ચીનઃ બેઇજિંગ સહિત અનેક ભાગમાં વધ્યા કોરોના કેસ, હોટલોના બુકિંગ પર પ્રતિબંધ

ફરી એકવાર સતત વધી રહેલા કોરોના કેસથી ચીન પરેશાન છે. અધિકારીઓ સંક્રમણ અટકાવવા માટે નવા-નવા પ્રતિબંધો લગાવી રહ્યાં છે.

ચીનઃ બેઇજિંગ સહિત અનેક ભાગમાં વધ્યા કોરોના કેસ, હોટલોના બુકિંગ પર પ્રતિબંધ

બેઇજિંગઃ ચીનના ઘણા ભાગમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. શનિવારે રાજધાની બેઇજિંગમાં કોરોના વાયરસના 9 નવા કેસ સામે આવ્યા. ત્યારબાદ અધિકારીઓએ તપાસ વધારતા અને હોટલની બુકિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચ પ્રમાણે દેશના વિવિધ ભાગમાં કોવિડ-19ના 38 કેસ સામે આવ્યા છે. રાજધાની બેઇજિંગમાં શનિવારે કોરોના સંક્રમણના 9 કેસ સામે આવ્યા. સંક્રમિત થયેલા પાંચ લોકોએ ઇનર મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્ર, નિંગ્શિયા હુઈ સ્વાયત્ત ક્ષેત્ર અને શાંક્સી પ્રાંતની 12 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર વચ્ચે યાત્રા કરી હતી. આ લોગો 16 ઓક્ટોબરે બેઇજિંગ પરત ફર્યા હતા. નગર સ્વાસ્થ્ય પંચ પ્રમાણે સંક્રમિત મળેલ એક અન્ય વ્યક્તિ એક સંક્રમિત વ્યક્તિના નજીકના સંપર્કમાં આવ્યો હતો. 

આ સિવાય શુક્રવારે દેશમાં સંક્રમણના 32 કેસ સામે આવ્યા હતા. સંક્રમણના મામલામાં વૃદ્ધિની પાછળ શંઘાઈમાં રહેનાર એક વૃદ્ધ દંપત્તિ છે, જે શિયાન સહિત ઘણા શહેરોમાં ગયા અને કોરોના સંક્રમણ ફેલાવ્યું. ત્યારબાદ અધિકારીઓ આ દંપતિના સંપર્કમાં આવેલા લોકોને શોધવામાં લાગી ગયા છે. ત્રણ દિવસમાં તેમની નજીકમાં આવેલા અનેક લોકોની ઓળખ કરવામાં આવી, તેનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો અને તેની સાથે યાત્રા કરનાર પાંચ અન્ય લોકો સંક્રમિત મળ્યા છે. 

હોંગકોંગના સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ પ્રમાણે આ દરમિયાન અનેક શહેરોમાં મોટા પાયા પર તપાસ કરવામાં આવી અને જ્યાં-જ્યાં સંક્રમિત લોકો ગયા હતા, તે એરિયાને સીલ કરી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news