ભારતીય અવકાશયાત્રી 2022માં અંતરિક્ષ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેશે

રશિયન મીડિયામાં બુધવારે પ્રકાશિત એક અહેવાલ મુજબ ભારતીય અવકાશયાત્રી સોયુઝ અવકાશયાનમાં ટૂંકાગાળાના તાલીમી કાર્યક્રમ દરમિયાન 2022માં આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેશે

ભારતીય અવકાશયાત્રી 2022માં અંતરિક્ષ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેશે

મોસ્કોઃ રશિયન અવકાશ ઉદ્યોગના સુત્રોને ટાંકીને બુધવારે રશિયન મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા છે કે, ભારતીય અવકાશયાત્રી રશિયાના સોયુઝ અવકાશ યાનમાં 2022માં ટૂંકાગાળાના તાલીમી કાર્યક્રમમાં ભાગ લેવા માટે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેશે. 

દેશની રશિયન ન્યુઝ એજન્સી સ્પુટનિકે એક સુત્રના હવાલા સાથે લખ્યું છે કે, "રશિયા તરફથી ભારતીય અવકાશ સંશોધન કરતા વૈજ્ઞાનિકોને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની ટૂંકી મુલાકાત માટેની ઓફર કરી છે. આ યાત્રા 2022માં યોજાશે અને તે ભારતના સ્વતંત્ર માનવયુક્ત અંતરિક્ષ અભિયાનથી પહેલાં અથવા પછી યોજાશે. નજીકના ભવિષ્યમાં જ આ અંગેનો કરાર થવાની સંભાવના છે."

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એક પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને તેમાં અનેક દેશના વૈજ્ઞાનિકો ત્રણથી છ મહિના માટે રહેવા જતા હોય છે અને ત્યાં વિવિધ પ્રકારના સંશોધનો કરવામાં આવે છે. 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેરાત કરી હતી કે, ભારતનો અવકાશયાત્રી 2022માં સ્વદેશમાં જ નિર્મિત 'ગગનયાન'માં અવકાશમાં જશે, જ્યારે ભારત તેનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવતો હશે. 

જો ભારત આ અભિયાનમાં સફળ થાય છે તો તે અંતરિક્ષમાં માનવને મોકલનારો અમેરિકા, રશિયા અને ચીન બાદ વિશ્વનો ચોથો દેશ બની જશે. 

રાકેશ શર્મા, ભારતીય હવાઈ દળના પૂર્વ પાઈલોટ પ્રથમ ભારતીય હતા જેણે અંતરિક્ષયાત્રા કરી હોય. તેઓ સોવિયત સંઘના સોયુઝ ટી-11 અભિયાનમાં જોડાયા હતા, જે 2 એપ્રિલ, 1984ના રોજ લોન્ચ કરાયું હતું. 

આ ઉપરાંત ભારતમાં જન્મેલી કલ્પના ચાવલા અને ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ પણ અંતરિક્ષની મુલાકાત લઈ આવેલા જાણીતા નામ છે. 

કલ્પના ચાવલાનું અંતરિક્ષ સ્ટેનેથી પરત ફરતા સમયે પૃથ્વીની ભ્રમકક્ષામાં પ્રવેશ કરતા સમયે 2003માં થયેલી દુર્ઘટનામાં મોત થયું હતું. કોલંબિયા યાનની આ દુર્ઘટનામાં અન્ય 7 ક્રૂ સભ્યોનાં પણ મોત થયાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news