પૂર્વજોની ભાળ મેળવવા માટે યુવતીએ કરાવ્યો DNA ટેસ્ટ, પરિણામ જોઈ હોશ ઉડી ગયા
આજના સમયમાં ટેક્નોલોજીની બોલબાલા છે. પહેલા લોકો પોતાની ઓળખ માટે ફક્ત માતા પિતા પર નિર્ભર હતા. તેમના દ્વારા અપાયેલી જાણકારી જ પૂરતી રહેતી હતી. પરંતુ હવે ડીએનએ ટેસ્ટથી તમે સમગ્ર હિસ્ટ્રી જાણી શકો છો. એટલું જ નહીં હવે તો ઓનલાઈન ડીએનએ ટેસ્ટ દ્વારા કોઈ પણ પોતાના પૂર્વજોની સમગ્ર ફેમિલી હિસ્ટ્રી જાણી શકે છે.
Trending Photos
આજના સમયમાં ટેક્નોલોજીની બોલબાલા છે. પહેલા લોકો પોતાની ઓળખ માટે ફક્ત માતા પિતા પર નિર્ભર હતા. તેમના દ્વારા અપાયેલી જાણકારી જ પૂરતી રહેતી હતી. પરંતુ હવે ડીએનએ ટેસ્ટથી તમે સમગ્ર હિસ્ટ્રી જાણી શકો છો. એટલું જ નહીં હવે તો ઓનલાઈન ડીએનએ ટેસ્ટ દ્વારા કોઈ પણ પોતાના પૂર્વજોની સમગ્ર ફેમિલી હિસ્ટ્રી જાણી શકે છે. સોશિયલ મીડિયા પર ઈંગ્લેન્ડમાં રહેતી લીડિયા એલેને આવી જ રીતે ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. લીડિયા પોતાના જન્મદિવસ પર પોતાને પોતાના પૂર્વજોની જાણકારીની ભેટ આપવા માંગતી હતી. પરંતુ તેને જરાય અંદાજો નહતો કે આ ભેટ તેના માટે એક ખરાબ સપના સમાન બની રહેશે. ઓનલાઈન ડીએનએ ટેસ્ટના પરિણામોએ તેના હોશ ઉડાવી દીધા. આ ટેસ્ટને લઈને અનેક દિવસ સુધી તે પોતાને ડિપ્રેશનમાં ધકેલી ચૂકી હતી. આખરે એવું તે શું નિકળ્યું તે પરિણામો?
આ ઘટના જો કે હાલની નથી પરંતુ થોડા પહેલાની છે. વાત જાણે એમ હતી કે લીડિયાને કોલેજમાં એડમિશન માટે મેડિકલ રેકોર્ડ્સની જરૂર હતી. તે સમયે બાળકોને લાગતા એમએમઆર વેક્સીન સર્ટિફિકેટ પર તેની નજર ગઈ. સર્ટિફિકેટમાં રસી લગાવવાની ડેટ જુલાઈ 1997 લખી હતી જ્યારે લીડિયાનો જન્મ મે 1998માં થયો હતો. આ જોઈને તે ચોંકી ગઈ. જ્યારે માતા પિતાને પૂછ્યું તો જણાવ્યું કે ભૂલથી છપાઈ ગયું હશે. લીડિયાએ પણ આ વાત અવગણી.
એક વેબસાઈટ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે આ ઘટનાના કેટલાક વર્ષ બાદ તેણે તેના જન્મદિવસ પર એન્સિસ્ટ્રી (Ancestry) નામની વેબસાઈટના ડીએનએ ટેસ્ટને પૂરો કરવાનો પ્લાન ઘડ્યો. આ વેબસાઈટ પર અનેક સવાલના જવાબ આપવાથી તમને સામાન્ય રીતે તમારા પૂર્વજો વિશે અને તેમના લોકેશન વિશે જણાવવામાંઆવે છે. લીડિયાએ કહ્યું કે આમ કરીને તે પોતાને ભેટ આપવા માંગતી હતી અને પરિવાર માટે એક ફેમિલી ટ્રી તૈયાર કરવું હતું.
લીડિયાના જણાવ્યાં મુજબ તેના 34 ટકા જીન્સ ઈંગ્લેન્ડ અને નોર્થવેસ્ટ યુરોપથી હતા. નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડ પ્રમુખ રીતે ટેસ્ટમાં દર્શાવવામાં આવ્યું હતું. આ પરિણામો જોઈન તે એક્સાઈટેડ થઈ ગઈ અને તેણે તે વેબસાઈટ પર ફેમિલી ટ્રી બનાવવાનો નિર્ણય લીધો.
પરિણામ વેબસાઈટ પર આવ્યું તો સ્તબ્ધ થઈ ગઈ. લીડિયાએ કહ્યું કે મે જ્યારે મારું પરિણામ જોયું તો તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે હું મૂળ રીતે બ્રિટનની છું. પરંતુ જયારે મે ફેમિલી ટ્રી બનાવવા માટે વેબસાઈટ પર મારું નામ અને જન્મદિવસ નાખ્યો તો તેમાં દેખાડવામાં આવ્યું કે મારા પૂર્વજોના લિસ્ટમાં મારા નામની કોઈ પણ છોકરી નથી અને ન તો જન્મદિવસ સેમ છે. આ જોઈને ચોંકી ગઈ. તેમાં મારા નામના કેટલાક લોકો હતા, પરંતુ તેમના જન્મદિવસ અલગ હતા. આ જોઈને હું મારા પર સવાલ કરવા લાગી. મને લાગ્યું કે જો આ મારા પૂર્વજ નથી તો હું કોની વંશજ છું. હું મારા અસ્તિત્વ પર સવાલ કરવા લાગી.
પછી લીડિયા આખરે એ માનવા તૈયાર થઈ ગઈ હતી કે એન્સિટ્રી વેબસાઈટ પર તેનો રેકોર્ડ એટલા માટે નહીં હોય કારણ કે ન તો તે ક્યાં શિફ્ટ થઈ છે કે ન તો તેના હજુ સુધી લગ્ન થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે