Amazon ના CEO પદેથી રાજીનામું આપશે Jeff Bezos, હવે Andy Jassy સંભાળશે આ જવાબદારી
અમેઝોન (Amazon) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જેફ બેજોસ પોતાના પદેથી રાજીનામું આપવાના છે. તેઓ આ વર્ષના અંત સુધીમાં પદ છોડશે.
Trending Photos
વોશિંગ્ટન: અમેઝોન (Amazon) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જેફ બેજોસ પોતાના પદેથી રાજીનામું આપવાના છે. તેઓ આ વર્ષના અંત સુધીમાં પદ છોડશે. બેજોસે (Jeff Bezos) એક પત્ર લખીને પોતાના કર્મચારીઓને આ નિર્ણયથી માહિતગાર કર્યા. મંગળવારે લખેલા પત્રમાં તેમણે કહ્યું કે તેઓ કંપનીમાં CEO ની ભૂમિકા છોડી રહ્યા છે. તેમની જગ્યાએ એન્ડી જેસી (Andy Jassy) ને CEO બનાવવામાં આવ્યા છે.
ગત વર્ષે ખુબ કરી કમાણી
જેફ બેજોસે (Jeff Bezos) પત્રમાં લખ્યું છે કે હું આ જાહેરાત કરતા ઉત્સાહિત છું કે હું અમેઝોન કાર્યકારી અધ્યક્ષની ભૂમિકા ભજવીશ અને એન્ડી જેસી કંપનીના નવા CEO હશે. જેસી હાલ અમેઝોમાં વેબ સર્વિસના પ્રમુખ છે. બેજોસે આ જાહેરાત એવા સમયે કરી છે કે જ્યારે અમેઝોને 31 ડિસેમ્બર 2020ના રોજ સમાપ્ત થતા પોતાના ચોથા ત્રિમાસિક માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ 2020ના છેલ્લા ત્રિમાસિકમાં 100 બિલિયન ડોલરનું વેચાણ કર્યું છે.
નવી ભૂમિકા અંગે ઉત્સાહિત
જેફ બેજોસે અમેઝોન (Amazon) ને એક સ્ટાર્ટઅપ તરીકે 1995 માં લોન્ચ કરી હતી અને આજે તે દુનિયાની સૌથી મોટી ઈ કોમર્સ કંપનીઓમાં સામેલ છે. તેમણે પત્રમાં આગળ લખ્યું છે કે હું મારી આ નવી ભૂમિકામાં મારી પૂરેપૂરી ઉર્જા સાથે નવા ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરીશ. એન્ડી જેસી પર મને સંપૂર્ણ ભરોસો છે કે તેઓ એક ઉત્કૃષ્ટ લીડર સાબિત થશે.
પત્રમાં આ પણ કર્યો ઉલ્લેખ
જેફ બેજોસે પોતાના પત્રમાં લખ્યું છે કે આ મુસાફરી લગભગ 27 વર્ષ પહેલા શરૂ થઈ હતી. અમેઝોન માત્ર એક વિચાર હતો અને તેનું કોઈ નામ નહતું. તે દરમિયાન સૌથી વધુવાર મને એ સવાલ પૂછવામાં આવ્યો તો કે ઈન્ટરનેટ શું છે? આજે અમે 1.3 મિલિયન પ્રતિભાશાળી, સમર્પિત લોકોને રોજગાર આપીએ છીએ. સેંકડો લાખો ગ્રાહકો અને વ્યવસાયોની સેવા કરીએ છીએ, અને વ્યાપક રીતે દુનિયામાં સૌથી સફળ કંપનીઓ તરીકે ઓળખાઈએ છીએ.
અમે અજીબ ચીજોને સામાન્ય બનાવી
તેમણે વધુમાં લખ્યું છે કે આ બધુ કેવી રીતે થયું? જવાબ છે આવિષ્કાર. આવિષ્કાર જ અમારી સફળતાનું મૂળ છે. અમે એક સાથે અજીબ ચીજોને કરી અને ત્યારબાદ તેને સામાન્ય બનાવી. અમે કસ્ટમર રિવ્યુને પ્રાથમિકતા આપી. જો તમે યોગ્ય રીતે કામ કરો છો, તો આશ્ચર્યજનક આવિષ્કારના કેટલાક વર્ષ બાદ, નવી ચીજો સામાન્ય થઈ જાય છે. લોકો બગાસા ખાતા આરામથી કામ કરે છે અને તે કોઈ પણ આવિષ્કાર માટે સૌથી સૂકુનની પળ હોય છે.
અમે સુખ દુખ વહેંચ્યા છે
બેજોસે (Jeff Bezos) લખ્યું છે કે મને ખબર નથી કે અન્ય કંપનીઓના આવિષ્કારના મામલે ટ્રેક રેકોર્ડ કેવો છે પરંતુ અમે ખુબ સારું કામ કર્યું છે અને તમને પણ તમારા આવિષ્કારો પર મારી જેમ ગર્વ હોવો જોઈએ. મને મારું કામ સાર્થક અને મજેદાર લાગે છે. હું સૌથી સ્માર્ટ અને પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરું છું. તે મારા માટે સૌભાગ્યની વાત છે. જ્યારે સમય સારો હોય ત્યારે તમે વિનમ્ર રહો છો. જ્યારે સમય કપરો હોય ત્યારે તમે મજબૂત અને સહાયક બની જાઓ છો. અમે એકબીજાના સુખ દુખ વહેંચ્યા છે, આ જ એક ટીમમાં કામ કરવાનું સુખ છે.
હવે મારી પાસે થોડો સમય રહેશે
પત્રમાં તેમણે લખ્યું છે કે હું મારી આ નવી ભૂમિકા અંગે ઉત્સાહિત છું. લાખો ગ્રાહકો અમારી સેવાઓ પર નિર્ભર છે અને 1.3 મિલિયન કર્મચારીઓ પોતાની આજીવિકા માટે અમારા પર નિર્ભર છે. અમારે એ વાતનો ખ્યાલ રાખવાનો રહેશે. જ્યારે તમે CEO જેવા મોટા પદની જવાબદારી સંભાળો છો ત્યારે તમારી પાસે કોઈ બીજી ચીજ પર ધ્યાન આપવા માટે સમય નથી હોતો. મારી આ નવી ભૂમિકામાં હું અમેઝોનના મહત્વપૂર્ણ કાર્યોમાં સંલગ્ન રહીશ, પરંતુ મારી પાસે ડે 1 ફંડ, બેજોસ અર્થ ફંડ, બ્લ્યુ ઓરિજિન, વોશિંગ્ટન પોસ્ટ જેવા અમારા જૂનૂન માટે કઈંક કરવાનો પણ સમય રહેશે.
બિલકુલ પણ નિરાશ ન થાઓ
તેમણે વધુમાં કહ્યું કે અમેઝોનની પાઈપલાઈનમાં એવી અનેક ચીજો છે જે દુનિયાને આશ્ચર્યચકિત કરશે. અમે જ્યાં છીએ, તેનાથી અમારે હજુ પણ આગળ જવાનું છે. આથી તો આવિષ્કાર કરતા રહ્યા અને જો પહેલીવારમાં તમારા આઈડિયાને પાગલપણું કહેવાય તો જરાય પણ નિરાશ ન થાઓ. હંમેશા સંભાવના શોધતા રહો અને તમારી જિજ્ઞાસાને રસ્તો દેખાડો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે