કુલભૂષણ જાધવ કેસ: ICJમાં ભારતની મોટી જીત અને પાકની ફજેતી? આ પાંચ પોઈન્ટથી સમજો

કુલભૂષણ જાદવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં ભારતને મોટી સફળતા મળી છે. 15-1 બહુમતના આધારે જજોએ ભારતીય પક્ષની તમામ દલીલોને માની લેતા પાકિસ્તાનને કહ્યું કે તેઓ આ  કેસ પર પુર્નવિચાર કરે.

કુલભૂષણ જાધવ કેસ: ICJમાં ભારતની મોટી જીત અને પાકની ફજેતી? આ પાંચ પોઈન્ટથી સમજો

નવી દિલ્હી: કુલભૂષણ જાદવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં ભારતને મોટી સફળતા મળી છે. 15-1 બહુમતના આધારે જજોએ ભારતીય પક્ષની તમામ દલીલોને માની લેતા પાકિસ્તાનને કહ્યું કે તેઓ આ  કેસ પર પુર્નવિચાર કરે. કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવે અને તેમને કોન્સ્યુલર સુવિધા ઉપબલ્ધ કરાવવામાં આવે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત સરકારના ઉચ્ચ સૂત્રોએ આ નિર્ણયને સંપૂર્ણ રીતે ભારતની જીત ગણાવી છે. 

બીજી બાજુ આ ઘટનાક્રમથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રય સ્તરે ઠેકડી ઉડી છે અને આ કેસ તેના માટે શર્મિંદગીનું કારણ પણ બન્યો છે. આવામાં સવાલ એ ઉઠે છે કે કયા આધાર પર કહી શકાય કે આ કેસમાં ભારતની સંપૂર્ણપણે જીત થઈ? આ પાંચ પોઈન્ટ્સ પર નજર ફેરવો

1. કુલભૂષણ જાધવની ફાંસીની સજા અટકાવી છે

2. પાકિસ્તાનના રાષ્ટ્રીય ન્યાયાધિકાર ક્ષેત્રની મર્યાદા બતાવવામાં આવી. 

3. આઈસીજેએ પાકિસ્તાન મિલેટ્રી ટ્રાલને સ્વીકારી નહીં. પાકિસ્તાની મિલેટ્રેની છબી ફરીથી એકવાર ખરાબ થઈ. 

4. આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્વીકાર્યું કે પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો. એક પ્રકારે ભારતના તર્કને સ્વીકારવામાં આવ્યો. પાકિસ્તાન કુલભૂષણને કોન્સ્યુલર સુવિધા ઉપલબ્ધ કરાવે તે માટે નિર્દેશ અપાયા. 

5. ભારતના કાનૂની તર્કોને એકદમ યોગ્ય ઠેરવવામાં આવ્યાં. આઈસીજેમાં કેસને લઈ જવાનો તર્ક પણ યોગ્ય ઠેરવવામાં આવ્યો. 

જુઓ લેટેસ્ટ વીડિયો

કુલભૂષણનું પાકિસ્તાની આતંકી સંગઠને ઈરાનથી કર્યું હતું અપહરણ
કુલભૂષણ કેસમાં ભારત શરૂઆતથી કહેતું આવ્યું છે કે પાકિસ્તાને ખોટા જાસૂસી કેસમાં તેમને ફસાવ્યાં છે. તેમને પાકિસ્તાનથી પકડવામાં નહતાં આવ્યાં પરંતુ ઈરાનથી તેમનું અપહરણ થયું હતું. 

આ કેસ અંગે ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે કુલભૂષણ જાધવનું ઈરાનના ચાબહારથી પાકિસ્તાનના એક આતંકી સંગઠને અપહરણ કર્યું હતુ અને બાદમાં તેમને પાકિસ્તાન લઈ જઈ ગુપ્તચર  એજન્સી આઈએસઆઈના હવાલે કરી દેવાયા  હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ આઈએસઆઈએ જૈશ અલ અદલ સંગઠનનો ઉપયોગ કરીને કુલભૂષણ જાધવને પકડ્યા હતાં. ભારતીય એજન્સીઓ પાસે એ વાતના પૂરતા પુરાવા છે કે કયા પ્રકારે જાધવને પાક એજન્સીોએ જાસૂસીના ખોટા કેસમાં ફસાવ્યાં. 

પાકિસ્તાન અને ઈરાનનો સરહદી વિસ્તાર અસ્થિર વિસ્તાર ગણાય છે. પાકિસ્તાન જૈશ અલ અદલ સંગઠનનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ પણ કરે છે. ઈરાની અધિકારીઓના જણાવ્યા મજબ આ સરહદી વિસ્તારોમાં થનારી આતંકી ગતિવિધિઓમાં પાકિસ્તાનનું સમર્થન પણ મનાય છે. હાલમાં જ અમેરિકાએ જૈશ અલ અદલ સંગઠનને ઈરાનના આતંકી સંગઠન જુનદુલ્લાહ સાથે સંકળાયેલું જાહેર કર્યું છે.  જુનદુલ્લાહને અમેરિકાએ વૈશ્વિક આતંકી સંગઠન તરીકે ખાસ રીતે દર્શાવ્યું છે. 

માર્ચ 2016માં થઈ હતી ધરપકડ
પાકિસ્તાને 3 માર્ચ 2016ના રોજ કુલભૂષણની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાનનો આરોપ છે કે કુલભૂષણ જાધવ એક બિઝનેસમેન નહીં પરંતુ જાસૂસ છે. એપ્રિલ 2017માં પાકિસ્તાનની મિલેટ્રિ કોર્ટે કુલભૂષણને મોતની સજા સંભળાવી હતી. મે 2017માં  ભારતે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં આ મામલો ઉઠાવ્યો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news