દુનિયાની સૌથી વધુ શક્તિશાળી સેનાઓમાં ભારતનો ડંકો, પાકિસ્તાન ટોપ-10માં નહીં

વિવિધ ધોરણોના આધારે સૌથી વધુ શક્તિશાળી 25 સેનાઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી અનુસાર ભારત પાસે કુલ 34,62,500નું સૈન્ય બળ છે, કુલ 2082 વિમાન અને 4184 ટેન્ક છે. ભારતનું કુલ સંરક્ષણ બજેટ 55.2 અબજ ડોલરનું છે.

દુનિયાની સૌથી વધુ શક્તિશાળી સેનાઓમાં ભારતનો ડંકો, પાકિસ્તાન ટોપ-10માં નહીં

કરાચીઃ દુનિયાની સૌથી વધુ શક્તિશાળી સેનાઓમાં ભારતીય સેના ચોથા નંબરે છે. પાકિસ્તાનની સેના સૌથી શક્તિશાળી સેનાઓની યાદીમાં 15મા સ્થાને છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર 'ગ્લોબલ ફાયરપાવર્સ 2019' નામના એક રિપોર્ટમાં વિશ્વની શક્તિશાળી સેનાઓની યાદી તૈયાર કરાઈ છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે, વિશ્વની સૌથી શક્તિશાળી સેનાઓમાં પ્રથમ નંબરે અમેરિકાની સેના છે. બીજા નંબરે રશિયા, ત્રીજા નંબરે ચીન અને ભારત ચોથા નંબરે છે. 

રિપોર્ટમાં જણાવાયું છે કે, ગ્લોબલ ફાયરપાવરની આ યાદીમાં કુલ 137 દેશની સેનાનો સમાવેશ કરાયો છે. આ રેન્કિંગ સેના પાસે રહેલા હથિયાર અને સૈનિકોની સંખ્યાના આધારે નહીં, પરંતુ હથિયરા કેવા પ્રકારના છે, સેનાની કુલ શ્રમશક્તિ કેટલી છે, એ દેશની વસતી કેટલી છે, ભૂગોળ અને વિકાસના સંદર્ભમાં સૈન્ય શક્તિનું સ્વરૂપ કેવું છે? 

રેન્કિંગમાં પરમાણુ હથિયાર સંપન્ન દેશોના બોનસ અંક આપવામાં આવ્યા છે, પરંતુ અંતિમ રેન્કિંગમાં આ આંકડાનો સમાવેશ કરાયો નથી. વિવિધ ધોરણોના આધારે દુનિયાની સૌથી વધુ 25 શક્તિશાળી સેનાની યાદી તૈયાર કરાઈ છે. 

આ યાદી અનુસાર ભારત પાસે કુલ 34,62,500નું સૈન્ય બળ છે, કુલ 2082 વિમાન અને 4184 ટેન્ક છે. આ ઉપરાંત, એક વિમાનવાહક જહાજ અને કુલ 296 નૌકાદળ સંપત્તિઓ છે. ભારતનું કુલ સંરક્ષણ બજેટ 55.2 અબજ ડોલરનું છે. જેની સામે પાકિસ્તાનની સેનામાં જવાનોની કુલ સંખ્યા 12,04,000 છે. પાક. સેના પાસે 1342 વિમાન છે અને તેનું સંરક્ષણ બજેટ 7 અબજ ડોલરનું છે. 

વિશ્વની 15 શક્તિશાળી સેના ક્રમવાર
અમેરિકા, રશિયા, ચીન, ભારત, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, યુનાઈટેડ કિંગડમ, તુર્કી, જર્મની, ઈટાલી, ઈજિપ્ત, બ્રાઝીલ, ઈરાન અને પાકિસ્તાન. 

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news