USમાં ભારતીય અભિનેત્રીઓ પાસે કરાવાતો દેહવ્યાપાર: દંપત્તીની ધરપકડ

સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગતી યુવતીઓને કામ અપાવવાની લાલચ આપીને અમેરિકા બોલાવવામાં આવતી હતી

USમાં ભારતીય અભિનેત્રીઓ પાસે કરાવાતો દેહવ્યાપાર: દંપત્તીની ધરપકડ

નવી દિલ્હી : ભારતીય મુળનાં એક દંપત્તીને અમેરિકામાં સેક્સ રેકેટ ચલાવવાનાં આરોપમાં ધરપકડ કરી લેવામાં આવી છે. આ દંપત્તી ટોલિવુડ અભિનેત્રીને અમેરિકામાં શો કરવા અને કામ અપાવવાનાં બહાને બોલાવતા હતા અને પછી તેને વેશ્યાવૃતિમાં ધકેલી દેતા હતા. શિકાગો ટ્રિબ્યુનનાં રિપોર્ટ અનુસાર શિકાગોની જિલ્લા કોર્ટમાં 42 પેજની એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ તપાસ એજન્સીએ લાંબી તપાસ કરીને દંપત્તીની ધરપકડ કરી હતી. 

મળતી માહિતી અનુસાર, કિશન મોદુગુમુદી ઉર્ફે શ્રીરાજ ચોન્નૂપતિ અને તેની પત્ની ચંદ્રા ટોલીવુડની અભિનેત્રીઓને અમેરિકામાં કામ અપાવવાની લાલચ આપીને બોલાવતા હતા અને ત્યાર બાદ તેને દેહવ્યાપાર કરવા માટે મજબુર કરતા હતા. કિશન બિઝનેસમેન હોવાનું જણાવાઇ રહ્યા છે. તેણે કેટલીક તેલુગુ ફિલ્મો કો-પ્રોડ્યુસ પણ કરી છે. પોતાની વગનો ઉપયોગ કરી તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં આવવા માંગતી યુવતીઓને તેઓ કામના બહાને અમેરિકા બોલાવતા હતા. 

આરોપ છે કે, એક યુવતીનું દંપત્તિ શોષણ કરી રહ્યા હતા, ત્યાર બાદ દંપત્તીને એક નોટ મોકલવામાં આવી, જેમાં યુવતીનું શોષણ નહી કરવા અને તેને છોડવા માટે જણાવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર દંપત્તી આ પ્રકારની ડેટ અને સંબંધ બનાવવા માટે બિઝનેસમેન અને રંગીન મિજાજનાં લોકો પાસેથી 3000 ડોલર વસુલતા હતા. દંપત્તી દ્વારા અભિનેત્રીઓને પોતાનાં એપાર્ટમેન્ટમાં રોકાવા માટે ફોર્સ કરવામાં આવતો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news