Pakistan Political Crisis: સંકટમાં પીએમ ઇમરાન ખાનની ખુરશી, અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા પાર્ટીના 24 સાંસદોએ છોડ્યો સાથ

ઇમરાન ખાનની પાર્ટીના 24 સાંસદોએ અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કરવાની જાહેરાત કરી છે. આ સાંસદ સરકારી કાર્યવાહીના ડરથી વિપક્ષના સિંધ હાઉસમાં છુપાયા છે. તેવામાં ઇમરાન ખાનની ખુરશી પર સંકટના વાદળો છવાયા છે. 

Pakistan Political Crisis: સંકટમાં પીએમ ઇમરાન ખાનની ખુરશી, અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા પાર્ટીના 24 સાંસદોએ છોડ્યો સાથ

ઇસ્લામાબાદઃ ઇમરાન ખાન સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફના 24 સાંસદોએ વિપક્ષની સાથે જવાનો સંકેત આપ્યો છે. તેમાંથી ઘણા સાંસદોએ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા ઇસ્લામાબાદના સિંઘ હાઉસમાં શરણ લીધુ છે. બળવાખોર સાંસદોને ડર છે કે વિપક્ષની સાથે જવાને કારણે સરકારી તંત્ર તેમને નિશાન બનાવી શકે છે. સિંધ હાઉસ ઇસ્લામાબાદમાં સિંધ પ્રદેશની સરકારનું સત્તાવાર ભવન છે. સિંધ પ્રાંતમાં પાકિસ્તાની પીપુલ્સ પાર્ટીની સરકાર છે. તેવામાં સત્તાપક્ષના બળવાખોર સાંસદ સિંધ હાઉસને સુરક્ષિત જગ્યા માની રહ્યા છે. 

બળવાખોર સાંસદોથી ભરાઈ ગયું છે સિંધ હાઉસ
પીટીઆઈના બળવાખોર સાંસદ રાજા રિયાઝે બુધવારે દાવો કર્યો હતો કે પ્રધાનમંત્રી ઇમરાન ખાન બધા સાંસદોને વિશ્વાસ અપાવે છે કે અવિશ્વાસ પ્રસ્તાવના દિવસે તેમની વિરુદ્ધ વોટ કરવાનો નિર્ણય કરનાર વિરુદ્ધ કોઈ કાર્યવાગી નહીં કરવામાં આવશે, તો તે પરત આવવા તૈયાર છે. જીયો ન્યૂઝ સામે વાત કરતા પીટીઆઈના એમએનએ મલિક નવાબ શેર વસીર અને રિયાઝે કહ્યુ કે, પીટીઆઈના આશરે 24 સભ્ય હાલ સિંધ હાઉસમાં રહી રહ્યાં છે. તેમનો દાવો છે કે આવનારા દિવસોમાં ઇમરાન ખાન કેબિનેટના ઘણા મંત્રી અને સાંસદ પણ સિંધ હાઉસમાં આવી શકે છે, પરંતુ ત્યાં રહેવાની સુવિધા પહેલાં જ ભરાઈ ગઈ છે. 

ઇમરાન ખાન વિરુદ્ધ મતદાન કરશે બળવાખોર
રિયાઝે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીર સાથે વાત કરતા કહ્યુ કે, અસંતુષ્ટ સભ્ય પોતાના વિવેક અનુસાર પીએમ ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માટે મતદાન કરશે. વસીરે તે પણ કહ્યું કે, એ આગામી સામાન્ય ચૂંટણી પીટીઆઈની ટિકિટ પર નહીં લડે. જ્યારે રિયાઝે દાવો કર્યો કે સિંધ હાઉસમાં 24 સભ્યો રહે છે. હામિદ મીરનો દાવો છે કે ગણતરી અનુસાર 20 પીટીઆઈ સાંસદ વર્તમાનમાં સિંધ હાઉસમાં હાજર છે. 

બળવાખોર સાંસદોને કાર્યવાહીનો ડર
હામિદ મીરે કહ્યુ કે ઘણા નારાજ નેતા કેમેરાની સામે આવવાથી બચી રહ્યા છે. તેમણે કહ્યું કે તમામ નારાજ સાંસદોએ પુષ્ટિ કરી છે કે સિંધ હાઉસમાં રહેવાને કારણ ડર છે. નારાજ સભ્યોને ડર છે કે સરકાર તેમની વિરુદ્ધ 10 માર્ચની જેમ પાર્લામેન્ટ લોજ પર પોલીસના દરોડાની જેમ કાર્યવાહી કરી શકે છે. આ કારણ તે ખુદને છુપાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યાં છે. 

ઇમરાન ખાનના આ સાંસદ સિંધ હાઉસમાં હાજર
સૂત્રો પ્રમાણે સિંધ હાઉસમાં હાજર પીટીઆઈના બળવાખોર સાંસદોમાં રાજા રિયાઝ, નવાબ શેર વસીર, રાણા કાસિમ નૂન, ગફ્ફાર વટ્ટૂ, નૂર આલમ ખાન, રિયાઝ મઝારી, બાસિત બુખારી, ખ્વાજા શેરાજ, અહમદ હસન દેહર, નુજહત પઠાન, રમેશ કુમાર અને વજીહા અકરમ સામેલ છે. સૂત્રોએ કહ્યું કે સિંધ હાઉસમાં રહેતા સાંસદોના નામની એક યાદી પીએમ ઇમરાન ખાનને મોકલવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news