Liz Truss UK PM: બ્રિટનના PM બન્યા લિઝ ટ્રસ, જાણો કોણ છે તે અને કેવી રહી તેમની રાજકીય સફર?

Liz Truss UK PM:  બ્રિટનના પ્રધાનમંત્રી પદની રેસમાં કંઝર્વેટિવ પાર્ટીની લિઝ ટ્રસ અને ઋષિ સુનક વચ્ચે આકરી ટક્કર ચાલી રહી હતી. શુક્રવારે વોટિંગ બાદ સોમવારે 5 સપ્ટેમ્બર એટલે કે આજે લિઝને બ્રિટનના સૌથી તાકતવર પદ પર બેસાડવામાં આવ્યા છે. આવો જાણીએ તેમના પારિવારીક અને રાજકીય સફર વિશે... 

Liz Truss UK PM: બ્રિટનના PM બન્યા લિઝ ટ્રસ, જાણો કોણ છે તે અને કેવી રહી તેમની રાજકીય સફર?

Liz Truss UK PM: મેરી એલિઝાબેથ ટ્રસ ઉર્ફ લિઝ ટ્રસ બ્રિટનની નવી પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઇ ગયા છે. તે બ્રિટનના આગામી પીએમ હશે. તેમને કુલ 81,326 વોટ મળ્યા છે તો બીજી તરફ તેમના પ્રતિદ્રંદ્રી ઋષિ સુનકને 60399 વોટ જ મળ્યા છે. આ જગ્યા બે મહિના પહેલાં બોરિસ જોનસનના રાજીનામા બાદ ખાલી થઇ હતી. 

બ્રિટનના પ્રધાનમંત્રી પદની રેસમાં કંઝર્વેટિવ પાર્ટીની લિઝ ટ્રસ અને ઋષિ સુનક વચ્ચે આકરી ટક્કર ચાલી રહી હતી. શુક્રવારે વોટિંગ બાદ સોમવારે 5 સપ્ટેમ્બર એટલે કે આજે લિઝને બ્રિટનના સૌથી તાકતવર પદ પર બેસાડવામાં આવ્યા છે. આવો જાણીએ તેમના પારિવારીક અને રાજકીય સફર વિશે... 

કોણ છે લિઝ ટ્રસ? 
લિઝ ટ્ર્સનું પુરૂ નામ મેરી એલિઝાબેથ ટ્રસ છે તેમનો જન્મ 1975 માં બ્રિટનના ઓક્સફોર્ડમાં થયો હતો. તેમના પિતા ગણિતના પ્રોફેસર હતા અને માતા નર્સ હતી. બીબીસીના રિપોર્ટ અનુસાર લિઝ પોતાના માતા પિતાને લેફ્ટ વિચારધારાની સમર્થક ગણાવે છે. જોકે સૌથી વધુ રોચક વાત એ છે કે લિઝ બ્રિટનની કંઝર્વેટિવ વિચારધારી સમર્થક છે. 

આ પણ લિઝના જીવનનું રસપ્રદ પાસુ છે કે તેમની માતાએ 1981-1983 માં પરમાણુ નિરસ્ત્રીકરણ માટે તત્કાલિન થૈચર સરકાર વિરૂદ્ધ વિરોધી અભિયાનમાં ભાગ લીધો હતો. તેમની માતા એક સંગઠનની સક્રિય સભ્ય હતી જે પશ્વિમી લંડનમાં અમેરિકી સરકાર સાથે મળીને પરમાણુ હથિયાર સ્થાપિત કરવાનો જોરદાર વિરોધ કરી રહ્યા હતા. 

ઓક્સફોર્ડ કોલેજમાં કર્યો છે અભ્યાસ
લિઝે બ્રિટનની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓક્સફોર્ડમાંથી ફિલોસોફી, પોલિટિક્સ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તે લેબર પાર્ટી સમર્થક પરિવારમાંથી આવે છે. 

સમયાંતરે બદલ્યા છે પોતાના વિચારો
લિઝની રાજકીય સફર પર નજર કરીએ તો એવું લાગે છે કે સમય સાથે તેમણે બદલતા અને બનતા વિચારો સાથે પોતાની રાજકીય વિચાર, તેમની વિચારધારા અને પાર્ટીઓને બદલી છે. ઉદાહરણ તરીકે લેબર પાર્ટી જોકે વામપંથ વિચારધારાની સમર્થક છે. લિઝે ઓક્સફોર્ડમાં અભ્યાસ દરમિયન લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને વિચારધારાને અપનાવી. પછી તેમણે કોલેજ છોડી અને પછીના વર્ષોમાં તેમણે કંઝર્વેટિવ વિચારધારા પાર્ટીની સાથે પોતાની રાજકીય સફરને વધુ મજબૂતી આપી. 

રાજશાહી વ્યવસ્થાની રહી ચૂક્યા છે વિરોધી
બીબીસીના રિપોર્ટ અનુસાર ડેમોક્રેટ્સ પાર્ટીના 1994 ના સંમેલનમાં તેમણે બ્રિટનમાંથી રાજશાહી ખતમ કરવાની વકાલાત કરી હતી. 

તેમના ભાષણના અંશના અનુસાર તેમણે કહ્યું હતું કે 'હું મોનાર્કી (રાજશાહી) માં વિશ્વાસ ધરાવતી નથી, અમે લિબરલ ડેમોક્રેટ એમ માનીએ છીએ કે તમામને અવસરોની સમાનતા મળવી જોઇએ, હું આ વિચારને માનતી નથી કે જે એમ કહે છે કે કેટલાક લોકો ફક્ત શાસન માટે જ જન્મ્યા છે.'

ક્યારે કર્યા લગ્ન
ઓક્સફોર્ડમાં પોતાનો અભ્યાસ પુરો કર્યા બાદ તેમણે એક કેબલ કંપનીમાં એકાઉંટન્ટના રૂપમાં કામ કરવાનું શરૂ કર્યું અને તો બીજી તરફ તેમણે પોતાના સહયોગી હ્યૂગ ઓ'લેરી સાથે વર્ષ 2000 માં લગ્ન કર્યા. તેમને બે બાળકો છે. 

લગ્નના બીજા વર્ષે જ તેમણે સત્તાવાર રૂપથી રાજકીય જીવનની શરૂઆત કરી. તેમણે પોતાની પહેલી ચૂંટણી હેમ્સવર્થ વેસ્ટ યોર્કશાયરથી કંઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારના રૂપમાં પોતાની ઉમેદવારી નોંધાવી અને હારનો સામનો કર્યો. 2005 માં પણ તેમણે વેસ્ટ યોર્કશાયરથી ચૂંટણી લડી અને ત્યાંથી પણ તેમને હારનો સામનો કરવો પડ્યો. આ તે સમય હતો જ્યારે લિઝ સતત રાજકારણમાં પોતાનું કેરિયર બનાવવા માટે સંઘર્ષ કરતી હતી અને તેમને સતત નિષ્ફળતા મળતી હતી. 

ત્રીજીવારમાં મળી પ્રથમ સફળતા
2010 ની ચૂંટણીમાં કંઝર્વેટિવ પાર્ટીના લીડર ડેવિડ કૈમરને તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા અને પાર્ટીની સુરક્ષિત સીટ સાઉથ-વેસ્ટ નોરફોકથી ઉમેદવાર બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. ટ્રસે આ સીટ પર 13 હજારથી વધુ મતો સાથે પોતાની રાજકીય ઇનિંગની પ્રથમ સફળતા પ્રાપ્ત કરી.  

વિરોધી લગાવતા હતા સ્ટેન્ડ બદલવાનો આરોપ
સાંસદ બન્યાના ઠીક બે વર્ષ બાદ 2012 માં તેમને બ્રિટનના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા અને 2014 માં તે પ્રમોટ થઇને પર્યાવરણ સચિવ બની. તેમના વિરોધીઓના અનુસાર ટ્ર્સ પોતાનું સ્ટેન્ડ બદલવામાં માહેર છે. તેમનો આરોપ છે કે તેમને બ્રેકિસ્ટના મુદ્દે પર ગુલાટી મારી હતી. 

2021 માં તેના પર મોટો વિશ્વાસ વ્યકત કરતાં તેમને પાર્ટીએ બ્રિટનના વિદેશ મંત્રી બનાવ્યા. આ સરકારનું સૌથી મહત્વપૂર્ણ પદ હતું. આ પદ પર રહેતાં તેમણે ઇયૂ-યૂકે (EU-UK)  ના કેટલાક ભાગ્ને કાપીને નોર્થ આયરલેંડ (North Ireland) ની સમસ્યાને દૂર કરવાની પણ માંગ કરી. જોકે થોડા દિવસો બાદ જ ઘણા આરોપોના લીધે બનેલા દબાણ વચ્ચે પીએમ બોરિસ જોનસનને પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news