હવે આ બે દેશો વચ્ચે તણાવ, અપાયા હુમલાના આદેશ
લીબિયાના શક્તિશાળી ખલીફા હફ્તારે સુરક્ષા દળોને દેશની જળ સીમાની અંદર તુર્કીના પાણીના જહાજ અને નૌકાઓ પર હુમલો કરવાના આદેશ આપ્યાં છે.
Trending Photos
બેનગાઝી: લીબિયાના શક્તિશાળી ખલીફા હફ્તારે સુરક્ષા દળોને દેશની જળ સીમાની અંદર તુર્કીના પાણીના જહાજ અને નૌકાઓ પર હુમલો કરવાના આદેશ આપ્યાં છે. ખલીફાના પ્રવક્તા જનરલ અહેમદ અલ મેસમારીએ શુક્રવારે આ જાણકારી આપતા તુર્કી પર લીબિયા સંકટમાં તેમના વિરોધીઓને મદદ કરવાનો આરોપ લગાવ્યો.
અહેમદે કહ્યું કે વાયુસેનાને લીબિયાઈ જળસીમામાં તુર્કીના જહાજો અને નૌકાઓ પર હુમલો કરવાના આદેશ આપ્યાં છે. તેમણે કહ્યું કે લીબિયામાં સશસ્ત્ર દળો દ્વારા તુર્કીની કંપનીઓ અને પરિયોજનાઓને નિશાન બનાવવાનું જરૂરી ગણાઈ રહ્યું છે.
જુઓ LIVE TV
હફ્તારની સ્વયંભૂ લીબિયન નેશનલ આર્મીનું લીબિયાના પૂર્વ અને મોટાભાગના દક્ષિણ ભાગ પર નિયંત્રણ છે. તેણે ત્રિપોલી પર નિયંત્રણ કરવા માટે એપ્રિલમાં હુમલો કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે