હિઝાબને ઉતારીને ફેંકી દીધુ રસ્તા પર... પોતાના જ દેશના વિરોધમાં ઉતરી ઈરાનની મહિલાઓ
Trending Photos
નવી દિલ્હી :ઈરાન (Iran) ની મહિલાઓએ દેશના કાયદાની વિરુદ્ધ મોરચો ખોલી લીધો છે. દેશની મહિલાઓ પર લાગુ સખત નિયમોની વિરુદ્ધ હવે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. તેઓ અલગ અલગ રીતથી આ નિયમોનો વિરોધ કરી રહી છે. પોતાના હક માટે ઈરાનની મહિલાઓએ એક અલગ જ પ્રકારનો વિરોધ શરૂ કર્યો છે. જેનો વીડિયો (Video Viral) હાલ સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મહિલાઓ રસ્તા પર ડાન્સ (Dance) કરતી દેખાઈ રહી છે. તો કેટલીક મહિલાઓ હિઝાબ (Hijab) ઉતારતી પણ વીડિયોમાં દેખાઈ રહી છે.
હકીકતમાં, ઈરાનમાં મહિલાઓ માટે સખત કાયદા બનાવવામાં આવ્યા છે, જેનુ ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. જેમાં હિઝાબ પહેરવુ અને રસ્તા પર ખુલ્લેઆમ ડાન્સ કરવાની સખત મનાઈ જેવા કાયદા પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, ઈરાનમાં જાહેર સ્થળો પર જો કોઈ મહિલા હિઝાબ વગર ફરતી દેખાઈ તો તેને જેલ થઈ શકે છે. આવામાં ઈરાની મહિલાઓ હવે દેશના કાયદાથી પરેશાન થઈ ગઈ છે, જેના પગલે હવે મહિલાઓએ આ કાયદાનો ખૂલીને વિરોધ શરૂ કર્યો છે.
Islamic Republic of #Iran.
It's illegal for #Iranian women to #dance on the street, but that's not stopping them.pic.twitter.com/3vevaVzxIW
— Mr Belutsch🏳 (@Mr_Belutsch) February 5, 2020
આ મુદ્દે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઈરાની મહિલાઓ અને યુવતીઓ રસ્તા પર ખુલ્લેઆમ ડાન્સ કરતા અને હિઝાબ ઉતારીને ફેંકતી દેખાઈ રહી છે. વીડિયોને લઈને દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો એ યુવતીઓ અને મહિલાઓનો છે, જે સરકારના આ નિયમોની વિરુદ્ધ ઉભી છે. વિરોધ બતાવવા માટે તેઓએ આ રીત અપનાવી છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેવી રીતે મહિલાઓ રસ્તાની વચ્ચે ડાન્સ કરી રહી છે અને કેટલીક મહિલાઓ પોતાનો હિઝાબ ઉતારીને ફેંકી રહી છે. આ વીડિયો @Mr_Belutsch નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરાયો છે, જેને અત્યાર સુધી 7 લાખ 45 હજારથી વધુ વ્યૂ મળ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે