ગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઇક, અનેક આંતરરાષ્ટ્રીય મીડિયાના કાર્યાલયો ધરાશાયી

અલ જઝીરાએ પોતાના એક ટ્વીટમાં કહ્યું કે, ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં જાલા ટાવરને નષ્ટ કરી દીધો, જેમાં અલ જઝીરા કાર્યાલય અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયાના કાર્યાલય સ્થિત છે. 

ગાઝામાં ઇઝરાયલની એર સ્ટ્રાઇક, અનેક આંતરરાષ્ટ્રીય મીડિયાના કાર્યાલયો ધરાશાયી

ગાઝા સિટીઃ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ આગળ વધી રહ્યું છે. એક ઇઝરાયલી હવાઈ હુમલામાં ગાઝા શહેરમાં સ્થિત ઉંચી ઇમારતને નષ્ટ કરી દેવામાં આવી છે. આ ઇમારતમાં એસોસિએટ પ્રેસ (AP), અલ જઝીરા સહિત અનેક મોટા મીડિયા હાઉસના કાર્યાલય હતા. આશરે એક કલાક પહેલા સેનાએ લોોકને ઇમારત ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આ ઇમારતમાં આંતરરાષ્ટ્રીય મીડિયાના કાર્યાલયની સાથે આવાસીય એપાર્ટમેન્ટ પણ હતા. ઇઝરાયલના હવાઈ હુમલામાં 12 માળની બિલ્ડિંગ ધારાશાયી થઈ ગઈ. ઇમારત પડવાને કારણે ચારે તરફ ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. આ હુમલો કેમ કરવામાં આવ્યો, તેનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. 

અલ જઝીરાએ પોતાના એક ટ્વીટમાં કહ્યું કે, ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં જાલા ટાવરને નષ્ટ કરી દીધો, જેમાં અલ જઝીરા કાર્યાલય અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયાના કાર્યાલય સ્થિત છે. એક એપીના પત્રકારે કહ્યું કે, સેનાએ હુમલા પહેલા ટાવર માલિકને ચેતવણી આપી હતી. 

— Al Jazeera English (@AJEnglish) May 15, 2021

ગાઝા શહેરમાં ગીચ વસ્તીવાળી શરણાર્થી શિબિર પર એક અન્ય ઇઝરાયલી હુમલાના થોડા કલાકો બાદ આ સ્ટ્રાઇક થઈ હતી. ઇઝરાયલ દ્વારા જારી કરવામાં આવેલા હુમલામાં એક પરિવારના ઓછામાં ઓછા 10 પેલેસ્ટાઈનીના મોત થયા છે. જેમાં મોટાભાગના બાળકો સામેલ છે. 

અમેરિકા-યૂરોપથી તણાવ વચ્ચે રશિયાએ જાહેર કર્યું 'દુશ્મન' દેશોનું લિસ્ટ, જાણો કોણ છે સામેલ

મહત્વનું છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શરૂ થયેલા જંગમાં અત્યાર સુધી ગાઝામાં 122 લોકોના મોત થયા છે. એક અધિકારી પ્રમાણે અત્યાર સુધી 122 લોકોના મોત થયા છે, જેમાં 31 બાળકો અને 20 મહિલાઓ સામેલ છે. 900થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇઝરાયલમાં મૃત્યુ પામનારની સંખ્યા આઠ છે, જેમાં છ નાગરિક છે. ગાઝા પટ્ટીના ઉત્તરી અને પૂર્વી ભાગ પર ઇઝરાયલી સરહદ પર તૈનાત તોપોથી ગોળીબારી થઈ હતી. ઇઝરાયલના યહૂદી અને અરબ મિશ્રિત વસ્તીમાં હવે અર્ધ સૈનિક દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. અહીં પણ તોફાનો ચાલી રહ્યાં છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news