Afghanistan માં રચાયો આતંકનો ત્રિકોણ! ભય હેઠળ લોકો, અંધકારમાં દેશનું ભવિષ્ય
અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલમાં થયેલા બ્લાસ્ટમાં (Kabul Blast) મૃતકોની સંખ્યા 90 થઈ ગઈ છે. ગત રાત્રે થયેલા 5 બ્લાસ્ટ પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેની ISIS-K એ કાબુલમાં થયેલા હુમલાની જવાબાદારી લીધી
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલમાં થયેલા બ્લાસ્ટમાં (Kabul Blast) મૃતકોની સંખ્યા 90 થઈ ગઈ છે. ગત રાત્રે થયેલા 5 બ્લાસ્ટ પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેની ISIS-K એ કાબુલમાં થયેલા હુમલાની જવાબાદારી લીધી, તેનો ચીફ અસલમ ફારુકી (Aslam Farooqui) પાકિસ્તાની (Pakistan) છે.
અંધકારમાં છે અફઘાનિસ્તાનનું ભવિષ્ય
કાબુલમાં થયેલા સિરિયલ બ્લાસ્ટે (Kabul Blast) સાબિત કર્યું છે કે અફઘાનિસ્તાનનું ભવિષ્ય અંધકારમય છે. અફઘાનિસ્તાન (Afghanistan) યુદ્ધનું મેદાન બની રહ્યું છે. ખબર નહીં ત્યાં શું થશે? ત્યાં દરેક જીવન ભય હેઠળ છે કારણ કે અફઘાનિસ્તાનમાં આતંકનો ત્રિકોણ રચાયો છે. અફઘાનિસ્તાનમાં બગદાદી અને બરાદરના મળવાથી વિસ્ફોટ થયા અને તેના પરિણામે 90 થી વધુ લોકો મોત થયા છે.
કાબુલ બ્લાસ્ટથી દુનિયામાં મચી હલચલ
તમને જણાવી દઈએ કે કાબુલમાં આત્મઘાતી હુમલાએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ઘણા દેશોએ તેમના નાગરિકોને ચેતવણી આપતો સંદેશ જારી કર્યો છે કે, જો નાગરિકો કાબુલ એરપોર્ટની નજીક હોય તો બહાર નીકળો. તો શું અફઘાનિસ્તાનમાંથી હટી જવું એ છેલ્લો વિકલ્પ છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે 20 વર્ષ પછી આતંકવાદી દળો અફઘાનિસ્તાનમાં ફરી એક થઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે તાલિબાન, ISIS અને હક્કાની નેટવર્કનું ગઠબંધન બની શકે છે.
આ પણ વાંચો:- Kabul બ્લાસ્ટમાં મોટો ખુલાસો, ષડયંત્રમાં સામેલ IS-KP ચીફનું Pakistan સાથે કનેક્શન આવ્યું સામે
ભારત સાથે સંબંધો કેવી રીતે ઇચ્છે છે તાલિબાન?
તાલિબાને ભારત અને કાશ્મીર પર નિવેદન જારી કર્યું છે. તાલિબાનના પ્રવક્તા ઝૈબુલ્લાહ મુજાહિદે કહ્યું કે તાલિબાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. બીજી બાજુ, પાકિસ્તાની ચેનલ પર ઝૈબુલ્લા મુજાહિદે કહ્યું કે ભારતે કાશ્મીર પર પોતાનું વલણ સુધારવું જોઈએ. તેણે પાકિસ્તાનને બીજું ઘર ગણાવ્યું છે.
તમને જણાવી દઈએ કે અસલમ ફારુકી અગાઉ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. તેના પર હક્કાની નેટવર્ક સાથે મળીને અનેક વિસ્ફોટો કરવાનો આરોપ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે