Afghanistan: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને તાલિબાન પર ભરોસો છે? જાણો શું આપ્યો જવાબ

જો બાઈડેનને તાલિબાન વિશે સવાલ પૂછવામાં આવ્યો. પત્રકારે તેમને પૂછ્યું કે શું તમને તાલિબાન પર વિશ્વાસ છે? જેના પર બાઈડેને જવાબ આપ્યો. 

Afghanistan: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને તાલિબાન પર ભરોસો છે? જાણો શું આપ્યો જવાબ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનથી અમેરિકી સેના હટ્યા બાદ ત્યાં હવે તાલિબાનનું રાજ થઈ ગયું છે. તાલિબાનીઓ દ્વારા જલદી નવી સરકાર પણ બનાવી લેવામાં આવશે. અમેરિકાના નિર્ણયને લઈને દરેક તેની આકરી ટીકા કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન દરેકના નિશાના પર છે. આ બધા વચ્ચે જો બાઈડેનને તાલિબાન વિશે સવાલ પૂછવામાં આવ્યો. પત્રકારે તેમને પૂછ્યું કે શું તમને તાલિબાન પર વિશ્વાસ છે? જેના પર બાઈડેને જવાબ આપ્યો. 

વ્હાઈટ હાઉસમાં પ્રેસ વાર્તા દરમિયાન જો બાઈડેનને તાલિબાન વિશે સવાલ પૂછવામાં આવ્યો. પત્રકારે તેમને પૂછ્યું કે શું તમને તાલિબાન પર વિશ્વાસ છે? ત્યારે જો બાઈડેને કહ્યું કે હું કોઈના પર વિશ્વાસ કરતો નથી. તમારા ઉપર પણ નહીં. હું તમને પ્રેમ કરું છું, પરંતુ એવા અનેક લોકો છે જેમના પર હું વિશ્વાસ કરતો નથી. તાલિબાને પહેલા લોકોમાં વિશ્વાસ પેદા કરવો પડશે, લોકોને સુવિધાઓ આપવી પડશે. તાલિબાને ઘણું ખરું કહ્યું છે, અમે જોઈએ છીએ કે તે પોતાની વાતો પર ખરું ઉતરે છે કે નહીં. 

— ANI (@ANI) August 23, 2021

અત્રે જણાવવાનું કે જો બાઈડેન દ્વારા અમેરિકી સેનાને હટાવવાના નિર્ણયની આકરી ટીકા થઈ રહી છે. જો કે જો બાઈડેને પોતાના નિર્ણયને એકદમ યોગ્ય ગણાવ્યો. તેમણે કહ્યું કે તેમનો નિર્ણય સંપૂર્ણ રીતે સાચો અને લોજિકલ છે. જો અમે અત્યારે બહાર નહીં નીકળીએ તો ક્યારે નીકળીશું. 

જો બાઈડેને એમ પણ કહ્યું હતું કે જ્યારે ઈતિહાસમાં આ નિર્ણયને જોવામાં આવશે તો બિલકુલ સાચો અને લોજિકલ નિર્ણય ગણાશે. નોંધનીય છે કે માત્ર અફઘાનિસ્તાન નહીં પરંતુ અમેરિકા સહિત દુનિયાના અન્ય દેશોમાં પણ બાઈડેન પ્રશાસનના નિર્ણયની આકરી ટીકા થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news