ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટ
હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહના માર્યા ગયા બાદ હવે તેના સંભવિત વારસદાર ગણાતા હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયેલે ટાર્ગેટ કર્યો છે.
Trending Photos
હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહના માર્યા ગયા બાદ હવે તેના સંભવિત વારસદાર ગણાતા હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયેલે ટાર્ગેટ કર્યો છે. લેબનની રિપોર્ટ્સનો હવાલો આપતા ઈઝરાયેલી મીડિયાએ દાવો કર્યો છે કે આઈડીએફએ કથિત રીતે બૈરુતના દહિહ પરા વિસ્તારાં હાશેમ સફીદ્દીનને મારવાની કોશિશ કરી. રિપોર્ટમાં કહેવાયું છે કે ઈઝરાયેલી હુમલો નસરલ્લાહના મારવા માટે કરાયેલા હુમલાથી ઘણો મોટો હતો.
ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ ગુરુવારે મધરાતે ઈઝરાયેલે બૈરુત પર ભીષણ હવાઈ હુમલા કર્યા. એવું કહેવાય છે કે તે સમયે સફીદ્દીન એક અંડરગ્રાઉન્ડ બંકરમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ કરતો હતો. ઈઝરાયેલ દ્વારા નસરલ્લાહને માર્યા બાદ આ વિસ્તારમાં કરાયેલો આ સૌથી ભીષણ હુમલો હતો.
ત્રણ ઈઝરાયેલી અધિકારીઓએ ધ ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું કે હુમલામાં સફીદ્દીન સહિત હિઝબુલ્લાહના પ્રમુખ નેતાઓની એક બેઠકને ટાર્ગેટ કરવામાં આવી. જો કે તેને લઈને ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) કે લેબનનમાં હિઝબુલ્લાહ તરફથી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી.
આઈડીએફએ કથિત રીતે દક્ષિણ લેબનનના વિસ્તારો પર હુમલો કર્યો, જેમાં બૈરૂત પણ સામેલ છે. બેરૂતમાં અનેક મોટા ધડાકા કર્યા જેમાં અનેક લોકોના માર્યા ગયા હોવાની આશંકા છે.
હાશેમ સફીદ્દીનને 2017માં અમેરિકાએ આતંકી જાહેર કર્યો હતો. તે હાલ હિઝબુલ્લાહના રાજકીય મામલાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને આતંકી સંગઠન જેહાદ પરિષદનો સભ્ય પણ છે. સફીદ્દીનની ગણતરી નસરલ્લાહ અને નઈમ કાસિમ સાથે હિજબુલ્લાના ટોપ 3 નેતાઓમાં થતી હતી.
પોતાને પયગંબરનો વંશજ ગણાવે છે
હાશેમ પોતાને પયગંબર મોહમ્મદનો વંશજ ગણાવે છે. પરંતુ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 2017માં તેને આતંકવાદી જાહેર કર્યો હતો. કારણ કે તેણે ઈઝરાયેલ વિરુદ્ધ મોટી જંગ શરૂ કરી હતી. જ્યારે ઈઝરાયેલે હિઝબુલ્લાહના સીનિયર કમાન્ડરનો ખાત્મો કર્યો હતો. ત્યારે તેણે પોતાના માણસોને કહ્યું હતું કે દુશ્મનોને રડવા માટે મજબૂર કરી દો. ઈરાકના નઝફ અને ઈરાનના કુમના ધાર્મિક કેન્દ્રોમાં શિક્ષણ મેળવનારો સફીદ્દીન 1994માં લેબનન પાછો ફર્યો હતો અને જલદી હિઝબુલ્લાહના રેંકમાં ટોપ પર આવી ગયો. 1995માં સમૂહની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા મજલિસ અલ શૂરામાં જોડાઈ ગયો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે