Microplastics found in human blood: પહેલીવાર મનુષ્યના લોહીમાંથી મળી આ વસ્તુ, આ ડરામણી ચીજથી વૈજ્ઞાનિકોના હોશ ઉડ્યા

કોમન સીઝના મુખ્ય કાર્યકારી જો રોયલે કહ્યું કે આ શોધ ખુબ જ ચિંતાજનક છે.

Microplastics found in human blood: પહેલીવાર મનુષ્યના લોહીમાંથી મળી આ વસ્તુ, આ ડરામણી ચીજથી વૈજ્ઞાનિકોના હોશ ઉડ્યા

લંડન: રિસર્ચર્સને પહેલીવાર માણસના લોહીમાંથી એક એવી વસ્તુ મળી આવી છે જેણે ચિંતામાં વધારો કર્યો છે. નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ 22 ગુમનામ સ્વસ્થ વયસ્ક વ્યક્તિઓના લોહીના નમૂનાઓનું પરીક્ષણ કર્યું જેમાંથી 17ના લોહીમાંથી માઈક્રોપ્લાસ્ટિક મળી આવ્યું. જેને સાદી ભાષામાં કહીએ તો લોહીમાંથી પ્લાસ્ટિકના ટુકડાં મળી આવ્યા. આ શોધને 'ખુબ જ ચિંતાજનક' ગણાવવામાં આવી રહી છે. 

આ અગાઉ માઈક્રોપ્લાસ્ટિક્સ માથા, આંતરડા, માતાના ગર્ભના બાળકના પ્લેસેન્ટા અને વયસ્કો તથા શિશુઓના મળમાંથી મળી આવ્યા છે. પરંતુ લોહીના નમૂનામાંથી અગાઉ ક્યારેય મળ્યા નથી. નેધરલેન્ડમાં વ્રીજે યુનિવર્સિટિટ એમ્સ્ટર્ડમમાં રિસર્ચર લેખક પ્રોફેસર ડિક વેથાકે જણાવ્યું કે આપણે અનુસંધાનનો વિસ્તાર કરવો પડશે અને નમૂના આકાર, મૂલ્યાંકન કરાયેલા પોલિમરની સંખ્યા વગેરેમાં વધારો કરવો પડશે. 

જાણો લોહીમાંથી કયું પ્લાસ્ટિક મળી આવ્યું?
જર્નલ એનવાયરમેન્ટ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત આ અભ્યાસમાં પાંચ પ્રકારના પ્લાસ્ટિક- પોલીમેથાઈલ મેથેક્રિલેટ (પીએમએમએ), પોલીપ્રોપાઈલીન (પીપી), પોલીસ્ટાઈનીન (પીએસ), પોલીઈથાઈલીન (પીઈ) અને પોલીઈથાઈલીન ટેરેફ્થેલેટ (પીઈટી) માટે પરીક્ષણ કરાયું. રિસર્ચર્સે જાણ્યું કે લોહીના 50 ટકા નમૂનાઓમાં પોલીઈથાઈલીન ટેરેફ્થેલેટ (પીઈટી) હતું. નમૂનામાં આ સૌથી પ્રચલિત પ્લાસ્ટિકનો પ્રકાર હતો. 

પીઈટી એક સ્પષ્ટ, મજબૂત અને હળવું પ્લાસ્ટિક છે. જે વ્યાપક રીતે ખાદ્ય પદાર્થો અને પીણાના પેકેજિંગ માટે ઉપયોગમાં લેવાય છે. વિશેષ રીતે સુવિધાજનક આકારના શીતળ પે પદાર્થો, જ્યૂસ, અને પાણી. માત્ર એક તૃતિયાંશ (36 ટકા) માં પોલીસ્ટાઈનિન હોય છે જેનો ઉપયોગ પેકેજિંગ અને સ્ટોરેજમાં કરાય છે. જ્યારે લગભગ એક ચતુર્થાંશ (23 ટકા) માં પોલીઈથાઈલીન હોય છે. જેનાથી પ્લાસ્ટિક વાહક બેગ બનાવવામાં આવે છે. માત્ર એક વ્યક્તિ (5 ટકા)માં પોલીમેથાઈલ મેથેક્રિલેટ હતું અને કોઈ પણ લોહીના નમૂનામાં પોલીપ્રોપાઈલીન મળ્યું નહીં. 

એક નમૂનામાં ત્રણ પ્રકારના પ્લાસ્ટિક
ચોંકાવનારી વાત એ છે કે રિસર્ચર્સને એક જ લોહીના નમૂનામાંથી ત્રણ અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક મળ્યા. લોહીના નમૂના લેવાની બરાબર પહેલા પ્લાસ્ટિકના સંપર્કમાં આવવાના કારણે તેમના લોહીમાં માઈક્રોપ્લાસ્ટિક્સવાળા હોવાના અને નહીં હોવા વચ્ચે અંતર હોઈ શકે છે. દાખલા તરીકે એક સ્વયંસેવક જેણે પોતાના લોહીમાં માઈક્રોપ્લાસ્ટિક્સ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું, તે બની શકે છે કે તેણે હાલમાં જ પ્લાસ્ટિક લાઈનવાળા કોફી કપમાં પીણું પીધુ હોય. 

માઈક્રોપ્લાસ્ટિક્સ વિવિધ માધ્યમોથી જળમાર્ગમાં પ્રવેશ કરે છે અને તરળમાં ભળી જાય છે. પાણીથી તે સમુદ્રી ભોજન દ્વારા પ્રવેશી શકે છે કે છોડ દ્વારા અવશોષિત થઈ આપણા ભોજનમાં ભળી શકે છે. માઈક્રોપ્લાસ્ટિક્સના અંતર્ગ્રહણના સ્વાસ્થ્ય પ્રભાવો વિશે વર્તમાનમાં સ્પષ્ટ નથી જો કે છેલ્લા એક વર્ષના અભ્યાસે દાવો કર્યો હતો કે મનુષ્યોમાં કોશિકા મૃત્યુ અને એલર્જીનું કારણ બની શકે છે. 

કેવી રીતે પહોંચે છે શરીર સુધી?
પ્લાસ્ટિક માનવ શરીર સુધી કેવી રીતે પહોચે? તો તે પ્લાન્ટ્સ પર આધારિત આહાર દ્વારા, પાણી કે સીફૂડ દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. 

પ્લાસ્ટિકથી કયા પ્રકારની બીમારીઓ થાય
2021ના એક અભ્યાસ મુજબ માઈક્રોપ્લાસ્ટિક માનવ સિવાયના જાનવરોમાં આંતરડાઓમાં સોજો, આંતરડામાં માઈક્રોબાયોમ ગડબડી અને અન્ય સમસ્યાઓ પેદા કરી શકે છે. તથા તે મનુષ્યોમાં સોજો આંતરડાના રોગ પેદા કરી શકે છે. આમ છતાં ગત વર્ષે પ્રકાશિત એક અન્ય અભ્યાસમાં જાણવા મળ્યું કે માઈક્રોપ્લાસ્ટિક માનવ કોશિકા મેમ્બ્રેઈનને વિકૃત કરી શકે છે અને તેમના કામકાજને પ્રભાવિત કરી શકે છે. પ્રોફેસર વેથાકે ભારપૂર્વક કહ્યું કે તેમના સંભવિત નુકસાન પર વધુ સંશોધન કરવાની જરૂર છે. 

કોમન સીઝના મુખ્ય કાર્યકારી જો રોયલે કહ્યું કે આ શોધ ખુબ જ ચિંતાજનક છે. આપણે પહેલેથી જ પ્લાસ્ટિકમાં ખાઈ રહ્યા છીએ, પીએ છીએ અને શ્વાસ લઈએ છીએ. જે સૌથી મોટી સમુદ્રી ખાઈમાં અને માઉન્ટ એવરેસ્ટના શિખર પર છે. આમ છતાં પ્લાસ્ટિકનું ઉત્પાદન 2040 સુધી બમણું કરવાનો લક્ષ્યાંક છે. 

શું હોય છે માઈક્રોપ્લાસ્ટિક
માઈક્રોપ્લાસ્ટિક પ્લાસ્ટિકના નાના ટુકડાં હોય છે. જેમનો વ્યાસ 0.2 ઈંચ (5મિમી)થી ઓછો હોય છે. કઈંક એટલા નાના હોય છે તે નરી આંખથી પણ જોઈ શકાતા નથી. વૈજ્ઞાનિક હજુ પણ આ નાના કણોના અંતર્ગ્રહણના પ્રભાવને નિર્ધારિત કરવાની કોશિશ કરી રહ્યા છે. કોમન સીઝ દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો છે. આ એક સમૂહ છે જે પ્લાસ્ટિક પ્રદૂષણને પહોંચી વળવા માટે નવી નીતિ માટે પ્રેરિત કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news