આ શખ્સના પ્રેમમાં ગળાડૂબ હતી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની
મોડેલિંગ કરિયર બનાવવા માટે મેલાનિયા યુરોપથી અમેરિકા આવી હતી. તે સમયે તેની ઉંમર 28 વર્ષની હતી. અમેરિકા આવતા પહેલા તે યુરોપમાં એક અલગ જ જીવન જીવી રહી હતી.
Trending Photos
લંડન : મેલાનિયા ટ્રમ્પ અમેરિકાની પ્રથમ મહિલા છે. હાલ તેઓ આફ્રિકા ટુરને કારણે ફરી ચર્ચામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પના મતથી હંમેશા બીજો મત ધરાવનાર મેલાનિયા અને ટ્રમ્પના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા. આ પહેલા બંનેએ એકબીજાને અંદાજે 7 વર્ષ સુધી ડેટ કર્યું હતું. પરંતુ ટ્રમ્પ સાથે સંબંધમાં આવતા પહેલા મેલાનિયા અન્ય શખ્સને ડેટ કરી રહી હતી. જોકે, આ શખ્સ અમેરિકાનો નહિ, પરંતુ યુરોપનો છો. મેલાનિયા ખુદ પણ અમેરિકાની નથી. તે પોતાના સમયની ફેમસ મોડલ હતી. અમેરિકામાં તે મોડલ બનવા માટે આવી હતી. પરંતુ બાદમાં તેમનો ટ્રમ્પ સાથે રોમાન્સ શરૂ થયો હતો, જે લગ્ન સુધી પહોંચ્યો હતો.
મેલાનિયા અને ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની સાથે 1998માં રિલેશનશિપમાં હતા. મોડેલિંગ કરિયર બનાવવા માટે મેલાનિયા યુરોપથી અમેરિકા આવી હતી. તે સમયે તેની ઉંમર 28 વર્ષની હતી. અમેરિકા આવતા પહેલા તે યુરોપમાં એક અલગ જ જીવન જીવી રહી હતી. તે પોતાનું હોમટાઉન જુલ્બજાના ઉપરાંત પેરિસ અને મિલાનમાં પણ થોડો સમય રહી હતી. પરંતુ પોતાનું કરિયર બનાવવા માટે અમેરિકા આવી અને બે વર્ષ બાદ જ ટ્રમ્પના પ્રેમમાં પડી ગઈ. તે પહેલા તે યુરોપમાં એક શખ્સ સાથે પ્રેમમાં હતી. જેનું નામ જ્યુર જોરિક હતું.
1991માં મેલાનિયા ટ્રમ્પ અને ડોનાલ્ડ ટ્રમ્પ. ફોટો :રોયટર્સ
2016માં એબીસીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જ્યુરે સ્વીકાર્યું હતું કે, જ્યારે મેલાનિયા અને તે સ્લોવેનિયામાં 1991માં રહેતા હતા, તે સમયે બંનેએ એકબીજાને લાંબો સમય ડેટ કર્યા હતા. જ્યુરે આ સમયને યાદ કરતા કહ્યું કે, અમારી મુલાકાત ફિલ્મી સ્ટાઈલમાં થઈ હતી. એક દિવસે જ્યારે તે રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે તેને જોઈને જ હું તેના પર ફિદા થઈ ગયો હતો. તેની સુંદરતા પર હું મરતો હતો. મેં મારા જીવનમાં આટલી સુંદર યુવતી પહેલા ક્યારેય જોઈ ન હતી. હું પાછો વળ્યો અને તેના બાદ મેં તેનો પીછો કર્યો હતો.
જ્યુરના જણાવ્યા અનુસાર, તેના બાદ અનેક મહિનાઓ સુધી બંનેએ ડેટ કરી હતી. તેણે કહ્યું કે, મેલાનિયા હંમેશાથી જ વિદેશ જવા માંગતી હતી. પરંતુ તેનું સપનુ અમેરિકા જવાનું ન હતું. તે મિલાન કે પેરિસ જવા માંગતી હતી. જોકે, ટ્રમ્પ પરિવારના પ્રવક્તાએ આ શખ્સના આરોપોને નકારી કાઢ્યા હતા. ત્યારે કહેવાયું હતું કે, આ શખ્સ ટ્રમ્પ પરિવારની પ્રતિષ્ઠાને બગાડવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે