પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશઃ મસુદે કહ્યું કે હું છેલ્લા 17 વર્ષમાં ક્યારેય બીમાર નથી પડ્યો

બાલાકોટમાં એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પર જ્યારે ચારેય તરફથી દબાણ વધ્યું હતું તો પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, મસૂદ અઝહર કિડનીની ગંભીર બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યો છે 
 

પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશઃ મસુદે કહ્યું કે હું છેલ્લા 17 વર્ષમાં ક્યારેય બીમાર નથી પડ્યો

નવી દિલ્હીઃ બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલી એરસ્ટ્રાઈક પછી ફરી એક વખત જૈશ-એ-મોહમ્મદનો વડો મસૂદ અઝહર સક્રિય થઈ ગયો છે. ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટ મુજબ છેલ્લા કેટલાક દિવસથી મસૂદ જૈશના આતંકીઓ સાથે બેસીને ભારત પર પુલવામા જેવો વધુ એક મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરવા જણાવી રહ્યો છે. મસુદ અઝહરે આ મીટિંગમાં એવું પણ કહ્યું કે, તે છેલ્લા 17 વર્ષમાં ક્યારેય બીમાર પડ્યો નથી કે હોસ્પિટલમાં દાખલ થયો નથી. 

મસુદ અઝહરે વધુમાં એવું પણ જણાવ્યું કે, તેના આરોગ્ય અંગે ખોટા સમાચારો ફેલાવાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાલાકોટમાં એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પર જ્યારે ચારેય તરફથી દબાણ વધ્યું હતું તો પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશીએ એક વિદેશી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મસૂદ અઝહર કિડનીની ગંભીર બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યો છે. 

કુરેશીએ જણાવ્યું હતું કે, ભારત જે રીતે મસુદ અઝહર પર ભારતમાં હુમલો કરવાના આરોપો લગાવી રહ્યું છે તે તમામ ખોટા છે. 

બહાવલપુરમાં મસુદની બેઠક
ગુપ્તચર રિપોર્ટ અનુસાર મસુદ અઝહરે થોડા દિવસો પહેલા બહાવલપુરમાં જૈશના અનેક મોટા આતંકીઓ સાથે મીટિંગ કરી હતી. આત્મઘાતી હુમલા માટે જૈશની તૈયારીઓનો રિપોર્ટ લીધો હતો. સાથે જ ભારત પર પુલવામા જેવા મોટા આતંકી હુમલાની માટે આતંકીઓને તૈયાર રહેવાનો પણ તેણે આદેશ આપ્યો હતો. 

જૈશ પર કાર્યવાહી, પાકિસ્તાનનું સ્ટન્ટ
આંતરરાષ્ટ્રી દબાણની પાકિસ્તાન પર કોઈ અસર થતી નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેન્દ્રીય સુરક્ષામાં તૈનાત એક અધિકારીના અનુસાર, 'બાલાકોટમાં જૈશના કેમ્પ પર થયેલા હવાઈ હુમલા પછી જૈશ-એ-મોહમ્મદના નેટવર્ક પર અમે સતત નજર રાખી રહ્યા છીએ. પાકિસ્તાન માત્ર જૈશ પર કાર્યવાહી કરવાનો દેખાડો કરી રહ્યું છે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news