શિક્ષિકાએ 16 વર્ષના વિદ્યાર્થી સાથે બાંધ્યા સંબંધ, 15 મિનિટમાં જજે છોડી દીધી

શિક્ષિકાએ પોતાનાં વિદ્યાર્થીને પહેલા ખુબ દારૂ પીવડાવ્યો અને ત્યાર બાદ તેની સાથે સંબંધ બાંધ્યો હતો

શિક્ષિકાએ 16 વર્ષના વિદ્યાર્થી સાથે બાંધ્યા સંબંધ, 15 મિનિટમાં જજે છોડી દીધી

સિડની : એક 29 વર્ષીય પરણીત શિક્ષિકાએ 16 વર્ષનાં પોતાના વિદ્યાર્થી સાથે સંબંધો બાંધ્યા પરંતુ તેને કોઇ સજા વગર જ કોર્ટે છોડી મુકી હતી. ઓસ્ટ્રેલિયાનાં આ કિસ્સા મુદ્દે હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે. નિર્ણયની ટીકા કરનારાઓ ઓસ્ટ્રેલિયાનાં જુના કાયદાઓને તેના માટે જવાબદાર ઠેરવી રહ્યા છે. ક્વીન્સલેન્ડની હાઇસ્કુલમાં અભ્યાસ કરનારા બાળકની સાથે સંબંધ બનાવનારી 29 વર્ષની સારાહ જોય ગુઆઓને કોર્ટમાં ગુનાહિત મુદ્દે દોષીત નથી માનતી. ક્વીન્સલેન્ડની જિલ્લા કોર્ટનાં એક જજે 15 મિનિટમાં જ ટીચરને આરોપોથી મુક્ત કરી દીધી હતી. 

અભિનંદનની મુછોને 'રાષ્ટ્રીય મુછ' જાહેર કરવાની કોંગ્રેસની લોકસભામાં માંગ !
બચાવ પક્ષનાં વકીલે તર્ક આપ્યો કે કિશોરે પોતાની ઇચ્છાથી ટીચર(મહિલા) સાથે સંબંધ બાંધ્યાહ તા. નેશનલ ચાઇલ્ડ સેક્શુઅલ અસોલ્ટ રિફોર્ટ કમિટીનાં પ્રોફેસર એન્ને કોસિન્સે કહ્યું કે, આ મુદ્દો દેખાડે છે કે કાયદામાં અનેક પ્રકારની સમસ્યાઓ છે. પાવર બેલેન્સને નથી દેખાડવામાં આવી રહ્યું. બીજી તરફ એન્નેએ કહ્યું કે, ન્યૂ સાઉથ વેલ્સ (અન્ય રાજ્ય)નાં નવા કાયદાને જુઓ તો એવી સ્થિતીમાં 16થી 18 વર્ષનાં વ્યક્તિ સાથે સંબંધ બાંધવો બિનકાયદેસર છે. 

NIA ને વધારે મજબુત બનાવવાની તૈયારી, આતંકવાદી જાહેર કરવાનો હશે અધિકાર
કોર્ટમાં જજે જણાવ્યું કે, મહિલા ટીચરે વિદ્યાર્થીને દારૂ પીવડાવ્યો અને ત્યાર બાદ તેની સાથે સંબંધ બાંધ્યો હતો. ટીચરે ત્યારે કહ્યું હતું કે તેના લગ્નજીવનમાં કેટલીક સમસ્યાઓ ચાલી રહી છે. જેના કારણે તે ખુબ જ પરેશાન રહેતી હતી. જો કે આ ઘટના બાદ ઓસ્ટ્રેલિયામાં કાયદા મુદ્દે અનેક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કાયદામાં પરિવર્તન માટે દેખાવો પણ ચાલુ થઇ ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news