ભારતીય મુળના સેનેટર કમલા હૈરિસ પર ઓનલાઇન વંશીય હુમલો, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

અમેરિકામાં ભારતીય મુળના પહેલા સેનેટર કમલા હૈરિસને અમેરિકી અશ્વેત નહી હોવા મુદ્દે ઓનલાઇન નિશાન બનાવવામાં આવ્યું છે. મીડિયામાં આવેલા સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે. હૈરીસ (54) ડેમોક્રેટિક પાર્ટીનાં તે નેતાઓમાં શામિલ છે, તેમની નજર 2020 માં રાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણી પર છે. તેમાં જીતવા અંગે તેઓ વ્હાઇટ હાઉસમાં પહોંચનારી પહેલી મહિલા હશે.  હૈરિસની માં એક ભારતીય, જ્યારે પિતા જમૈકાનાં રહેવાસી છે. અમેરિકામાં તે બંન્ને પ્રવાસી હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની વસ્તીમાં એક ટકા લોકો ભારતીય મુળનાં અમેરિકી છે અને તેઓ દેશમાં સૌથી ઝડપી રહેલ લઘુમતી વર્ગ છે. 
ભારતીય મુળના સેનેટર કમલા હૈરિસ પર ઓનલાઇન વંશીય હુમલો, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

વોશિંગ્ટન : અમેરિકામાં ભારતીય મુળના પહેલા સેનેટર કમલા હૈરિસને અમેરિકી અશ્વેત નહી હોવા મુદ્દે ઓનલાઇન નિશાન બનાવવામાં આવ્યું છે. મીડિયામાં આવેલા સમાચારોમાં દાવો કરવામાં આવ્યો છે. હૈરીસ (54) ડેમોક્રેટિક પાર્ટીનાં તે નેતાઓમાં શામિલ છે, તેમની નજર 2020 માં રાષ્ટ્રપતિ પદ માટે થનારી ચૂંટણી પર છે. તેમાં જીતવા અંગે તેઓ વ્હાઇટ હાઉસમાં પહોંચનારી પહેલી મહિલા હશે.  હૈરિસની માં એક ભારતીય, જ્યારે પિતા જમૈકાનાં રહેવાસી છે. અમેરિકામાં તે બંન્ને પ્રવાસી હતા. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની વસ્તીમાં એક ટકા લોકો ભારતીય મુળનાં અમેરિકી છે અને તેઓ દેશમાં સૌથી ઝડપી રહેલ લઘુમતી વર્ગ છે. 

VIDEO: પુલનું નિર્માણ ચાલી રહ્યું હતું અને અચાનક નદીમાં પુર આવ્યુ અને..
સીએનએનના એક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, કૈલીફોર્નિયાના સેનેટર હૈરિસને જન્મ સ્થાન સાથે જોડાયેલા મુદ્દે નિશાન બનાવવામાં આવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ આ પ્રકારનાં વંશીય હુમલાનો સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રપતિ પદ પર બેસતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ (હાલના રાષ્ટ્રપતિ) સહિત કેટલાક રિપબ્લિકન નેતાઓનાં જન્મ સ્થાનનાં જોડાયેલા મુદ્દે (બર્થરિજ્મ) ને ઉત્તેજન આપ્યું હતું. 

સ્વિસ બેંકમાં બ્રિટનના લોકોના સૌથી વધારે પૈસા, ભારત 74મા સ્થાન પર !
અત્રે ઉલ્લેખનીય છે કે, તે અમેરિકામાં ચાલેલા એક અભિયાન હતું જે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના જન્મથી જ અમેરિકી નાગરિક હોવા પર શંકા વ્યક્ત કરે છે અથવા તેનો ઇન્કાર કરે છે. એટલા માટે રાષ્ટ્રપતિ પદ માટે  તેમના અયોગ્ય હોવાની વાત કહેવામાં આવી હતી. તે એક માત્ર એવા અમેરિકન રાષ્ટ્રપતિ હતા જેનો જન્મ અમેરિકી પ્રાંતોની બહાર થયા હતા. 

ભારતની રશિયા સાથે 200 કરોડની એંટી ટેંક મિસાઇલ ડીલ, 3 મહિનામાં થશે ડિલિવરી
પોતાની ઓળખ એક આફ્રીકી-અમેરિકી તરીકે જણાવનારા એક વ્યક્તિએ ગુરૂવારે ટ્વીટ કર્યું, કમલા હૈરિસ એક અમેરિકી અશ્વેત નથી, તેઓ અડધા ભારતીય અને અડધા જમૈકન છે. ધ ન્યુયોર્ક ટાઇમ્સનાં સમાચાર અનુસાર દક્ષિણ પંથી વ્યક્તિત્વ અલી એલેક્ઝેન્ડરનું આ ટ્વીટ વાઇરલ થઇ ગયું. 

જય શ્રી રામ, વંદે માતરમના બહાને RSS પર વરસ્યા ઓવૈસી, કહ્યું હવે આ અટકવાનું નથી
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનાં પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે પણ તેને રિટ્વીટ કર્યું. ટ્રમ્પ જુનિયરે રિટ્વીટ કરી પોતાનાં 30 લાખથી વધારે ફોલોઅરને પુછ્યું કે, શું આ સાચુ છે ? વાહ. હૈરિસનો ચૂંટણી પ્રચાર નિર્દેશક લીલી એડમ્સે તેને વંશીય હુમલાને ફગાવતા કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત અન્ય લોકો ઓબામાના જન્મ સ્થાન અંગે સવાલ કરવા માટે આ પ્રકારનાં શબ્દોનો ઉપયોગ કરે છે. ઓબામાનો જન્મ હવાઇમાં થયો હતો.  એડમ્સે સીએનએનને જણાવ્યું કે, આ તેવા જ પ્રકારનું વંશીય હુમલો છે જેવું તેના પિતા (ટ્રમ્પ) બરાક ઓબામા પર કરતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news