Hajj 2021: કોરોનાની હજ પર અસર, આ વર્ષે સાઉદી અરેબિયાના માત્ર 60 હજાર લોકોને મળશે મંજૂરી

Hajj 2021: સાઉદી અરેબિયાના હજ મંત્રાલયે જાહેરાત કરી છે કે કોરોના વાયરસને જોતા આ વખતે દેશના માત્ર 60 હજાર લોકોને હજની મંજૂરી હશે, જેનું વેક્સિનેશન થઈ ચુક્યુ છે. 

Hajj 2021: કોરોનાની હજ પર અસર, આ વર્ષે સાઉદી અરેબિયાના માત્ર 60 હજાર લોકોને મળશે મંજૂરી

રિયાદઃ જુલાઈથી શરૂ થઈ રહેલી હજ યાત્રા પર કોરોના વાયરસ મહામારીની અસર પહેલા જ થઈ ગઈ છે. સાઉદી અરબે શનિવારે જાહેરાત કરી છે કે આ વર્ષે હજમાં માત્ર દેશના નાગરિકોને જ જવાની તક મળશે. દેશના 60 હજાર લોકોને હજ જવાની મંજૂરી મળશે જેને વેક્સિન લાગી ચુકી છે. 

સાઉદી પ્રેસ એજન્સી પ્રમાણે હજ મંત્રાલયનું કહેવું છે કે આ વર્ષે સીમિત સંખ્યામાં માત્ર દેશના લોકો માટે હજની મંજૂરી હશે. 18-65 વર્ષની ઉંમરના લોકો જે હજ કરવા ઈચ્છે છે તેણે વેક્સિન લેવી પડશે. તેને લાંબા સમય સુધી રહેનારી કોઈ બીમારી પણ ન હોવી જોઈએ. 

નિવેદનમાં કહેવામાં આવ્યું છે, સાઉદી અરબ આ વાતની પુષ્ટિ કરે છે કે તેમણે હજ યાત્રીના સ્વાસ્થ્ય તથા સુરક્ષા અને તેમના દેશની સુરક્ષા વિશે સતત વિચારણા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. પાછલા વર્ષે સાઉથી અરબમાં પહેલાથી રહેતા એક હજાર લોકોને જ હજ માટે પસંદ કરવામાં આવ્યા હતા. સામાન્ય સ્થિતિમાં દર વર્ષે 20 લાખ મુસલમાન હજ કરે છે. 

એપ પર રજીસ્ટ્રેશન
આ પહેલા એપ્રિલમાં જણાવવામાં આવ્યું હતું કે વેક્સિનેશનનું સ્ટેટસ સાઉદી અરબની કોવિડ-19 એપ Tawakkalna પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તેને પાછલા વર્ષે ઇન્ફેક્શનને ટ્રેક કરવા માટે લોન્ચ કરવામાં આવી હતી. જે લોકોએ ગ્રાન્ડ મોસ્ક કે મદીનામાં પૈયગંબરની મસ્જિદમાં જવુ પડશે, કે ઉમરાહ કરવાનો છે, તેને Tawakkalna અને ઉમરાહની એપ Eatmarna પર રજીસ્ટર કરવી પડશે. જગ્યા પ્રમાણે મંજૂરી આપવામાં આવશે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news