10 સેકેન્ડની આ વીડિયો ક્લિપે તોડ્યા હરાજીના તમામ રેકોર્ડ, લાગી 48.5 કરોડની બોલી

આ વીડિયોને બનાવ્યો હતો ડિજિટલ આર્ટિસ્ટ બીપલીએ, તેનું અસલી નામ છે માઇક વિંકલમેન. જો બ્લોકચેન તરફથી ઓથોરાઇઝ્ડ છે. આ બ્લોકચેન ડિજિટલ સિગ્નેચર જારી કરે છે, જેનાથી ખ્યાલ આવે છે કે કોઈપણ પ્રોપર્ટીનો અસલી માલિક કોણ છે.

10 સેકેન્ડની આ વીડિયો ક્લિપે તોડ્યા હરાજીના તમામ રેકોર્ડ, લાગી 48.5 કરોડની બોલી

લંડનઃ એક 10 સેકેન્ડના વીડિયોની શું કિંમત હોઈ શકે છે? એક 10 સેકેન્ડનો વીડિયો જો કરોડોમાં વેચાય છે તો ચોંકી જવુ સ્વાભાવિક છે. આ વીડિયો ભલે માત્ર 10 સેકેન્ડનો હોય, પરંતુ તેની હરાજીમાં મળી છે 6.6 મિલિયન ડોલરની રકમ. એટલે કે ભારતીય રૂપિયામાં 48 કરોડ 57 લાખથી વધુની કિંમત. તેને વેચનારનું નામ છે પાબ્લો રોડ્રિગુએજ-ક્રાઇલે  (Pablo Rodriguez-Fraile), જો મિયામીનો રહેવાસી છે. તેણે આ વીડિયોને માત્ર 67 હજાર ડોલરમાં ખરીદ્યો હતો. 

કેમ મળી આટલી રકમ?
પાબ્લો આ વીડિયો ઓનલાઇન પણ જોઈ શકતો હતો અને તે પણ ફ્રીમાં. તેમ છતાં તેણે પાછલા વર્ષે ઓક્ટોબરમાં તે માટે 67,000 ની રકમ ચુકવી હતી અને માત્ર થોડા મહિના બાદ તેણે 6.6 મિલિયન ડોલરમાં વેચ્યો. હકીકતમાં આ વીડિયોને બનાવ્યો હતો ડિજિટલ આર્ટિસ્ટ બીપલીએ, તેનું અસલી નામ છે માઇક વિંકલમેન. જો બ્લોકચેન તરફથી ઓથોરાઇઝ્ડ છે. આ બ્લોકચેન ડિજિટલ સિગ્નેચર જારી કરે છે, જેનાથી ખ્યાલ આવે છે કે કોઈપણ પ્રોપર્ટીનો અસલી માલિક કોણ છે. કારણ કે હાલના સમયમાં જ્યારે દુનિયા ઓનલાઇન છે તો દરેક વસ્તુની કોપી બની રહી છે. તેવા સમયમાં ખુબ મહત્વની વાત છે કે કોઈ સામગ્રીનો અસલી માલિક કોણ છે. તેવામાં આ 10 સેકેન્ડનો વીડિયો ખુબ અનોખો છે. 

કેમ મળી આટલી રકમ?
હકીકતમાં ડિજિટલ એસેટ્સની કોપી આજના સમયમાં થઈ રહી છે. પરંતુ નવા બ્લોકચેન સિસ્ટમ નોન ફંગીબલ ટોકન (એનએફટી) નામથી ઓળખવામાં આવે છે. આ એનએફટી લૉકડાઉનના સમયમાં ખુબ જાણીતી થઈ હતી. પાબ્લો રોડ્રિગુએજ-ક્રાઇલે કહે છે કે આ સિસ્ટમ પરંપરાગત સિસ્ટમથી અલગ છે. તેમણે તેને સમજાવતા કહ્યું, તમે   Mona Lisa ની તસવીર ખેંચી લીધી છે અને તેને બહારથી પ્રિન્ટ કરાવી લો. તેવામાં  Mona Lisa ની તસવીર તેની પાસે પણ થઈ જશે. પરંતુ અસલી તસવીર તમારી પાસે નથી, તેવામાં તેની કોઈ કિંમત નથી. એનએફટી તે કામ કરે છે કે તે અસલની ઓળખ કરાવે છે અને અસલી 10 સેકેન્ડનો આ વીડિયો અનોખો છે. જેને જોઈ તો બધા શકે છે, પરંતુ તેને પોતાનો બનાવી તેની કિંમત ન કરી શકે. 10 સેકેન્ડના આ વીડિયોને 48.5 કરોડ રૂપિયાની કિંમત મળી છે. તેમાં ડોનાલ્ટ ટ્રમ્પના જમીન પર પડવાની ઘટના નોંધાયેલી છે અને તેના પર ખાસ સ્લોગન લખાયેલા છે. 

ખબરમાં લાગી આ તસવીર પણ છે ખાસ
જો તમે આ ખબરમાં લાગેલી તસવીર જોઈ રહ્યાં છો તો તે તસવીર પણ ખુબ અલગ છે. આ તસવીરને પણ બીપલીએ બનાવી છે. તેના ઓનલાઇન ઓક્શનમાં 3 મિલિયન ડોલરમાં વેચાવાની આશા છે. આ ડિજિટલ તસવીરનું નામ છે, EVERYDAYS: THE FIRST 5000 DAYS, જે મૂળઃ 5000 તસવીરોની કોલાજ છે. આ માત્ર એનએફટીના માધ્યમથી વેચાણ માટે ઉપલ્બધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news