લાઇવ સંબોધનમાં ઇમરાનની જીભ લપસી, અમેરિકાનું નામ લઈને કરી દીધી ભૂલ

પોતાના સંબોધનમાં ઇમરાન ખાનથી એક ભૂલ થઈ ગઈ. તે વિદેશી ષડયંત્રવાળો સંદેશ મોકલવામાં અમેરિકાનું નામ લેવા ઈચ્છતા નહોતા, પરંતુ ભૂલ કરી દીધી. પરંતુ ત્યારબાદ તેમણે અમેરિકા પર અનેક આરોપ લગાવ્યા છે. 
 

લાઇવ સંબોધનમાં ઇમરાનની જીભ લપસી, અમેરિકાનું નામ લઈને કરી દીધી ભૂલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરૂવારે પોતાના સંબોધનમાં 'વિદેશી ષડયંત્ર'ના પોતાના દાવાની વાત કરી અને કહ્યું કે એક વિદેશી રાષ્ટ્ર તેમની સ્વતંત્ર વિદેશી નીતિની વિરુદ્ધ કામ કરી રહ્યું છે. આ દરમિયાન પોતાના સંબોધનમાં ઇમરાન ખાનથી એક ભૂલ થઈ ગઈ. તે વિદેશી ષડયંત્રને લઈને સંદેશ મોકલવામાં અમેરિકાનું નામ ભૂલથી લઈ લીધુ. પરંતુ ત્યારબાદ તેમણે અમેરિકા પર અનેક આરોપ લગાવી દીધા. જાણો શું છે મામલો. 

અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન માટે દરેક સમય કિંમતી છે. તે પ્રયાસ કરી રહ્યાં છે કે તેની ખુરશી બચી જાય. તે માટે ઇમરાન ખાને દેશની જનતાને સંબોધિત કરી છે. પાકિસ્તાનના લોકોને સંબોધિત કરતા ઇમરાન ખાને દાવો કર્યો કે એક વિદેશી રાષ્ટ્રએ એક સંદેશ મોકલ્યો છે કે ઇમરાન ખાનને હટાવવાની જરૂર છે, જો તેમ ન થયું તો પાકિસ્તાને તેનું પરિણામ ભોગવવું પડશે. 

પોતાના સંબોધનમાં ઇમરાન ખાને તે પત્રનો ઉલ્લેખ કર્યો જેને તે છેલ્લા કેટલાક દિવસથી વિદેશી ષડયંત્ર ગણાવી રહ્યાં છે. માચત્ર તે જ નહીં તેમની સરકારના મંત્રી પણ ઇમરાનનને ખુરશી પરથી હટાવવા માટે વિદેશી ષડયંત્રનો ઉલ્લેખ કરી રહ્યા છે. ગુરૂવારે પોતાની જનતાના નામે સંબોધનમાં ખાને કહ્યુ- સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાએ અમને પત્ર મોકલ્યો. પછી પોતાની ભૂલ માનતા ઇમરાન ખાને કહ્યુ કે, અમેરિકા નહીં એક બહારના દેશે એક સંદેશ મોકલ્યો હતો, જે પાકિસ્તાન રાષ્ટ્રની વિરુદ્ધ હતો. 

ઇમરાન ખાને કહ્યુ- આઠ માર્ચ કે તેની પહેલા સાત માર્ચે, અમેરિકાએ અમને મોકલ્યો... અમેરિકા નહીં પરંતુ એક બહારના દેશે અમને એક સંદેશ મોકલ્યો. જે કારણે હું આ વિશે વાત કરી રહ્યો છું. એક સ્વતંત્ર દેશ માટે આવો સંદેશ પ્રાપ્ત કરવો મારા અને મારા દેશ વિરુદ્ધ છે. ઇમરાન ખાને કહ્યુ કે, મેમો તેમની વિરુદ્ધ હતો, સરકારની વિરુદ્ધ નહીં. તેમાં કહેવામાં આવ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થાય તો પાકિસ્તાનને માફ કરી દેવામાં આવશે, જો તેમ ન થાય તો પરિણામ ભોગવવા પડશે. 

અમેરિકા પર ઇમરાનના મોટા આરોપ
ઇમરાન ખાને કહ્યુ કે, આપણે હંમેશા અમેરિકાનો સાથ આપ્યો છે. પરંતુ તેણે પાકિસ્તાન પર પ્રતિબંધ લગાવ્યા 9/11 ના અમેરિકામાં હુમલામાં કોઈ પાકિસ્તાની નહોતું. મુશર્રફનું અમેરિકાનું હિમાયતી બનવુ સૌથી મોટી ભૂલ હતી. ઇમરાન ખાને કહ્યુ- 22 કરોડની જનતાની સામે કોઈ બહારનો દેશ આવશે અને કહશે કે મને તમારી વિદેશ નીતિ પસંદ નથી, કારણ કે તમે રશિયા ગયા છો. તે કહેવા ઈચ્છે છે કે આપણે તેના નોકર હોઈએ. તે ઈચ્છા છે કે ઈમરાને જતુ રહેવું જોઈએ પરંતુ તેના (વિપક્ષ) ના આવવાથી કોઈ સમસ્યા થશે નહીં. બળવાખોર નેતા અમેરિકાની મદદથી સત્તા હાસિલ કરવા ઈચ્છે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news