પાકિસ્તાન પ્લેન ક્રેશમાં પાયલોટે MayDay MayDayબુમો કેમ પાડી? 2 જણાનો આબાદ બચાવ થયો !

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) નું એક યાત્રી વિમાન શુક્રવારે જિન્ના આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. વિમના લાહોરથી કરાંચી જઇ રહ્યું હતું. લેન્ડિંગ પહેલા વિમાન રહેણાંક વિસ્તારમાં તુટી પડ્યું. આ દુર્ઘટનામાં 98 લોકોનાં મોત થયાનો પ્રાથમિક આંકડો સામે આવ્યો છે. જેના પરથી માહિતી મળે છે કે, પાયલોટ વિમાનની ખરાબીની વાત કરતો હતો અને સહાયતા માંગી રહ્યો હતો. જો કે અચાનક વિમાન લેન્ડ કરવાનાં બદલે રહેણાંક વિસ્તારમાં તુટી પડ્યું. 
પાકિસ્તાન પ્લેન ક્રેશમાં પાયલોટે MayDay MayDayબુમો કેમ પાડી? 2 જણાનો આબાદ બચાવ થયો !

ઇસ્લામાબાદ : પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) નું એક યાત્રી વિમાન શુક્રવારે જિન્ના આંતરરાષ્ટ્રીય હવાઇ મથક પર દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. વિમના લાહોરથી કરાંચી જઇ રહ્યું હતું. લેન્ડિંગ પહેલા વિમાન રહેણાંક વિસ્તારમાં તુટી પડ્યું. આ દુર્ઘટનામાં 98 લોકોનાં મોત થયાનો પ્રાથમિક આંકડો સામે આવ્યો છે. જેના પરથી માહિતી મળે છે કે, પાયલોટ વિમાનની ખરાબીની વાત કરતો હતો અને સહાયતા માંગી રહ્યો હતો. જો કે અચાનક વિમાન લેન્ડ કરવાનાં બદલે રહેણાંક વિસ્તારમાં તુટી પડ્યું. 

પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર પાયલોટે એર ટ્રાફીક ટંર્લોને વિમાનની ખરાબી અંગે વાત કહી હતી. ત્યાર બાદ જવાબમાં એર ટ્રાફીક કંટ્રોલની તરફથી પાયલોટને વિમાન એક ચક્કર લગાવીને લેન્ડ કરવા માટે જણાવ્યું. વિમાન લેન્ડ કરાવવા માટે બંન્ને રનવે આપવામાં આવ્યા હતા. જો કે અચાનક પાયલોટ MayDay, MayDay, MayDay કહેવા લાગ્યો હતો. વિમાન મોડલ ટાઉનમાં ક્રેસ થઇ ગયું. પાયલોટે વિમાન લેન્ડ કરાવ્યાની થોડી સેકન્ડો પહેલા જ મદદ માંગી હતી, જો કે તે સફળ રહી નહોતી. એર ટ્રાફીક કંટ્રોલર પણ ન સમજી શક્યા કે બધુ યોગ્ય હતું તો અચાનક પાયલોટ MayDay કેમ બુમો પાડવા લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મુશ્કેલ સમયમાં મદદ માંગવા માટે MayDay શબ્દનો ઉપયોગ થાય છે.

પ્લેન ક્રેશમાં 2 પેસેન્જરનો આબાદ બચાવ
આ પાકિસ્તાન વિમાન દુર્ઘટનામાં (pakistan plane crash survivor) 2 લોકોનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનામાં બેંક ઓફ પંજાબના પ્રેસિડેન્ટ જફર મસુદ (Zafar Masood) અને મોહમ્મદ જુબૈર નામનાં વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. જફર પ્લેનમાં પાછળની તરફ બેઠેલા હોવાનાં કારણે તેમનો બચાવ થયો હોવાનું અનુમાન છે. બંન્ને પેસેન્જર ન માત્ર બચી ગયા છે પરંતુ હોશમાં પણ છે. તેમને ફ્રેક્ચર સિવાય કોઇ ગંભીર ઇજા પણ નથી પહોંચી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news