ઈમરાન ખાન પીએમ મોદીનું કરી રહ્યા છે અનુકરણ? પાકિસ્તાનમાં લોન્ચ કરી આ યોજના

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક મોટી યોજનાની શરૂઆત કરી છે.

ઈમરાન ખાન પીએમ મોદીનું કરી રહ્યા છે અનુકરણ? પાકિસ્તાનમાં લોન્ચ કરી આ યોજના

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક મોટી યોજનાની શરૂઆત કરી છે. જેનો હેતુ ગરીબી દૂર કરવાનો અને સંવેદનશીલ સમૂહો ખાસ કરીને મહિલાઓને સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. 

ઈમરાને બુધવારે આ યોજનાની શરૂઆત કર્યાં બાદ કહ્યું કે તેમની સરકાર બંધારણમાં સંશોધન કરશે, ત્યારબાદ ભોજન, કપડાં, મકાન અને સ્વાસ્થ્ય જેવી મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવી એ સરકાર માટે અનિવાર્ય બનશે. 

તેમણે ગરીબોના કલ્યાણ માટે ખર્ચ થનારી 80 અબજ રૂપિયાની રકમને 2020 સુધી વધારીને 120 અબજ રૂપિયા કરવાની પણ જાહેરાત કરી. વડાપ્રધાને સામાજિક સુરક્ષા અને ગરીબીને હટાવવા માટે એક મંત્રાલય બનાવવાની પણ જાહેરાત કરી. 

તેમણે કહ્યું કે 57 લાખ ગરીબ મહિલાઓ માટે બચત ખાતા ખોલવામાં આવશે. આ ખાતા સુધી તેઓ પહોંચી શકે તે માટે તેમને મોબાઈલ ફોન પણ આપવામાં આવશે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news