ભારત-ચીન તણાવ પર અમેરિકાએ આપ્યું મહત્વનું નિવેદન, ડ્રેગનને મરચા લાગશે
Trending Photos
વોશિંગ્ટન: ચીન સાથે વિવાદ પર અમેરિકાએ ફરીથી એકવાર ભારતનો સાથ આપ્યો છે. અમેરિકાએ કહ્યું કે ચીન તરફથી વારંવાર થતી ઉશ્કેરણીને પહોંચી વળવાનો એક માત્ર ઉપાય તેનો સામનો કરવો એ જ છે. અમેરિકાએ કહ્યું કે તે LAC પર ચાલી રહેલી ગતિવિધિઓ પર બાજનજર રાખી રહ્યું છે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં કહ્યું કે અમને મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનની આશા છે. પરંતુ વારંવાર ઉશ્કેરણીની ચીનની આદતને પહોંચી વળવા માટેનો એક માત્ર ઉપાય એ છે કે તેનો સામનો કરવો. તેમણે વધુમાં કહ્યું કે 'વિદેશમંત્રી માઈક પોમ્પિઓ પણ અનેકવાર એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે બેઈજિંગ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુબ વધારે આક્રમક નીતિ અપનાવી રહ્યું છે જે પરેશાની કરનારી વાત છે.'
પ્રવક્તાએ વધુમાં કહ્યું કે તાઈવાન સ્ટ્રેટથી શિનજિયાંગ, દક્ષિણ ચીન સાગરથી લઈને હિમાલય અને સાઈબર સ્પેસથી લઈને આંતરરાષ્ટ્રીય સંગઠનો સુધી, અમે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનો મુકાબલો કરી રહ્યાં છીએ. જે પોતાના જ લોકોને દબાવવા અને પાડોશીઓને ધમકાવવા માંગે છે. આ ઉશ્કેરણીને રોકવાની એકમાત્ર રીત છે બેઈજિંગનો સામનો કરવો.
ભારતે આપ્યો જડબાતોડ જવાબ
નોંધનીય છે કે ચીનની સેનાએ 29/30 ઓગસ્ટની રાતે પેન્ગોંગ લેકના દક્ષિણ બેન્ક ક્ષેત્રમાં યથાશક્તિ બદલવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતીય સેનાએ આ આક્રમક કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો. ચીને 31 ઓગસ્ટની રાતે એકવાર ફરીથી ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. પરંતુ ભારતીય જવાનોએ તેને નિષ્ફળ બનાવી. ચોંકાવનારી વાત એ છે કે ચીન તરફથી આ હરકત એવા સમયે થઈ કે જ્યારે કમાન્ડર સ્તરની વાતચીત ચાલુ હતી.
લદાખમાં LAC પર ભારતીય સેનાએ પોતાના ટેન્કોને મહત્વપૂર્ણ જગ્યાએ તૈનાત કરી છે. ચુશુલમાં અને ડેમચોકથી ચીનના હુમલાની આશંકાને જોતા આ તૈનાતી કરાઈ છે. ચીનની સેના આગળ વધ્યા બાદ ભારતે આ તૈનાતી કરી છે. પેન્ગોંગ લેક પર ભારતની સ્થિતિ મજબૂત છે. ભારતીય સેના તમામ સંવેદનશીલ ક્ષેત્રોમાં આક્રમક વલણ ચાલુ રાખશે. પેન્ગોંગ લેકના દક્ષિણ કિનારે એટલે કે બ્લેક ટોપ પર હવે ભારતીય સૈનિકો તૈનાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે