Johanna Mazibuko: વિશ્વમાં સૌથી વધુ જીવેલા મહિલાનું નિધન, 128 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Johanna Mazibuko South Africa: વિશ્વની સૌથી વૃદ્ધ મહિલાનું નિધન થયું છે. જોહાન્ના માજીબુકો નામની મહિલા 128 વર્ષની હતી, જે દક્ષિણ આફ્રિકા સહિત 3 દેશોમાં રહેતી હતી. તેમના વિશે અહીં જાણો.
Trending Photos
કેપટાઉનઃ World's Oldest Woman: દુનિયામાં સૌથી લાંબા સમય સુધી જીવિત રહેનારી મહિલાનું નિધન થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકામાં રહેતા જોહાના માઝિબુકો (Johanna Mazibuko) 128 વર્ષના હતા. તેમનો જન્મ 1894માં થયો હતો. 2023ના મે મહિનામાં તેઓ 129 વર્ષના થઈ ગયા હોત. તેમણે પોતાના જીવન દરમિયાન ત્રણ સદી જોઈ છે.
7 બાળકોના માતા હતા જોહાના
ડેલી મેલના રિપોર્ટ પ્રમાણે જોહાના મોઝિબુકોએ 3 માર્ચના દક્ષિણ આફ્રિકામાં અંતિમ શ્વાસ લીધા છે. તેમનું લાંબુ જીવન ત્રણ દેશોમાં પસાર થયું. તેમના પતિનું નામ સ્ટવાના માઝિબુકો હતા. તેમને 7 સંતાનો હતા. તેમના 50 થી વધુ પૌત્રો અને પૌત્રી છે. એક ઈન્ટરવ્યુમાં જોહાન્નાએ જણાવ્યું કે તેના સહિત 12 ભાઈ-બહેન હતા. જેમાંથી 3 હજુ જીવિત છે. તેની ઉંમર પણ ઘણી વધી ગઈ છે. જોહાન્નાના સંબંધીઓના જણાવ્યા અનુસાર, જોહાન્નાએ ક્યારેય અભ્યાસ કર્યો નથી. તે ખેતરોમાં કામ કરતી હતી.
Meet Johanna Mazibuko (128 years old) from Klerksdorp, South Africa. She’s the oldest person in world 🙌🏾❤️🚀 pic.twitter.com/3npnG7Mg8D
— Lebo (@lebohangbokako) September 23, 2022
સૌથી મોટી ઉંમરના હોવાનું સર્ટિફિકેટ પણ હતું
જોહાનાને દુનિયાના સૌથી મોટી ઉંમરના મહિલા ગણવામાં આવી રહ્યાં હતા. તેમની પાસે વયોવૃદ્ધિ હોવાનો પૂરાવો પણ હતો. એક ડોક્યુમેન્ટમાં તેમની જન્મતારીખ 11 મે 1894 લખેલી હતી. જોહાનાના પરિવારનું કહેવું છે કે તે ડોક્યુમેન્ટના આધાર પર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જોહાનાનું નામ આવવું જોઈએ, જેથી તેમને સન્માન મળી શકે. તેના મૃત્યુ બાદ આખી દુનિયામાં તેની ચર્ચા થઈ રહી છે, આવી સ્થિતિમાં તેને 'સૌથી વૃદ્ધ મહિલા' જાહેર કરી શકાય છે.
કહેતા હતા- હું અત્યાર સુધી જીવિત કેમ, ક્યારે મોત આવશે
જોહાનાની વધતી ઉંમર તેમના માટે મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. 2022માં તેમણે ખુબ કહ્યું હતું- હું અત્યાર સુધી જીવિત કેમ છું? મારા સાથીઓનું પહેલાં જ મોત થઈ ગયું છે. હું ક્યારે મરીશ? હું એક જગ્યાએ બેસીને થાકી ગઈ છું. મારા શરીરમાં જડતા આવી ગઈ છે. હું ચાલી શકતી નથી. મને નીંદર પણ આવતી નથી. આમ અત્યાર સુધી જીવતા રહેવાનો શું અર્થ છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે