ભારતે પહેલીવાર UNમાં ઈઝરાયેલના પક્ષમાં કર્યું વોટિંગ 

ભારતે પોતાના અત્યાર સુધીના વલણમાં ઐતિહાસિક બદલાવ લાવીને સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદમાં ઈઝરાયેલના એક પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યું છે. ઈઝરાયેલી પ્રસ્તાવમાં પેલેસ્ટાઈનના એક બિન સરકારી સંગઠન 'શહીદ'ને સલાહકારનો દરજ્જો આપવા બદલ આપત્તિ વ્યક્ત કરાઈ હતી. ઈઝરાયેલે કહ્યું કે સંગઠને હમાસ સાથેના પોતાના સંબંધોનો ખુલાસો કર્યો નથી. આખરે સંગઠનને સંયુક્ત રાષ્ટ્રમાં પર્યવેક્ષકનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ ઉડી ગયો. 
ભારતે પહેલીવાર UNમાં ઈઝરાયેલના પક્ષમાં કર્યું વોટિંગ 

સંયુક્ત રાષ્ટ્રો: ભારતે પોતાના અત્યાર સુધીના વલણમાં ઐતિહાસિક બદલાવ લાવીને સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદમાં ઈઝરાયેલના એક પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યું છે. ઈઝરાયેલી પ્રસ્તાવમાં પેલેસ્ટાઈનના એક બિન સરકારી સંગઠન 'શહીદ'ને સલાહકારનો દરજ્જો આપવા બદલ આપત્તિ વ્યક્ત કરાઈ હતી. ઈઝરાયેલે કહ્યું કે સંગઠને હમાસ સાથેના પોતાના સંબંધોનો ખુલાસો કર્યો નથી. આખરે સંગઠનને સંયુક્ત રાષ્ટ્રમાં પર્યવેક્ષકનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ ઉડી ગયો. 

આ બાજુ દિલ્હીમાં તહેનાત ઈઝરાયેલના રાજનયિક માયા કડોશે સમર્થનમાં મત આપવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, 'ઈઝરાયેલની પડખે રહેવા અને આતંકી સંગઠન શહીદને સંયુક્ત રાષ્ટ્રના પર્યવેક્ષકનો દરજ્જો આપવાની અપીલને ફગાવવા બદલ ભારતનો આભાર. અમે સાથે મળીને આતંકી સંગઠન વિરુદ્ધ કામ કરતા રહીશું, જે સંગઠનોનો હેતુ નુકસાન પહોંચાડવાનો છે.'

— Maya Kadosh (@MayaKadosh) June 11, 2019

ઈઝરાયેલે સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદમાં 6 જૂનનો ડ્રાફ્ટ પ્રસ્તાવ એલ.15 રજુ કર્યો. આ પ્રસ્તાવના પક્ષમાં રેકોર્ડ 28 મતો પડ્યાં જ્યારે 14 દેશોએ તેની વિરુદ્ધ મતાદાન કર્યું. જ્યારે પાંચ દેશોએ મત વિભાજનમાં ભાગ લીધો નહીં. 

જુઓ LIVE TV

પ્રસ્તાવના પક્ષમાં મતદાન કરનારા દેશોમાં બ્રાઝીલ, કેનેડા, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની, ભારત, આયરલેન્ડ, જાપાન, કોરિયા, યુક્રેન, બ્રિટન અને અમેરિકા સામેલ છે. ઈજિપ્ત, પાકિસ્તાન, તુર્કી, વેનેઝુએલા, યમન, ઈરાન, અને ચીન સહિત 14 દેશોએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. 

પરિષદે એનજીઓની અરજીને પાછી મોકલવાનું નક્કી કર્યું કારણ કે આ વર્ષની શરૂઆતમાં જ્યારે તે અંગે વિચારણા થઈ રહી હતી ત્યારે બિન સરકારી સંગઠન મહત્વપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગયું હતું. એનજીઓએ પોતાની અરજીમાં સંયુક્ત રાષ્ટ્રના પર્યવેક્ષકનો દરજ્જો આપવાની અપીલ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news