિણામોથી ઉત્સાહિત કંપનીએ જણાવ્યુ કે, બ્રિટનમાં માર્ચ , 2021 સુધી વેક્સીન નહિ આવી શકે. મોર્ડના વેક્સીન બનાવવા માટે અમેરિકાની સંધીય સરકારથી 2.48 અરબ અમેરિકન ડોલરનું ફંડ મળ્યું હતું. 

ભારતમાં 3 કંપનીઓનું કામ ચાલુ
ભારતમાં તેજીથી કોરોના વેક્સીન બનાવવા પર કામ ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ તાજેતરમાં અમદાવાદના Zydus કંપનીના પ્લાન્ટમાં, હૈદરાબાદમાં ભારત Bioteck અને પૂણેમાં Serum Institute ની મુલાકાત લીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, જલ્દી જ કોરોના વેક્સીનને લઈને ખુશખબરી આવી શકે છે.    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news