UAEની જે 700 કરોડની મદદ પર મચ્યો છે હંગામો, તેના પર ચોંકાવનારો ઘટસ્ફોટ થયો
સદીની સૌથી વિનાશકારી પૂર આફતનો સામનો કરી રહેલા કેરલ માટે આવનારી આર્થિક મદદ પર રાજકારણ રમાઈ રહ્યું છે. કેન્દ્રએ જ્યાં 600 કરોડની રાહત જારી કરી છે ત્યાં વિપક્ષ તેને આ કુદરતી આફત માટે ઓછી ગણાવી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: સદીની સૌથી વિનાશકારી પૂર આફતનો સામનો કરી રહેલા કેરલ માટે આવનારી આર્થિક મદદ પર રાજકારણ રમાઈ રહ્યું છે. કેન્દ્રએ જ્યાં 600 કરોડની રાહત જારી કરી છે ત્યાં વિપક્ષ તેને આ કુદરતી આફત માટે ઓછી ગણાવી રહ્યો છે. આ દરમિયાન કેરલના મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે અબુ ધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને કેરલની મદદ માટે 700 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. પરંતુ કેન્દ્રના નિયમોનો હવાલો આપતા આ મદદ લેવાનો ઈન્કાર કરાયો. ત્યારબાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો. પરંતુ હવે યુએઈ તરફથી જ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી આવી કોઈ મદદની જાહેરાત કરવામાં આવી નથી.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ યુએઈના રાજદૂત એહમદ અલ્બાનાએ કહ્યું કે અત્યાર સુધી તેમના દેશે કેરળ માટે કોઈ સ્પષ્ટ આર્થિક મદદની જાહેરાત કરી નથી. તેમણે કહ્યું કે હજુ અમે પોતે કેરલના નુકસાનનું આકલન કરી રહ્યાં છીએ. હજુ આ બધા પર વિચાર થઈ રહ્યો છે. આથી મારું માનવું છે કે હજુ સુધી ત્યાંથી કોઈ સ્પષ્ટ મદદની રકમનું એલાન કરવામાં આવ્યું નથી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તેનો અર્થ એ થયો કે યુએઈએ 700 કરોડની કોઈ મદદની જાહેરાત કરી નથી. તો તેમણે જણાવ્યું કે હા. એ સાચુ છે. હજુ સુધી નક્કી થયું નથી. કે આવું કોઈ એલાન થયું નથી.
આ અગાઉ કેરલના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું હતું કે અબુધાબીના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી છે અને તેમને 700 કરોડ રૂપિયાની મદદની રજુઆત કરી છે. યુએઈના રાજદૂત અલ્બાનાએ કહ્યું કે યુએઈના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે આ માટે એક રાષ્ટ્રીય આપદા સમિતિ બનાવી છે. તેનો મુખ્ય હેતુ કેરલના લોકો માટે ફંડ ભેગુ કરવું અને મદદ માટે જરૂરી સામાન, દવાઓ વગેરેની વ્યવસ્થા કરવી છે. અમે ભારના આર્થિક સહાયતા સંબંધી નિયમોને સમજીએ છીએ. અમારી ફેડરલ ઓર્થોરિટી આ કમિટી સાથે કોઓર્ડિનેટ કરી રહી છે.
યુએઈની રાજદૂત અલ્બાનાએ કહ્યું કે યુએઈના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમે આ માટે રાષ્ટ્રીય આફત સમિતિને બનાવી છે. કેરલના ભાજપ ચીફ શ્રીધર પિલ્લાઈનું કહેવું છે કે કેરલની સરકાર દ્વારા આ દેશને બોલાયેલું સૌથી મોટું જુઠ્ઠાણું છે. યુએઈ તરફથી આવી કોઈ ઓફર કરવામાં આવી નહતી. યુએઈએ અધિકૃત રીતે 1 કરોડ દિરહામ (લગભગ 19કરોડ)ની મદદની જાહેરાત કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે