Russia Ukraine War: યુક્રેનમાં રશિયાનો હુમલો, કિવ નજીક ફાયરિંગમાં બાળક સહિત 6ના મોત

યુક્રેન પર રશિયાની સેનાના હુમલાનો આજે 10મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ આવાસ પર એક રોકેટનો ટુકડો પડેલો મળ્યો છે, જેને વોલોડિમિર ઝેલેન્સ્કી પર કરવામાં આવેલો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. 

Russia Ukraine War: યુક્રેનમાં રશિયાનો હુમલો, કિવ નજીક ફાયરિંગમાં બાળક સહિત 6ના મોત

કીવઃ કીવ કૂચ કરી રહેલી રશિયાની સેના પોતાના રસ્તામાં આવનારા તમામ વિઘ્નોના જવાબમાં હવાઈ હુમલો કરી રહી છે. તોપનો મુખ તે તરફ રાખવામાં આવ્યું છે, જ્યાંથી રશિયાની સેના પર ગોળીબારી થઈ રહી છે. મહત્વનું છે કે જંગ વચ્ચે આજે ત્રીજા તબક્કાની વાર્તા પણ થઈ શકે છે. તો યુક્રેનમાં રાષ્ટ્રપતિ ભવનની સામે રોકેટથી હુમલો કરવામાં આવ્યો. તો રશિયાની સેનાએ ઓડેસામાં એક પુલને ઉડાવી દીધો છે. 

કિવ નજીક ફાયરિંગમાં 6ના મોત, મૃતકોમાં એક બાળક પણ સામેલ
યુક્રેન તરફથી એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની સેનાએ કિવની નજીક ફાયરિંગ કર્યું છે, જેમાં છ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. 

રશિયાએ સીઝફાયરની કરી જાહેરાત
રશિયાએ સીઝફાયરની જાહેરાત કરી છે. ભારતીય સમયાનુસાર 11.30 કલાકે સીઝફાયર લાગૂ થશે. યુક્રેનમાં મોરિયુપોલ અને વોલ્નોવાખામાં સીઝફાયર લાગૂ થશે. ગ્રીન કોરિડોર બનાવવા માટે સીઝફાયરની જાહેરાત થઈ છે. 

યુક્રેને ફરી ગ્રીન કોરિડોર બનાવવાની વાત કહી
યુક્રેને એકવાર ફરી યુદ્ધભૂમિથી લોકોને બહાર કાઢવા માટે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કહી છે. આ સાથે તે પણ કહ્યું કે, આ ત્યારે સંભવ છે જ્યારે રશિયા સીઝફાયર માટે રાજી થાય. યુક્રેનનું કહેવું છે કે સીઝફાયર વગર લોકોને યુક્રેનથી સુરક્ષિત બહાર કાઢવા શક્ય નથી. 

કીવમાં ફરી હવાઈ હુમલાનું એલર્ટ જાહેર
દસમાં દિવસે સતત રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ ભૂમિથી મોટા સમાચાર છે કે રાજધાની કીવમાં ફરી હવાઈ હુમલાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, સતત લોકોને એલર્ટ રહેવાનું સાયરન વગાડવામાં આવી રહ્યું છે. 

યુએસ સાંસદો સાથે વાત કરશે ઝેલેન્સ્કી
આજે સાંજે 4.30 કલાકે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી અમેરિકી ડેમોક્રેટિક અને રિપબ્લિકન સાંસદોની સાથે બેઠક કરશે. આ બેઠક વર્ચ્યુઅલ થશે. તેમાં ઝેલેન્સ્કી સંબોધન કરશે. રશિયા સતત હુમલો કરી રહ્યું છે. જાણકારી પ્રમાણે એક સપ્તાહમાં રશિયાએ યુક્રેન પર 500 મિસાઇલ હુમલા કર્યાં છે. 

યુક્રેનની મદદ કરશે સેમસંગ
યુક્રેનમાં રશિયાના હુમલા બાદ ન માત્ર ઘણા દેશોએ આર્થિક પ્રતિબંધ લગાવ્યા છે પરંતુ ઘણી કંપનીઓએ પણ રશિયા વિરુદ્ધ પગલા ભર્યા છે. યૂટ્યૂબ, એપલ બાદ હવે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ પણ રશિયા વિરુદ્ધ ઉતરી છે. દક્ષિણ કોરિયાની આ કંપનીએ યુક્રેનની મદદ માટે 60 લાખ ડોલર સીધા દાન કરવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય 10 લાખ ડોલરના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ પણ માનવીય સહાયતાના રૂપમાં મોકલશે. 

તમામ પક્ષોની સાથે વાર્તા માટે તૈયાર
રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિને કહ્યુ છે કે યુક્રેનના શહેરો પર બોમ્બ હુમલાના સમાચાર ખોટા છે. પુતિનનું આ નિવેદન જર્મન ચાન્સલર ઓલાફ સોલ્ઝની સાથે વાતચીત બાદ આવ્યું છે. પુતિને કહ્યુ કે યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેરો પર હવાઈ હુમલાના સમાચાર એક મોટો દુષ્પ્રચાર છે. તેમણે કહ્યું કે, યુક્રેન પર વાતચીત ત્યારે સંભવ છે, જ્યારે તેમની માંગ માની લેવામાં આવે. ક્રેમલિન અનુસાર રાષ્ટ્રપતિએ તે વાતની પુષ્ટિ કરી છે કે રશિયા માટે યુક્રેની પક્ષ અને અન્ય તમામની સાથે વાર્તાનો વિકલ્પ ખુલો છે, પરંતુ શરત છે કે રશિયાની તમામ માંગોને માની લેવામાં આવે. 

પુતિને આ ત્રણ શરતોનો કર્યો ઉલ્લેખ
રશિયાની માંગોમાં યુક્રેન તટસ્થ અને બિન પરમાણુ દેશ હોવો, તેના દ્વારા ક્રીમિયાને રશિયાનો ભાગ માનવો અને પૂર્વી યુક્રેનના અલગાવવાદી ક્ષેત્રોની સંપ્રભુતા સામેલ છે. રશિયા તરફથી ત્રીજા તબક્કાની વાર્તાને લઈને આશા જાહેર કરવામાં આવી હતી. સાથે તે આશા વ્યક્ત કરવામાં આવી હતી કે યુક્રેનની સરકાર તાર્કિક અને સકારાત્મક વલણ દાખવશે. કિવના વાર્તાકારો અનુસાર બંને પક્ષ વચ્ચે આગામી રાઉન્ડની વાર્તા વીકેન્ડમાં થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે અત્યાર સુધી બે તબક્કાની વાતચીત થઈ ચુકી છે, પરંતુ તેમાં કોઈ પરિણામ નિકળ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news