આ ગુફામાંથી ફેલાઈ શકે છે દુનિયાની નવી મહામારી, વૈજ્ઞાનિકોએ આપી ડરામણી ચેતવણી

Kitum Cave In Kenya : કેન્યાની ખતરનાક ગુફામાંથી નવો વાયરસ ફેલાવાનો ડર, એક્સપર્ટસે આપી ચેતવણી, આ વાયરસથી સીધું મોત આવે છે, ગુફા નવી બીમારીઓનું ઘર બની શકે છે 
 

આ ગુફામાંથી ફેલાઈ શકે છે દુનિયાની નવી મહામારી, વૈજ્ઞાનિકોએ આપી ડરામણી ચેતવણી

Kenya’s Killer Cave: કેન્યાની માઉન્ટ એલોંગ નેશનલ પાર્કમાં આવેલી કીટમ ગુફા એકાએક ચર્ચામાં આવી છે. કારણ કે, આ ગુફાને દુનિયાની સૌથી ઘાતક ગુફા માનવામાં આવી રહી છે. આ ગુફામાં ઈબોલા અને મારબર્ગ જેવા ખતરનાક વાયરલ મળી આવ્યા છે. એક્સપર્ટ હવે ચિંતામાં મૂકાયા છે કે, મારબર્ગ વાયરસ દુનિયામાં નવી મહામારીનું કારણ બની શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વિશે ચેતવણી જાહેર કરી છે. 

મારબર્ગ એક એવી બીમારી છે, જે બ્લીડિંગ અને બોડી ફંક્શનમાં તકલીફ આવતા પેદા થાય છે. તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેનાથી મૃત્યુની ટકાવારી 88 ટકા છે. 

કેવી રીતે ફેલાય છે આ વાયરસ
આ વાયરસ સંક્રમિત લોકોના પ્રવાહી પદાર્થના સંપર્કમાં આવવાથી ફેલાય છે. એટલુ જ નહિ, તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા રૂમાલ જેવી વસ્તુઓના સ્પર્શથી પણ ફેલાઈ શકે છે. સાથે જ, આફ્રિકામાં સામાન્ય રીતે મળી આવતા ફ્રુટ બેટ (ચામાચીડિયા) પણ વાયરસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવી શકે છે. જેનાથી વાયરસનું ફેલાવવું સરળ બની શકે છે. 

મારબર્ગ વાયરસનો પ્રભાવ
રોગીઓમાં લક્ષણ પ્રકટ થતા પહેલા વાયરસ સામાન્ય રીતે ઓછામાં ઓછા ત્રણ સપ્તાહ સુધી નિષ્ક્રીય રહે છે. જોકે, શરૂઆતના લક્ષણો હંમેશા મેલેરિયા અને ઈબોલા જેવા હોય છે. શરૂઆતમાં શરીરના વિવિધ ભાગ જેમ કે, આંખ, નાક, કાન, જડબામાંથી બ્લીડિંગનું કારણ બની શકે છે. વાયરલની વિરુદ્ધ કોઈ ટીકા હજી સુધી બન્યા નથી. તેથી ડોક્ટર દવાઓ અને પ્રવાહી પદાર્થોની સાથે સાથે લક્ષણોની સારવાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. 

1980 ના વર્ષમાં કીટમ ગુફાની શોધ દરમિયાન, એક ફ્રાન્સીસી એન્જિનિયર ભૂલથી મારબર્ગના સંપર્કમાં આવી ગયો હતો. નૈરોબીની એક હોસ્પિટલમાં તેની તાત્કાલિક સારવાર શરૂ કર્યા બાદ પણ તે મોતને ભેટ્યો હતો. 

ગુફાની અંદર મહત્વપૂર્ણ મીઠાવાળા ખનીજની શોધને કારણે તેની તરફ ન માત્ર હોથીઓને, પરંતુ પશ્ચિમી કેન્યાના ભેંસ, હરણ, દીપડા જેવા પ્રાણીઓ પણ આકર્ષિત થયા છે. 

શોધકર્તાઓના અનુસાર, આ કારણે કીટમ ગુફા બીમારીઓનું હોટસ્પોટ બની ગયું છે, જે પ્રાણીઓના માધ્યમથી માણસોમાં ફેલાઈ શકે છે. જેને જુનોટિક સંક્રમણના રૂપથી જાણી શકાય છે. સાયન્સ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ગુફા 600 ફીટ ઉંડાઈ ધરાવે છે. હાથીઓ દ્વારા તેને સતત ખોદીને તેની ઉંડાઈ વધારવામાં આવી રહી છે. જેનાથી અજાણી બીમારી ફેલાવનારા ચામાચીડિયાને નવું ઘર મળી ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news