Japan Divorce Temple: કોઈ દેવી-દેવતાનું નહી, આ દેશમાં છે ૬૦૦ વર્ષ જૂનું અનોખું ડિવોર્સ ટેમ્પલ
Women Rights: મહિલાઓએ સત્તાવાર રીતે ટેકોજી મંદિરમાંથી તલાકનું સર્ટીફીકેટ મેળવવાનું શરૂ કર્યું. તે સુફુકુ-જી તરીકે ઓળખાય છે. આ પ્રમાણપત્રથી મહિલાઓને લગ્નમાંથી કાયદેસરની સ્વતંત્રતા મળી.
Trending Photos
Temples in Japan: વિશ્વમાં વિવિધ દેવી-દેવતાઓના મંદિરો હોય છે. ક્યાંક તમને દેવીની મૂર્તિ જોવા મળશે તો ક્યાંક દેવતાની.. પરંતુ જાપાનમાં એક મંદિર જરા અલગ જ છે. આ 600 વર્ષ જૂનું મંદિર ટેકોજી મંદિર તરીકે ઓળખાય છે. આ એક અનોખું તલાક મંદિર છે. અહીં તે મહિલાઓ જાય છે જેઓ પોતાના પતિથી નારાજ છે. આ વાંચીને તમને થોડું અજુગતું તો લાગ્યું જ હશે, પરંતુ આ સાચી વાત છે.
આ મંદિરની સ્થાપના માત્સુગાઓકા ટોકેઈ-જીના નામથી કરવામાં આવી હતી. આ મંદિર જાપાનના કામાકુરા શહેરના કાનાગાવા પ્રાંતમાં આવેલું છે. ઘરેલુ હિંસાનો ભોગ બનેલી આવી અનેક મહિલાઓનું આ નિવાસસ્થાન રહ્યું છે. આ બૌદ્ધ મંદિર એ સમયનું છે જ્યારે મહિલાઓને કોઈ અધિકારો નહોતા. તે સમયે જાપાનમાં છૂટાછેડાની કોઈ જોગવાઈ નહોતી.
આ પણ વાંચો:
15 જૂનથી આ રાશિના લોકોનું ભાગ્ય 'સૂર્ય'ની જેમ ચમકશે,હાથ લગાવતા માટી પણ બની જશે સોનુ!
Rohit ના કરીયર માટે ખતરો બન્યો આ 21 વર્ષીય ખેલાડી
Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો!
આ મંદિરમાં મહિલાઓ કેમ આવતી?
આ મંદિરની સ્થાપના વર્ષ 1285માં બૌદ્ધ સાધ્વી કાકુસન શિદો-ની દ્વારા કરવામાં આવી હતી. જે મહિલાઓ લગ્નજીવનમાં ખુશ ન હતી તે આ મંદિરમાં આવતી હતી. સમયની સાથે આ મંદિર સલામત સ્થળ અને સંસ્થા તરીકે પ્રખ્યાત બન્યું. મહિલાઓને લાગવા માંડ્યું કે તે અહીં સુરક્ષીત છે. આ સિવાય જો તે ઘુટનભર્યા સંબંધમાં હોય તો તેમાંથી પણ તેને આઝાદી મળી શકે છે.
થોડા સમય પછી મહિલાઓએ સત્તાવાર રીતે ટેકોજી મંદિરમાંથી તલાકનું સર્ટીફીકેટ મેળવવાનું શરૂ કર્યું. તે સુફુકુ-જી તરીકે ઓળખાય છે. આ પ્રમાણપત્રથી મહિલાઓને લગ્નમાંથી કાયદેસરની સ્વતંત્રતા મળી.
ખૂબ સુંદર મંદિર
આ મંદિરની સંરક્ષિત વાસ્તુકલાની ખૂબ તારીફ થાય છે. આ મંદિર અંદરથી ખૂબ જ સુંદર બગીચાઓથી ઘેરાયેલું છે. લોકો આ મંદિરને કાકેકોમી ડેરા, સંબંધો તોડવાની જગ્યા અને ભાગેડુ મહિલાઓનું મંદિર અથવા તલાકનું મંદિર પણ કહે છે.
આ પણ વાંચો:
શું તમે પણ હાઈ હીલ્સ પહેરવાના શોખીન છો? તો પહેલા જાણી લેજો તેના આ મોટા નુકસાન
Hair Care Tips: તમને પણ ગમે છે લાંબા અને જાડા વાળ? તો લવિંગનો આ રીતે કરો ઉપયોગ
હવે માત્ર 6 લાખમાં ખરીદો Maruti Brezza! કોઈ વેઇટિંગ પિરિયડ પણ નહીં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે