સીરિયામાં તુર્કીની એરસ્ટ્રાઇક, ભારતે કહ્યું સંયમ વર્તીને ક્ષેત્રીય અખંડીતતાનું સન્માન જરૂરી

ભારતે અપીલ કરતા કહ્યું કે, સીરિયાની અખંડીતતાનું સન્માન થવું જરૂરી છે માટે તુર્કી સંયમ વર્તે તે ખુબ જ જરૂરી છે

સીરિયામાં તુર્કીની એરસ્ટ્રાઇક, ભારતે કહ્યું સંયમ વર્તીને ક્ષેત્રીય અખંડીતતાનું સન્માન જરૂરી

નવી દિલ્હી : અમેરિકામાંથી સેના હટાવવાનાં નિર્ણયની તુરંત બાદ પાડોશી દેશે તુર્કીએ સીરિયા પર એર સ્ટ્રાઇક કરવાનું ચાલુ કરી દીધું છે. આ હુમલામાં સામાન્ય નાગરિકોનાં પણ મોત થઇ રહ્યા છે. જો કે તુર્કીનો દાવો છે કે તે કુર્દ દળ અને આઇએસઆઇએસનાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તુર્કી કુર્દ દળોને પણ આતંકવાદી જ ગણે છે. બીજી તરફ તુર્કીની એકતરફી કાર્યવાહી સામે ભારતે વિરોધ વ્યક્ત કર્યો છે. ભારતે અપીલ કરી છે કે તે સીરિયાની ક્ષેત્રીય અખંડીતતાનું સન્માન કરે.

Jio ના નિર્ણયથી જનતા નાખુશ, ટ્વિટર પર ટ્રેંડ થયું #BoycottJio
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, સીરિયા પર તુર્કી દ્વારા કરવામાં આવી રહેલી એકતરફી કાર્યવાહી પર ઉંડી ચિંતા વ્યક્ત કરીએ છીએ. તુર્કીનું આ પગલું ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે જોખમી છે. ઉપરાંત આતંકવાદ વિરોધી પ્રવૃતીને નબળી પાડી રહ્યું છે. આ પગલાથી માનવીય સંકટ પેદા થવાની શક્યતા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, અમે તુર્કીને અપીલ કરીએ છીએ કે તેઓ સીરિયાની એકતા અને અખંડીતતાનું સન્માન કરે અને સંયમ વર્તે. વાતચીત અને ચર્ચાનાં માધ્યમથી શાંતિપુર્ણ ઉકેલ આવી શકે છે. 

કો-ઓપરેટિવ બેન્કના નિયમોમાં શિયાળુ સત્રમાં ફેરફાર શક્યઃ નિર્મલા સિતારમણ
શું છે સમગ્ર વિવાદ ?
થોડા દિવસો અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનલ્ડ ટ્રમ્પે સીરિયા-તુર્કી સીમા પર રહેલા પોતાનાં સૈનિકોને હટાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, તુર્કીએ પોતાની સમસ્યાનો ઉકેલ પોતે જ લાવવો પડશે. બીજી તરફ જ્યારે તુર્કીનાં રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆને સીરિયા પર હવાઇ હુમલાની જાહેરાત કરી તો અમેરિકાએ આ પગલા અંગે અંકારાને ચેતવતા જણાવ્યું કે, જો તે પોતાની હદ પાર કરશે તો વોશિંગ્ટન તેની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખશે. જો કે તુર્કી પર તેની અસર પડી નથી રહી. રાષ્ટ્રપતિ એર્દોઆને બુધવારે જાહેરાત કરી કે અમે સીરિયામાં એરસ્ટ્રાઇક ચાલુ કરી દીધી છે. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે આમાં કોઇ પણ નાગરિકને નુકસાન નથી પહોંચાડ્યું. તેમણે એવી પણ બાંહેધરી આપી કે તેઓ સીરિયાની સંપ્રભુતાનું સન્માન કરે છે. જો કે સ્થાનિક અહેવાલો બાદ આ હુમલાથી સામાન્ય નાગરિકોની ચિંતા વધી ચુકી છે. તેમને પોતાની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે.

— ANI (@ANI) October 10, 2019

વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેઃ ભારતમાં દર 40 સેકન્ડે થાય છે એક 'આપઘાત' !!!
હુમલાના કારણે કુર્દ લડાકુઓ ગભરાયા
તુર્કી તરફથી થઇ રહેલા હુમલાના સમાચારો વચ્ચે સીરિયાના કુર્દોએ માનવીય આપદાની આશંકા વ્યક્ત કરતા તમામ કુર્દોને સંગઠીત થવાની અપીલ કરી. તુર્કીનું આ અભિયાન સીરિયાનાં 8 વર્ષ જુના યુદ્ધને નવેસરથી ભડકાવી શકે છે જેના કારણે હજારો લોકો વિસ્થાપિત થવાની આશંકા છે. સાથે જ બ્રિટનની સંસ્થા સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સના સમાચાર અનુસાર લોકોએ તલ અબયાદ માંથી પલાયન શરૂ કરી દીધું છે. કુર્દિશ નેતા નવાફ ખીરે કહ્યું કે, કેટલાક લોકો દુરનાં દક્ષિણી ગામો તરફ રવાના થઇ ચુક્યા છે.

વોટ બેંક માટે થઈને કોંગ્રેસ-NCPએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કર્યો: અમિત શાહ
ટ્રમ્પ શા માટે કુર્દોથી નારાજ છે ?
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, આઇએસઆઇએસ વિરુદ્ધની લડાઇમાં કુર્દોએ અમેરિકાની કોઇ મદદ નહોતી કરી. આ નિવેદન દ્વારા અમેરિકન દળોને પરત બોલાવવાનાં પોતાનાં નિર્ણયનો બચાવ કર્યો, જેનાથી તુર્કીને પૂર્વોત્તર સીરિયા પર હુમલા કરવાનાં સૈન્ય અભિયાન ચાલુ કરવાનો રસ્તો મળી ગયો.  સીરિયન કુર્દો અંગે માનવામાં આવે છે કે તેઓ ક્ષેત્રમાં અમેરિકાની મદદ કરે છે. જો કે ટ્રમ્પે તેમના સહયોગને માન્યતા આપવાનો ઇન્કાર કરી દીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news